For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટવાળા વિસ્તારમાં કાર ચલાવતા પહેલા આટલું જાણી લો

|
Google Oneindia Gujarati News

આપણે વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવર છીએ એ સત્યને સ્વીકારવું જોઇએ, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે રોડ પર ડ્રાઇવિંગ કરી રહેલા લોકો દ્વારા કાયદાઓની અનદેખી કરવામાં આવે છે. આવું આપણે દરેક વખતે જોઇએ છીએ અને કરીએ છીએ, જ્યારે આપણે કાર અથવા બાઇક લઇને જઇએ છીએ ત્યારે આપણે એવી રીતે જઇએ છીએ જાણે કે કોઇ યુદ્ધમાં જતા હોઇએ. જો આપણે આપણા માઇન્ડસેટને ચેન્જ નહીં કરીએ તો ટૂંક સમયમાં ભારતમાં વાર્ષિક રોડ અકસ્માતમાં મરનારાઓની સંખ્યા 2 લાખના આંકડાને પાર કરી જશે.

સિટી ટ્રાફિકની વાત કરીએ તો તેમાં ક્યારેક જ ભૂલ થવાની શક્યતા રહે છે કારણ કે આપણે ત્યાંની ડ્રાઇવિંગ કન્ડિશનને ફોલો કરીએ છીએ અને આપણી સ્પીડ પણ ઓછી હોય છે. જોકે, હિલ્સ અને ઘાટવાળા વિસ્તારમાં ડ્રાઇવિંગ કરવું થોડુંક અલગ છે. તેની પાછળનું કારણ એ છેકે સાંકડા રસ્તા, આંઘળા ઘાટ અને અઘરા ઢાળ હોય છે. ત્યારે આવા વિસ્તારોમાં બિનઅનુભવી ડ્રાઇવર ડ્રાઇવિંગ કરે તો તે પોતાના માટે અને બીજા માટે ખતરો સાબિત થઇ શકે છે. ત્યારે આવા રસ્તાઓ પર તમારી ડ્રાઇવિંગ સ્કિલને વધારવી ઘણી જરૂરી રહે છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં એવી કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જે તમને આ પ્રકારના રસ્તાઓ પર ડ્રાઇવ કરવામાં મદદરૂપ થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ઘાટવાળા વિસ્તારોમાં કેવી રીતે કરવું ડ્રાઇવિંગ.

ઘાટ પર ડ્રાઇવિંગ કરવાની ટેક્નિક્સ

ઘાટ પર ડ્રાઇવિંગ કરવાની ટેક્નિક્સ

ઘાટ પર કેવી રીતે ડ્રાઇવિંગ કરવું તે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

જરૂરિયાત પ્રમાણે હેન્ડબ્રેકનો ઉપયોગ

જરૂરિયાત પ્રમાણે હેન્ડબ્રેકનો ઉપયોગ

આ અંગે તમે વધારે સાંભળ્યું હશે, પરંતુ ઘાટવાળા વિસ્તારમાં ડ્રાઇવ કરવા માટે હેન્ડબ્રેક ઘણી જ ઉપયોગી નિવડે છે, કારણ કે આવા વિસ્તારમાં ક્લચ અને તેની સ્પીડને કાબૂમાં રાખવી ઘણી જ મુશ્કેલ થઇ જાય છે. મોટાભાગે બિનઅનુભવી ડ્રાઇવર ઘાટવાળા રસ્તાઓમાં હેન્ડબ્રેકનો ઉપયોગ કરવાનું ભૂલી જાય છે અને તેના કારણે લોકલ ટ્રાફિકમાં ખોટી દિશામાં જતા રહે છે.

ઘાટમાં યોગ્ય ગીયરમાં ડ્રાઇવ કરવું કપરું

ઘાટમાં યોગ્ય ગીયરમાં ડ્રાઇવ કરવું કપરું

સામાન્ય રસ્તાઓ પર તમે પાંચમા ગીયરમાં 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ડ્રાઇવ કરી શકો છો, પરંતુ ઘાટવાળા રસ્તામાં તમારે ગીયરને એક ક્રમ ઓછો લેવાની જરૂર છે. જ્યારે તમે ઘાટ પરથી નીચે ઉતરતા હોવ ત્યારે કાર અથવા બાઇકને ત્રીજા ગીયરમાં ચલાવવી જોઇએ કારણ કે તેનાથી વધુ ટાર્ક પ્રોડ્યુસ થાય છે અને તમારે તમારી જાતને બ્રેક પર વધારે આધારિત રાખવી પડતી નથી. તેમજ આવા વિસ્તારમાં બ્રેક ફેઇલ થવાનો ભય પણ વધારે રહે છે, તેથી કારની ઇકોનોમીની ચિંતા કરવાની જરૂર નથી કારણે કે પોતાની સુરક્ષા સૌથી મહત્વની છે.

વળાંક સમયે ગીયરને ઘટાડો

વળાંક સમયે ગીયરને ઘટાડો

જ્યારે તમે વળાંક લઇ રહ્યાં હોવ ત્યારે તમારા વાહનને ત્રીજા ગીયરમાં નાંખો અને જો નાનું પેટ્રોલ એન્જીન હોય તો બીજા ગીયરમાં રાખો. આમ કરવાથી તમારું વાહન રોડના ખૂણામાં જતું અટકશે. તમે કદાચ નોટિસ કર્યું હશે કે કેટલીક કાર્સ રસ્તાના ખૂણામાં ઘણી જ ઝડપથી પસાર થતી હોય છે, તે રસ્તા પર લપસે છે અને તમારી સાઇડ આવી જાય છે. તેની પાછળનું કારણ એ છેકે ડ્રાઇવર હાઇ ગીયરમાં વાહન ચલાવતા હોય છે અને ઓછો ટાર્ક હોવાના કારણે તે પોતાની લેનમાં વાહનને જાળવી રાખવામાં નિષ્ફળ રહે છે.

