For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાસ્ટ રેલી રેસિંગમાં ડ્રાઇવરની ઝડપી કમાલઃ 45 સેકન્ડમાં બદલ્યું ટાયર

|
Google Oneindia Gujarati News

મોટરસ્પોર્ટ ઇવેન્ટમાં જીત મેળવવા માટે સમય અને ઝડપ સૌથી મહત્વનું માનવામાં આવે છે. રેલીનો મુખ્ય હેતુ ડ્રાઇવરે ફિક્સ કોર્સને ઝડપભેર પૂર્ણ કરવા પર કેન્દ્રિત હોય છે. રેલી રેસમાં સમય વેડફવો મતલબ રેસમાં પરાજીત થવું તેવો છે. આજે અમે એક વીડિયો રજુ કરી રહ્યાં છીએ. જેમાં એક રેલી કાર વળાંક લઇ રહી હતી ત્યારે ઓફ ટ્રેક થઇ ગઇ હતી. જેમાંથી ડ્રાઇવર અને પેસેન્જરે કૂદકો માર્યો હતો તથા કોઇપણ પ્રકારનો ખચકાટ અનુભવ્યા વગર તેમણે કારના ફ્લેટ ટાયરને રીમૂવ કર્યું હતું.

તેમની ભાગીદારી શાનદાર હતી બન્ને જાણતા હતા કે તેઓ શું કરી રહ્યાં છે અને એકબીજાના ભાગમાં તેઓ દખલગીરી કરી રહ્યાં નહોતા. ટાયર ચેન્જ કરવામાં તેમને વધારે સમય લાગ્યો નહીં, તેમણે માત્ર 45 સેકન્ડમાં ટાયર બદલી નાંખ્યું હતું, જે ખરેખર ઘણું જ ઝડપી કહેવાય. એકવાર પોતાનું કાર્ય પૂર્ણ કરી લીધા બાદ તેઓ ફરી તૈયાર થઇ ગયા હતા અને રેસને કન્ટીન્યૂ રાખી હતી.

આ રેલી રેસમાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે હુન્ડાઇ આઇ20 વીઆરસી છે અને તેને થિએરી નેઉવિલે અને કો ડ્રાઇવર નિકોલસ ગિલ્સોલ ચલાવી રહ્યાં હતા. તેમણે જ્યારે કારનું ખુબ જ ઝડપથી ટાયર બદલ્યું તે કેમેરામાં કેદ થઇ ગયું હતું. તો ચાલો અહીં આપવામાં આવેલા વીડિયો થકી એ પળને નિહાળીએ.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/PHoBCCiilvg" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
In motorsport events speed and time is vital to win any event. Rally mainly focusses on drivers following a fixed course through, which they have to complete it the fastest. Time lost in rally races could account to a loss in the overall race.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X