માર્ચમાં આવી રહી છે, સ્વિફ્ટની આ શાનદાર સ્પેશિયલ એડિશન

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય હોય કે વિશ્વ ઓટો બજારમાં દરરોજ એકથી એક ચઢિયાતી કાર લોન્ચ કરવામાં આવે છે. વૈશ્વિક બજારમાં ઓટોમોબાઇલનું માર્કેટ સતત વધી રહ્યું છે, જેને લઇને વિશ્વ ભરમાં પોતાના ગ્રાહકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો કરવાની યોજના વિવિધ કાર નિર્મતા કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ પોતાની સફળ કારની સ્પેશિયલ એડિશન લોન્ચ કરીને ગ્રાહકનું દિલ જીતવાનું પણ કામ કરે છે. આ યાદીમાં સુઝુકીની સ્વિફ્ટ કાર પણ આવી ગઇ છે.

સુઝુકીની સ્વિફ્ટ કારની લોકપ્રિયતા અંગે કઇ કહેવાપણું નથી. પોતાની આ કારની લોકપ્રિયતાના જાળવી રાખવા માટે જાપાનીઝ કાર નિર્માતા કંપની સુઝુકી દ્વારા ટૂંક સમયમાં સ્વિફ્ટની સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવનારી છે. 1લી માર્ચે યુકેમાં જાપાનીઝ ઓટોમોબાઇલ કંપની દ્વાર સ્વિફ્ટ એસઝેડ-એલને લોન્ચ કરવામાં આવશે. સુઝુકીએ જણાવ્યું છે કે, કંપની દ્વારા 500 સ્પેશિયલ એડિશન બહાર પાડવામાં આવશે. સ્વિફ્ટ એસઝેડ-એલના થ્રી ડોર વર્ઝનની કિંમત 10,899 પાઉન્ડ્સ એ 31 માર્ચ સુધી પ્રમોશનલ ઓફર છે. જ્યારે પાંચ ડોર મોડલની કિંમત 11,316 પાઉન્ડ્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સ્વિફ્ટના સ્પેશિયલ એડિશન અંગે.

સ્પેશિયલ એડિશન
  

સ્પેશિયલ એડિશન

સ્વિફ્ટ એસએઝ-એલ 1લી માર્ચથી વેચાણ અર્થે મુકવામાં આવશે. યુકેમાં વેટ ફ્રી પ્રમોશનના કારણે આ કારની કિંમત થ્રી ડોરની 10,899 પાઉન્ડ્સ અને પાંચ ડોરની 11,316 પાઉન્ડ્સ કિંમત નક્કી કરવામાં આવી છે.

સ્પેશિયલ એડિશનના ફીચર
  

સ્પેશિયલ એડિશનના ફીચર

કારના ફીચરની વાત કરવામાં આવે તે સુરક્ષા માટે સાત એરબેગ્સ, એર કોન, બ્લૂટૂથ અને યુએસબી પોર્ટ, એલઇડી લાઇટ્સ.

સ્પેશિયલ એડિશનના કલર્સ
  

સ્પેશિયલ એડિશનના કલર્સ

સ્પેશિયલ એડિશનમાં બે કલરને પેઇન્ટ કરવામાં આવ્યા છે. કોસ્મિક બ્લેક અથવા બૂસ્ટ બ્લૂ. તેમજ તેમાં સ્પોર્ટ મેટાલિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ એડિશનનું ઇન્ટિરિયર્સ
  
 

સ્પેશિયલ એડિશનનું ઇન્ટિરિયર્સ

સુઝુકી સ્વિફ્ટ એસઝેડ-એલનું ઇન્ટિરિયર્સમાં ખાસ સીટ્સ અને યુનિક ફેબ્રીક છે. તેમજ સ્ટીયરિંગ અને ગીયરમાં પણ સિલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્વિફ્ટની સ્પેશિયલ એડિશન
  

સ્વિફ્ટની સ્પેશિયલ એડિશન

જો કે, આ સ્પેશિયલ એડિશન માત્ર યુકેના ગ્રાહકો માટે જ છે, તેને અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે નહીં.

English summary
A special edition Swift will be launched soon by Suzuki. The Japanese automobile giant call it Swift SZ-L and it will be available from 1st of March in UK. Suzuki explains they will manufacture 500 special edition vehicles to maintain exclusivity. The SZ-L is based on SZ3 and will sport a 1.2 litre petrol mill.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.