ઓવરટેકિંગ વખતા ધીરજ રાખો

ઓવરટેકિંગ વખતા ધીરજ રાખો

ઘાટવાળા વિસ્તારમાં આખો રસ્તો જોવામાં મુશ્કેલી પડે છે. તેથી જો તમે ઘીમે જતાં ટ્રકની પાછળ તમારું વાહન લઇને પસાર થઇ રહ્યા હોવ ત્યારે જ્યાં સુધી તમને સુરક્ષીત રીતે ઓવરટેક કરવાની તક ના મળે અને સરખી જગ્યા ના મળે ત્યાં સુધી ઓવરટેક કરવાનું ટાળો. તેમજ એકવાર હોર્ન વગાળ્યા બાદ ફરીથી હોર્ન ના વગાડો કારણ કે બસ અથવા ટ્રક ડ્રાઇવરને એ વાતની જાણ થઇ જાય છેકે તમે તેમની પાછળ છો અને એ તમને સુરક્ષીત ઓવરટેકની જગ્યા મળતા જ સાઇડ આપી દેશે. તેમજ આંઘળા વળાંક પર સાઇડ કાપવાનું ટાળો કારણ કે તે તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે.

આંઘળા વળાંક પર હોર્નનો ઉપયોગ કરો

આંઘળા વળાંક પર હોર્નનો ઉપયોગ કરો

આ ટીપ્સ દિવસ દરમિયાન ઘણી જ ઉપયોગી નિવડે છે, કારણ કે દિવસ દરમિયાન તમે હેડલાઇટનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે આંઘળા વળાંક પર હોર્ન મારશો તો સામેથી આવતા વાહન ચાલકને એ વાતની જાણ થઇ જશે કે સામેની તરફથી પણ કોઇ વાહન આવી રહ્યું છે અને તમને તમારું વાહન પસાર કરવાની પુરતી જગ્યા મળી જશે. જો તમે પણ કોઇ વાહનનું હોર્ન સાંભળો તો તુરત જ તમારા વાહનની ગતિને ધીમી કરી નાંખો.

ઉપર તરફ જતા વાહનને પૂરતી જગ્યા આપો

ઉપર તરફ જતા વાહનને પૂરતી જગ્યા આપો

આ એક ગોલ્ડન રૂલ છે ઘાટવાળા વિસ્તારમાં વાહન ચલાવવાનો. કારણકે, નીચે તરફ ઉતરતા કરતા ઉપર તરફ જતી વખતે કાર, બાઇક અને મોટા વાહનને વધારે શક્તિની જરૂર રહે છે, તેથી તેમને આવતા જોઇને તેમને પસાર થવા માટે પૂરતી જગ્યા આપો અને જો એવી જગ્યા પર હોવ જ્યાં ઓછી સ્પેસ મળતી હોય તો તમારા વાહનને ઉભું રાખી દો અને સામેથી આવતું વાહન પસાર થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરો.

સુરક્ષિત જગ્યાએ વાહન ઉભુ રાખો

સુરક્ષિત જગ્યાએ વાહન ઉભુ રાખો

સાંકળી જગ્યાએ તમારા વાહનને ઉભુ ના રાખો, કારણ કે તેનાથી ટ્રાફિક જામ થવાની શક્યતા રહે છે, તેમજ ગંભીર અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે. તેથી તમારા વાહનને એવા સ્થળે ઉભુ રાખવાનો પ્રયાસ કરો જ્યાં તમે બન્ને ડિરેક્શનને જોઇ શકો અને તમારા વાહન આગળ પથ્થર પણ ગોઠવો જેથી તે આગળ જઇ ન શકે.

રેસિંગ લાઇનનો ઉપયોગ ના કરો

રેસિંગ લાઇનનો ઉપયોગ ના કરો

રેસિંગ લાઇનને દરેક રસ્તાના ખૂણે કરવામાં આવી હોય છે, તેનો ઉપયોગ રેસિંગ ટ્રેક પર કરો પરંતુ જાહેર રસ્તા પર ના કરો. આ પ્રકારની ભૂલ અનેક ડ્રાઇવર દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાની લાઇનમાંથી સામેની લાઇનમાં ઝડપથી જતા રહે છે. હંમેશા તમે તમારા વાહનને તમારી લાઇનમાં જ રાખો, કારણ કે આ પ્રકારની ભૂલ કરવાની દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

હોર્ન વગાડી આભાર માનો

હોર્ન વગાડી આભાર માનો

જો તમે ધ્યાન આપ્યું હોય તો ટ્રક અને બસવાળા પર્વતો પર એકબીજા પાસેથી પસાર થાય છે તો હોર્ન વગાડે છે. આમ કરવાથી ડ્રાઇવર એકબીજાનો આભાર માને છે કે તેમણે ઓવરટેક કરવા દીધી અથવા પસાર થવા માટે રસ્તો આપ્યો. કાર ચલાવતી વખતે પણ ઓવરટેક કરતી વખતે જગ્યા મળે ત્યારે આવું કરવું જોઇએ. ટ્રક અને બસ ડ્રાઇવર આ નાના અમથા સંકેત સમજશે અને તમારા માટે ફરી એકવાર હોર્ન વગાડશે.

English summary
That we are the world's worst drivers can't be too far from the truth, especially when you see road users driving with blatant disregard for rules and even common sense. It is almost as if we go to war every time we drive our cars and bikes. If nothing is done to change this mindset, the country's annual road-accident-related death toll will top the 200,000-mark sooner rather than later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X