ભારતમાં ટૂંક સમયમાં આવશે બીએમડબલ્યુની આ સ્પોર્ટી કાર

Posted By:
Subscribe to Oneindia News

બીએમડબલ્યુ ભારત દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે, આગામી મહિને 2104 ઓટો એક્સપોમાં બીએમડબલ્યુ દ્વારા ભારતમાં આઇ8 હાઇબ્રિડ સ્પોર્ટ કારને લોન્ચ કરવામાં આવશે. કાર નિર્માતા કંપની દ્વારા આ વાત સોશિયલ નેટવર્કિંગ સાઇટ થકી જાહેર કરવામાં આવી છે, તથા ફેસબુક ફેન પેજ પર તેની ટીઝર ઇમેજ અને યુટ્યુબ પર તેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

બીએમડબલ્યુની આઇ 8 કાર ભારતમાં નિર્માતા માટે એક નવા કિરણ સમાન છે અને કંપનીમાં તે એક મોંઘેરી કાર પણ બની શકે છે. તેમજ અન્ય મોડલ્સમાં ક્યારેય જોવા નહીં મળેલા ફીચર અને ટેક્નલોજી આ કારમાં આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો તમે ભારતમાં આ કારની મજા લેવા માગતા હોવ અને આ કારની સેર કરવા માગતા હોવ તો ચોક્કસપણે આ કાર ખરીદવા માટેનો દમ તમારા ખીસ્સામાં હોવો જરૂરી થઇ જશે.

 

તેની પાછળનું પણ એક કારણ છે, કંપની દ્વારા આ કારના સાત કે આઠ મોડલ જ ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ મોડલને આ વર્ષના અંતે અથવા તો 2015 સુધીમાં રજૂ કરી દેવામાં આવશે. ભારતમાં બીએમડબલ્યુ મોટી માત્રામાં આઇ8 હાઇબ્રીડ સ્પોર્ટ કાર્સ લાવશે પરંતુ એ માટે આપણે હજી રાહ જોવી પડશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કારની ખાસીયતને.

શું છે ખાસ બીએમડબલ્યુમાં
  

શું છે ખાસ બીએમડબલ્યુમાં

બીએમડબલ્યુની આ કારમાં નવા એરાની ટેક્નોલોજી અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવરફૂલ, એરોડાયનેમિક અને એફિસિયન્ટ ધરાવતી આ કાર ખરા અર્થમાં બીએમડબલ્યુની ફર્સ્ટ રીયલ સસ્ટેઇનેબલ સ્પોર્ટ્સ કાર છે.

શા માટે રખાયુ આઇ 8 કાર નામ
  

શા માટે રખાયુ આઇ 8 કાર નામ

આઇ8એ બીએમડબલ્યુ દ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા આઇ સબબ્રાન્ડ હેઠળના બે મોડલ્સમાનું એક મોડલ છે. ‘આઇ' કાર્સ ટેક્નોલોજીકર અને એનવાયર્નમેન્ટલ ધરાવતી કાર્સ છે.

પ્લેટફોર્મ
  
 

પ્લેટફોર્મ

આઇ 8 એ બીએમડબલ્યુનું નવું પ્લેટફોર્મ છે, જેને બીએમડબલ્યુ લાઇફ ડ્રાઇવ આર્કિટેક્ચર કહે છે. લાઇફ પાર્ટ એ કાર્બન ફાઇબર પેસેન્જર કોમ્પાર્ટમેન્ટનું સમતોલન છે અને ડ્રાઇવ પોર્શનએ એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર જે ચેસિસ અને પાવરટ્રેઇનને સપોર્ટ કરે છે.

પાવરટ્રેઇન
  

પાવરટ્રેઇન

ટર્બોચાર્જ્ડ થ્રી સિલિન્ડર ગેસ એન્જીનનો પાછળની સાઇડમાં અને ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ આગળની સાઇડમાં કરવામાં આવ્યો છે. જે 350 હોર્સપાવર ઉત્પન્ન કરે છે.

કોની કોની સાથે થશે સ્પર્ધા
  

કોની કોની સાથે થશે સ્પર્ધા

એનવાયર્નમેન્ટલ સાઇડથી જોઇએ તો બીએમડબલ્યુની આ કારને ફિસ્કર કર્મા, તેસ્લા મોડલ એસ, ઉપરાંત સ્પોર્ટી સાઇડથી જોઇએ તો ઑડી આર8 ઇ-ટ્રોન, મર્સીડિઝ બેન્ઝ એએમજી એસએલએસઇ સેલ કાર સાથે તેની સ્પર્ધા થઇ શકે છે.

English summary
It has been officially confirmed by BMW India. Bavarian Motor Works will be launching the i8 hybrid sports car in India at the 2014 Auto Expo next month. The automaker has done this through social media platforms, by the way of a teaser image on its Facebook fan page and a YouTube video.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.