• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતી કાર બ્રાન્ડ પોર્શેના જાણવા જેવા 10 તથ્યો

|

પોર્શે એક જાણીતી અને લોકપ્રીય જર્મન ઓટોમોબાઇલ સુપરકાર નિર્માતા કંપની છે, જે વિશ્વ કાર્સને એક એવો ટચ આપે છે, જેથી કાર માસ્ટરપીસ તરીકે ઓળખાય. આ કંપનીને 1931માં જર્મનીના સ્ટુટ્ટગર્ટ ખાતે શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપનીની માલિકી ફોક્સવેગન ગ્રૃપ પાસે છે.

કંપનીની શરૂઆત કરવામા આવી ત્યારથી આ કંપની મોટરસ્પોર્ટ્સ વિશ્વમાં પણ એક જાણીતી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. પોર્શે કંપની દ્વારા સુપરકાર્સ, હાઇપરકાર્સ, વૈભવી કાર્સ અને એસયુવી જેવા વાહનોનું નિર્માણ કરવામાં આવે છે. વિશ્વમાં જ્યારે આ બ્રાન્ડ આટલું મોટું વર્ચસ્વ ધરાવતી હોય ત્યારે ચોક્કસ પણે તેના વિશે જાણવાની બધાને ઉત્સૃક્તા જાગે.

આજે અમે અહીં પોર્શે સાથે જોડાયેલા ટોપ 10 જાણવા જેવા તથ્યો અંગે માહિતી આપી રહ્યાં છીએ. જે અહીં નીચે તસવીરો થકી જણાવવામાં આવ્યા છે, તો ચાલો તેને જાણીએ.

પોર્શે કાર્સ

પોર્શે કાર્સ

પોર્શે કાર્સ અંગે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

10. પહેલવેલી કાર

10. પહેલવેલી કાર

પોર્શે દ્વારા બનાવવામાં આવેલી પહેલી કાર હતી ‘64', જેનું નિર્માણ 1939માં કરવામાં આવ્યું હતું. આ કારમાં ફોક્સવેગન બીટલમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં ફ્લેટ ફોર એન્જીન પમ્પ હતા જે 50 બીએચપી હતા. જે ત્યારની કારમાં હજુ શરૂ જ થયા હતા.

9. પોર્શે 550 સ્પાઇડર

9. પોર્શે 550 સ્પાઇડર

550 સ્પાઇડર એ એક સ્પોર્ટ્સ કાર છે, જેનું નિર્માણ 50ના દશકામાં કરવામાં આવ્યું હતું. આ કારમાં એર કૂલ્ડ, 4 સિલિન્ડર એન્જીન હતું, જે 110 પીએસ જનરેટ કરતું હતું. આ કારને એક વાત ઘણી જ ખાસ બનાવે છે અને એ છે કાર નીચી છે, જે રેસરને મજબૂત અને સક્ષમ બનાવે છે. હેન્સ હેર્રમન્ન તથા તેમના કો ડ્રાઇવરે મિલે મિગ્લિઆમાં 1954માં અન્ડર ક્રોસ લેવલ ક્રોસિંગ ગેટ્સ દરમિયાન આ કાર ડ્રાઇવ કરી હતી. જાણીતા અભિનેતા જેમ્સ ડીનનું આ કાર ડ્રાઇવિંગ દરમિયાન નિધન થયું હતું. આ કારનું નિક નેમ લિટર બાસ્ટર્ડ હતું.

8. પોર્શે 917/30

8. પોર્શે 917/30

1972-73માં એફ1 બેઝ્ડ એન્જીન ડિઝાઇન કોમ્પિટિશન દરમિયાન પોર્શે 917/30 કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ કાર ટર્બોચાર્જ્ડ કાર હતી, જે 1100 બીએચપી જનરેટ કરતી હતી અને તે બે સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકતી હતી. આ કારની ટોપ સ્પીડ 257 એમપીએચ હતી.

