આ ઈલેક્ટ્રિક કાર ફૂલ ચાર્જ પર 1,200 કિમી ચાલશે, જાણો ફિચર્સ
Overland E એ તાજેતરમાં તેની આગામી ઇલેક્ટ્રિક કાર Generation 2 વિશે ખુલાસો કર્યો છે. આ એક ઑફ રોડર ઇલેક્ટ્રિક કાર છે, જેની ડિઝાઇન સામાન્ય ઇલેક્ટ્રિક કારથી ઘણી અલગ છે. કંપનીનો દાવો છે કે, Generation 2 ફૂલ ચાર્જ પર 1,207 કિમીની રેન્જ આપી શકે છે. કંપનીનું કહેવું છે કે, તે જનરેશન-2 ઇલેક્ટ્રિક કારને બે મોડલમાં આપશે. પ્રથમ મૉડલ સિટી ડ્રાઇવિંગ માટે ડિઝાઇન કરાયેલી સ્ટ્રીટ કાર હશે. તે આકર્ષક ઈન્ટિરિયર અને કેબિન ફિચર્સ સાથે આવશે.
બીજું મૉડલ ઑફ રોડ ફોકસ્ડ મૉડલ હશે, જે રફ ડિઝાઇન અને ઑફ-રોડિંગ ફિચર્સ સાથે ઑફર કરવામાં આવશે. Overland E એ દાવો કર્યો છે કે, આ વર્ષના અંત સુધીમાં જનરેશન 2 ના બંને મોડલ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

કારને આપવામાં આવ્યું છે ખૂબ લાંબુ વ્હીલબેસ
ઉલ્લેખનીય છે કે, જનરેશન 2 ઈલેક્ટ્રિક કારની ડિઝાઈન ભવિષ્યની કોન્સેપ્ટ કાર જેવી જ છે. કારને કાળી ફ્રન્ટ ગ્રિલ, LED હેડલાઇટ, LED ટેલ લાઇટ અને કર્વના આકારમાં બોનેટ આપવામાં આવ્યું છે.
કારને ખૂબ લાંબુ વ્હીલબેસ આપવામાં આવ્યું છે અને તેને ભવિષ્યવાદી દેખાવા માટે ઓફ રોડ ટાયર આપવામાં આવ્યા છે. કારમાંખૂબ જ ઓછી ડિઝાઇન અને કર્વ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની સાઈડ પ્રોફાઈલ પણ સિમ્પલ છે.

આપવામાં આવ્યા છે બે ફ્યુઅલ કન્ટેનર
કારના ડેશબોર્ડમાં વધુ ડિઝાઇન નથી અને તે સિમ્પલ દેખાય છે. કારના પાછળના ભાગમાં બે ફ્યુઅલ કન્ટેનર આપવામાં આવ્યા છે, જેથી વધારાનું ઈંધણ લઈ જઈશકાય. કારની છત પર ગ્રેબ રેલ અને એલઇડી ડીપર લગાવવામાં આવ્યા છે. કારને પાછળનું ડેક પણ મળે છે, જે 4 મોટા ટાયરને સમાવી શકે છે.

જૂન 2023માં જનરેશન 2 ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ થશે
આ કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક વાહન નથી, આ પહેલા કંપની MK1 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી ચૂકી છે, જે ફોક્સવેગન બીટલની ડિઝાઇન પર આધારિત છે. ઓવરલેન્ડ ઇજૂન 2023માં તેની જનરેશન 2 ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરશે. તે યુનાઇટેડ કિંગડમ અને યુએસની ફેક્ટરીઓમાં બનાવવામાં આવશે.

આ ઈલેક્ટ્રિકનું સૌથી પહેલા આર્મી માટે ઉત્પાદન કરાશે
કંપનીનું કહેવું છે કે, તે સૌથી પહેલા જનરેશન 2 ઇલેક્ટ્રિક કારને કેટલાક ખાસ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવશે. કંપનીની યોજના અનુસાર, આ ઈલેક્ટ્રિકનું સૌથી પહેલાઆર્મી માટે ઉત્પાદન કરવામાં આવશે. આ સિવાય આ કારના મુખ્ય ગ્રાહકો રેસિંગ અને મોટરસ્પોર્ટ ઈવેન્ટ્સનું આયોજન કરતી કંપનીઓ હશે.

જનરેશન-2 ઇલેક્ટ્રિક કારની કિંમતની માહિતી શેર કરી નથી
ઉલ્લેખનીય છે કે, આ કાર સૌથી પહેલા અમેરિકા અને યુરોપના માર્કેટમાં વેચવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, આ દેશોમાં ડેઝર્ટ રેસ ખૂબ જ લોકપ્રિય મોટરસ્પોર્ટ છેઅને આવી રેસિંગ ઈવેન્ટ્સમાં ઑફ-રોડ બગ્ગી કારનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં, કંપનીએ જનરેશન-2 ઇલેક્ટ્રિક કારની કિંમતની માહિતી શેર કરી નથી.