For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની ટોપ 10 ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ બજારમા આપણે અનેક એવી કાર્સ જોઇએ છીએ જે હાઇ ટોપ સ્પીડ ધરાવતી હોય છે, તો કેટલીક કાર્સ એક્સેલરેશન પર વધારે ધ્યાન આપે છે. અમે આપણી રોજિંદા વપરાશમાં આવતી સામાન્ય કાર્સ અંગે વાત નથી કરી રહ્યાં પરંતુ અમે એવી કાર્સ અંગે વાત કરી રહ્યાં છીએ જેમાં પરફોર્મન્સ મશિન પર વધારે ફોકસ કરવામાં આવ્યું હોય, જેતે કાર નિર્માતા કંપનીઓ દ્વારા ખાસ એન્જીનિર્યસની મદદથી પાવર પેક્ડ એન્જીન બનાવડાવ્યા હોય.

વિશ્વભરમાં એવી ઘણી જ કાર્સ છે, જેનું એન્જીન દમદાર છે અને જે ટોપ સ્પીડ પકડવા માટે સક્ષમ છે. આજે અમે અહીં વિશ્વની ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ પ્રોડક્શન કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. અત્યારસુધી આપણે બુગાટીને ઝડપી કાર માનતા હતા, પરંતુ અન્ય ઘણી કાર્સ છે, જે પોતાની સ્પીડ માટે જાણીતી છે, તો ચાલો તસવીરો થકી વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સ અંગે જાણીએ.

ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સ

ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સ

વિશ્વની ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સ અંગે જાણવા માટે આગળ તસવીરો પર ક્લિક કરો.

10. એસએસસી અલ્ટિમેટ એરો ટીટી

10. એસએસસી અલ્ટિમેટ એરો ટીટી

આ યાદીમાં 10માં ક્રમે આવે છે નોર્થ અમેરિકન એસએસસી અલ્ટિમેટ એરો ટીટી, જે 0-100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 2.9 સેકન્ડમાં હાંસલ કરી શકે છે. આ કાર અંગે શેલબી સુપર કાર્સ(એસએસસી)ના ઓનર જેરોડ શેલબી કહે છેકે, હું એક એવી કાર ઇચ્છતો હતો કે જેને માત્ર જમણા પગથી રેસ જ ના આપી શકો પરંતું તેને જમણા પગથી હેન્ડલ પણ કરી શકો.

9. લેમ્બોર્ગિની મુર્સિએલાગો એલપી 670-4 સુપર વેલોસ

9. લેમ્બોર્ગિની મુર્સિએલાગો એલપી 670-4 સુપર વેલોસ

આ કારને 2009માં લોન્ચ કરાઇ હતી અને તેના 186 યુનિટ જ પ્રોડ્યુસ કરાયા હતા. આ કારમાં 6.5 લિટર વી12 મોટર છે, જે 661 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે અને 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ તે માત્ર 2.8 સેકન્ડમાં હાંસલ કરી શકે છે. ઓરિજીનલ મુર્સિએલાગો કરતા આ કાર 100 કિલો હળવી છે, આ કારમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સિક્સ પિસ્ટ સેલીપેર્સ સાથે 15 ઇન્ચ કાર્બન સિરેમિક ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.

8. લેમ્બોર્ગિની એવેન્ટાડોર

8. લેમ્બોર્ગિની એવેન્ટાડોર

એવેન્ટાડોરને માર્કેટમાં લાવવા માટે કંપનીએ મુર્સિએલાગો એસવીના 186 યુનિટ બનાવ્યા હતા. આ કારમાં ઓલ ન્યુ વી12 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 690 બીએચપી પ્રોડ્યુસ કરી શકે છે. આ કાર 0થી 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ 2.7 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.