7. પોર્શે 928

7. પોર્શે 928

પોર્શે 928એ કંપનીનું એકમાત્ર મોડલ છે, જે વી8 એન્જીન ધરાવે છે અને કપનીનું પહેલું વી8 એન્જીનનું માસ પ્રોડ્યુસ હતું. તેમજ કારમાં ફ્રન્ટ અને રીયર ફ્લીપ ડાઉન સન વિઝર્સ ફેક્ટરી ફિટેડ ફીચર્સ આપવામાં આવ્યા હતા.

6. પોર્શે 935

6. પોર્શે 935

આ કારને 70ના દશકામાં બજારમાં રજૂ કરવામાં આવી હતી. આ કાર જાણીતા કાર્ટૂન ધ ટ્રાન્સફોર્મર્સ જઝ્ઝ, ઓપ્ટિમસ પ્રાઇમ્સ રાઇટ હેન્ડ રોબોટ અને માર્ટિની રેસિંગ કલર્સ પરથી પ્રેરિત હતી.

5. પોર્શે 956

5. પોર્શે 956

આ કારનું નિર્માણ 1982માં કરવામાં આવ્યું હતું, આ કાર 635 એચપી જનરેટ કરતી હતી અને 800 કેજીની કાર નુર્બુર્ગ્રિંગમાં ફાસ્ટેસ્ટ વ્હીકલનો ઓલ ટાઇમ રેકોર્ડ ધરાવે છે, આ કારે 20.81 કિ.મી સર્કિટ 6:11.13માં પૂર્ણ કરી હતી.

4. પોર્શે લોગો

4. પોર્શે લોગો

પોર્શેનો લોગો બે કોટ ઑફ આર્મ્સ(ઢાલ અથવા તો કુલચિન્હ)ના કોમ્બિનેશન પરથી બનાવવામાં આવ્યો છે. મુખ્ય શિલ્ડને સ્ટેટ ઓફ વુર્ટ્ટેમ્બર્ગના મુક્ત થયેલા લોકોમાંથી લેવામાં આવેલું છે અને મધ્ય ભાગને સ્ટુટ્ટગર્ટના કોટ ઑફ આર્મ્સમાંથી લેવામાં આવ્યું છે.

3. પોર્શે સુપર

3. પોર્શે સુપર

પોર્શે સુપરને સાંભળતા જ એવું લાગે કે આ કોઇ સુપર કાર હશે, પરંતુ આ એક ટ્રેક્ટર છે, જેમાં એર કૂલ્ડ, ફોર સ્ટ્રોક, 2625 સીસી, ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 38 બીએચપી જનરેટ કરે છે, જેને પોર્શે દ્વારા બનાવવામાં આવ્યું છે અને આજે પણ આ પ્રોડક્ટ સારા એવા પૈસા કમાય છે.

2. પોર્શે ડિઝાઇન

2. પોર્શે ડિઝાઇન

2003માં પોર્શે ખાતે પ્રોડક્ટ ડિઝાઇન સ્ટૂડિયો બનાવવામાં આવ્યો હતો. જે કારમેકર્સનો પોતાનો છે. કંપની દ્વારા પાવર ટૂલ્સ, કિચન એસેસરિઝ, સ્પીકર સિસ્ટમ, મોબાઇલ ફોન્સ, લગેજ, ક્લોથિંગ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તેમ છતાં શેવ, સ્મોકિંગ પાઇપ્સ, લગેજ એસેસરિઝ અને આઇવિયરની ડિઝાઇન પણ ત્યાં તૈયાર કરવામાં આવે છે.

1. પોર્શે ડ્રાઇવર ‘ચીટ'

1. પોર્શે ડ્રાઇવર ‘ચીટ'

આ ખરા અર્થમાં મેન્સ કાર મેગેઝીન દ્વારા પબ્લિશ્ડ કરવામાં આવ્યું હતું. પોર્શે કારના માલિકોમાંથી 50 ટકા લોકો પોતાના માતા-પિતાને છેતરે છે અને વિશ્વાસઘાત કરે છે. આ સર્વે હમ્બર્ગ સ્થિત ઓપિનિયન પોલ ઇન્સિટ્યૂટ જેવિસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 20થી 50 ઉમર સુધીના 2253 પુરુષ અને મહિલા ડ્રાઇવર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

English summary
Porsche, the German automobile supercar manufacturer has given the world cars that could be considered masterpieces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X