For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગઇ શાહી ઠાઠમાઠવાળી રોલ્સ રોય્સની ‘ચેંગડૂ ગોલ્ડન’

|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરમાં શાનદાર અને લક્ઝરી કાર રજૂ કરનારી પ્રમુખ બ્રિટીશ કાર નિર્માતા કંપની રોલ્સ રોય્સે આ વખતે પણ અજીબો-ગરીબ નામવાળી કારને રજૂ કરી છે. જેનું નામ ‘ચેંગડૂ ગોલ્ડન', આ નામ વાંચતાજ તમારા મનમાં પ્રશ્ન ઉઠ્યો હશે કે, આ તે કેવું નામ? અને તેનો શું અર્થ છે?

તો અમે તમને જણાવી દઇએ કે રોલ્સ રોય્સે પોતાની જાણીતી કાર ઘોસ્ટના નવા ‘ચેંગડૂ ગોલ્ડન સનબર્ડ'ને રજૂ કર્યો છે. જેમાં ચેંગડૂ ચીનની એક જગ્યાનું નામ છે. આ જગ્યા પર એકવાર જમીનમાં ખોદકામ કરતી વખતે સનબર્ડ એટલે કે સોનાના ઉપયોગથી બનાવવામાં આવેલું એક પ્રાચિન ચિન્હ મળી આવ્યું હતું.

આ જ આધારે રોલ્સ રોય્સે પોતાની ઘોસ્ટની નવી એડિશન ‘ચેંગડૂ ગોલ્ડન સનબર્ડ' રજૂ કરી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રોલ્સ રોય્સે આ ખાસ ‘ચેંગડૂ ગોલ્ડન' એડિશનને. સ્લાઇડના અંતમાં ‘ચેંગડૂ ગોલ્ડન'ને જોવાનું ના ભૂલો.

રોલ્સ રોય્સની ‘ચેંગડૂ ગોલ્ડન’

રોલ્સ રોય્સની ‘ચેંગડૂ ગોલ્ડન’

તમને જણાવી દઇએ કે, આ કારનું નિર્માણ કંપનીએ ઓર્ડર પર કર્યું છે. ગોલ્ડન સનબર્ડ એક પ્રાચીન સોનાનું બનેલું એક પ્રકારનું ચિન્હ છે, જે 2001માં ચેંગડૂ શહેરમાં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું.

સ્મૃતિ ચિન્હ

સ્મૃતિ ચિન્હ

તમે તસવીરમાં જોઇ શકો છો કે, બન્ને કારની પાછ એક મોટું સોનાના રંગનું વૃત્તાકાર સ્મૃતિ ચિન્હ બનાવવામાં આવ્યું છે. આ ગોલ્ડન સનબર્ડની આબેહુબ નકલ છે. આગળ સ્લાડમાં જોઇએ ચેંગડૂ ગોલ્ડન સનબર્ડને.

કારની વચ્ચે ગોલ્ડથી પેન્ટ

કારની વચ્ચે ગોલ્ડથી પેન્ટ

કંપનીએ આ કારની વચ્ચે ગોલ્ડથી પેન્ટ કર્યું છે. આ ઉપરાંત કારના લોકોને પણ ગોલ્ડન રીતે રજૂ કરવામાં આવ્યા છે. કારના એલોય વ્હીલની વચ્ચે કંપનીએ ગોલ્ડન સનબર્ડની ડિઝાઇનમાં સર્કલ બનાવ્યું છે.

ગોલ્ડન સનબર્ડ

ગોલ્ડન સનબર્ડ

તમે જે ડિઝાઇન જોઇ રહ્યાં છો તે એ ગોલ્ડન સનબર્ડની છે. જેને અત્યંત બારિકીથી કંપનીએ કારના બોનેટ પર ઉતાર્યું છે.

ચેંગડૂ ગોલ્ડન સનબર્ડના બેચનો પ્રયોગ

ચેંગડૂ ગોલ્ડન સનબર્ડના બેચનો પ્રયોગ

કંપનીની કારને સિલ પ્લેટ પર, ચેંગડૂ ગોલ્ડન સનબર્ડના બેચનો પ્રયોગ કર્યો છે. તમને જણાવી દઇએ કે, કંપનીએ આ એડિશનમાં માત્ર એક જ કારનું નિર્માણ કર્યું છે.

કંપનીએ ડેશબોર્ડ પર ચેંગડૂ ગોલ્ડન સનબર્ડની ડિઝાઇન

કંપનીએ ડેશબોર્ડ પર ચેંગડૂ ગોલ્ડન સનબર્ડની ડિઝાઇન

કારની અંદર કંપનીએ ડેશબોર્ડ પર ચેંગડૂ ગોલ્ડન સનબર્ડની ડિઝાઇનને સામેલ કરી છે. આ એક પ્રતિક ચિન્હના રૂપમાં લગાવવામાં આવ્યું છે.

ગોલ્ડન સનબર્ડની ડિઝાઇન

ગોલ્ડન સનબર્ડની ડિઝાઇન

કારની પાછળની સીટ પર હેડરેસ્ટ પર પણ એ જ ગોલ્ડન સનબર્ડની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચેંગડૂ ગોલ્ડન સનબર્ડ

ચેંગડૂ ગોલ્ડન સનબર્ડ

આ છે ચેંગડૂ ગોલ્ડન સનબર્ડ. જે એક મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યું ચે. આ સોનામાંથી બનેલી એક પરત જેવી આકૃતિ છે. જે અત્યંત પ્રાચિન છે અને ખોદકામ દરમિયાન વર્ષ 2001માં ચેંગડૂ શહેરમાંથી મળી આવ્યું હતું.

English summary
Rolls Royce Ghost Chengdu Golden Sunbird Edition is a one-off model. The Ghost is style based on the Golden Sunbird, a Chinese artifact from Chengdu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X