7. પોર્શે 911 ટર્બો એસ

7. પોર્શે 911 ટર્બો એસ

લેટેસ્ટ 911 ટર્બો ઘણી જ ફાસ્ટ કાર છે, તેમાં કોઇ શંકા નથી, કારણ કે 553 હોર્સપાવર અને 553 એનએમનો ટાર્ક દરેક વ્હીલમાં જાય છે તેમજ પીડીસીસી અને પીડીકે ટ્રાન્સમિશનથી આ કાર સારી શક્તિ મેળવી શકે છે. આ કાર 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ માત્ર 2.6 સેકન્ડમાં હાસલ કરી શકે છે. 50 વર્ષથી આ કારનું પ્રોડક્શન થઇ રહ્યું છે અને તે દરરોજ વધુ આધુનિક થઇ રહી છે.

6. મેક્લારેન પી1

6. મેક્લારેન પી1

મેક્લારેન એફ 1 રોડ કારની હાયબ્રિડ પી1 મોટાભાગે વેચાઇ ગઇ છે. આ કારની કિંમત 1 મિલિયનની આસપાસ છે આ કારમાં એફ 1 ટેક્નોલોજી છે, જે 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ માત્ર 2.6 સેકન્ડમાં હાસલ કરી શકે છે. આ કાર બ્રિટિશ એન્જીનીયર્સ દ્વારા બનાવવામાં આવેલી સૌથી રોમાંચક કાર હશે.

5. કાપારો ટી1

5. કાપારો ટી1

આ યાદીમાં પાંચમા ક્રમે વધુ એક બ્રિટન કાર છે. આ કારના પ્રોડક્શનની યોજના 2007ના મધ્યકાળમા કરવામાં આવી હતી. 25 જેટલી આ કારનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. આ કારમાં એફ 1 ટેક્નોલોજી, કાર્બન ફાઇબર બોડી રેસ કાર 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 2.5 સેકન્ડમાં હાસલ કરી શકે છે. આ કારનું વજન 475 કેજી છે, તેમાં વી8 મેનાર્ડ એન્જીન છે, જે 575 હોર્સપાવર 10,500 આરપીએમએ પ્રોડ્યુસ કરે છે.

4. બુગાટી વેયરોન સુપર સ્પોર્ટ

4. બુગાટી વેયરોન સુપર સ્પોર્ટ

બુગાટી અંગે કોણ નહીં જાણતું હોય. બુગાટીની આ કાર 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 2.46 સેકન્ડમાં હાસલ કરી શકે છે, આ કારમાં 1200 બીએચપી પ્રોડ્યુસ કરી શકે છે ને 415 કિ.મી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે.

3. નિસાન જીટી-આર-નિસ્મો

3. નિસાન જીટી-આર-નિસ્મો

નિસાનની આ ફાસ્ટેસ્ટ કારમાં એજ પ્રકારના સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે, જે સામાન્ય કાર્સમાં હોય છે. આ કાર સ્ટાન્ડર્ડ જીટી-આર કરતા 50 હોર્સપાવર વધારે એટલે કે 595 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. અને આ કાર 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ 2.4 સેકન્ડમાં પકડી શકે છે.

2. પોર્શે 918 સ્પાઇડર

2. પોર્શે 918 સ્પાઇડર

વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર્સની યાદીમાં પોર્શેની 918 સ્પાઇડર બીજા ક્રમે આવે છે. આ કારમાં ગેસોલિન એન્જીન છે. જે 608 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. જે બે ઇલેક્ટ્રિક મોટર્સથી સપોર્ટેડ છે અને 279 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. આ કાર 0થી 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ 2.4 સેકન્ડમાં હાસલ કરી શકે છે.

1. એરિયલ એટોમ 500 વી8

1. એરિયલ એટોમ 500 વી8

આ યાદીમાં એટોમ 500 વી8 પહેલા ક્રમે આવે છે. આ કારને વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ એક્સેલરેટિંગ કાર કહેવામાં આવે છે. આ કારનું વજન 550 કેજી છે, અને તે 500 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. આ કારની ઝડપ અંગે વાત કરવામાં આવે તો તે 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 2.3 સેકન્ડમાં હાસલ કરી શકે છે.

English summary
While some four-wheeled species are capable of attaining ridiculously high top speeds, others prefer to do battle on the acceleration front. We're not talking about your everyday cars obviously, but extremely focused performance machines from top-class automakers keen to express their engineering prowess over their rivals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X