• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટોપ 10 કાર અકસ્માતો, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ

|

હાલના આધુનિક દિવસોની વાત કરવામાં આવે તો જે પ્રકાર વાહનોની સંખ્યા વધી છે, તેની સરખામણીએ અકસ્માતોની ઘટના પણ વધી રહી છે. મોટાભાગના અકસ્માતોમાં લોકો દ્વારા કારને વધુ સ્પીડે ચલાવવામાં આવી હોવાના કારણે, ડ્રાઇવિંગ દરમિયાન ઉંઘી જવાના કારણે અથવા તો ડ્રન્ક કરીને ડ્રાઇવ કરવાના કારણે થતાં હોય છે.

આમાના કેટલાક અકસ્માતો એવા હોય છે, જેને એક ખરાબ ઘટના ગણી આપણે ભુલાવી દેતા હોઇએ છીએ, તો કેટલાક અકસ્માતોમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આજે અમે અહીં વિશ્વના ટોપ 10 એવા અકસ્માતો અંગે જણાવી રહ્યાં છીએ, જેનું રહસ્ય આજ સુધી અકબંધ છે કે આ અકસ્માતો સર્જાયા કેવી રીતે? તો ચાલો તસવીરો થકી એ અકસ્માતો અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- લોંગ ડ્રાઇવ નહીં હોય કંટાળાજનક, મોદી સરકાર આપશે આ સુવિધાઓ

આ પણ વાંચોઃ- ભારતના 10 અમેઝિંગ એક્સપ્રેસ વેમાં આવે છે ગુજરાતનો આ હાઇવે

આ પણ વાંચોઃ- ભારતીય રસ્તાઓ માટે આ કાર્સ છે શ્રેષ્ઠ

ટોપ 10 રહસ્યમયી અકસ્માત

ટોપ 10 રહસ્યમયી અકસ્માત

વિશ્વના ટોપ 10 રહસ્યમયી અકસ્માત અંગે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

10. કેઇલ પીટરસન

10. કેઇલ પીટરસન

કેઇલ પીટરસનના માતાએ જણાવ્યા પ્રમાણે કેઇલ પોતાના જીવનમાં બની રહેલી કેટલીક ઘટનાઓથી નારાજ હતો, 24મી ફેબ્રુઆરી 2014ના રોજ તે પોતાની એસયુવી કાર લઇને ઓરેગનના ટ્રોઉટ્ડેલ ખાતેથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, ત્યારે તેની આંખો લાગી જતા તે ગાર્ડડ્રિલ સાથે અથડાયો હતો. ત્યારબાદ પોલીસે તેને દંડ ફટકાર્યો હતો, બાદમાં તે પોતાની એસયુવીમાં ફરી બેઠો હતો અને તેની એસયુવી ગાઢ જંગલમાં ઘુસી ગઇ હતી, અમુક સમય બાદ તેનો મૃતદેહ નદી પાસેથી મળ્યો હતો. અકસ્માત બાદ તે જંગલમાં કે જતો રહ્યો તે આજે પણ રહસ્યમયી છે.

9. મિશેલ હેસ્ટિંગ

9. મિશેલ હેસ્ટિંગ

મિશેલ હેસ્ટિંગ રિપોર્ટર હતા, તેઓ ન્યુઝ વીક માટે ઇરાક યુદ્ધને કવર કરી રહ્યાં હતા, તેમની મંગેતરનું મોત રોડ બોમ્બિંગ દરમિયાન થયું હતું, એક દિવસ 18 જૂન 2013ના રોજ તેમની મર્સીડિઝ સી250 એક તાડના વૃક્ષ સાથે અથડાઇ અને સળગી ગઇ હતી, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના મિત્રોનું કહેવું છેકે તેમણે મેઇલ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને કંઇક મહત્વની વાત જાણવા મળી છે અને એફબીઆઇ તેમની સાથે વાત કરી રહી છે. જોકે એફબીઆઇએ આ અકસ્માત સાથે તેમનું કોઇ જોડાણ નહીં હોવાનું જણાવ્યું હતું.

8. જીઓફ્રે વિલ્સન

8. જીઓફ્રે વિલ્સન

24 મે 2013ના રોજ જીઓફ્રે વિલ્સન પોતાના મિત્રના લગ્નમાં ગયા હતા, ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે એક બારમાં જઇને ડ્રિન્ક કર્યું હતું અને પોતે રેન્ટ પર લીધેલી એસયુવીમાં ઘરે જઇ રહ્યાં હતા. મિત્રોને લાગ્યું કે તેઓ ઘરે પહોંચી ગયા છે, પરંતુ જીઓફ્રેએ બાર છોડ્યાના થોડાક સમય બાદ જ 911 પર કોલ આવ્યો હતો કે એક એસયુવીને અકસ્માત નડ્યો છે. પોલીસ પહોંચી ત્યારે તેમાં જીઓફ્રે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થામાં હતો. પોલીસે એવું તારણ કાઢ્યું કે જીઓફ્રે પીધેલી હાલતમાં હતો એટલે અકસ્માત થયો હતો, પરંતુ પરિવાર એ માનવા તૈયાર નથી.

7. પેટ્રિસિઆ મીહાન

7. પેટ્રિસિઆ મીહાન

20 એપ્રિલ 19889ના રોજ પેટ્રિસિઆ મીહાનની કારનો અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો અને તે ત્યાંથી ભાગી ગઇ હતી. જોકે તે પોતાના ઘરે પહોંચી નહોતી. પોલીસે શોધખોળ કરી પરંતુ મળી નહોતી એક દિવસ પોલીસે મોર્નિંગ સ્ટાર નામની મહિલાની ધરપકડ કરી હતી, પરંતુ પેટ્રિસિઆના પરિવારે કહ્યું કે આ એ નથી, આજ સુધી પેટ્રિસિઆ મળી નથી.

6.ઓલ્ડનૉલ રોડ અકસ્માત

6.ઓલ્ડનૉલ રોડ અકસ્માત

આ ઇંગ્લેન્ડનો ઘોસ્ટ રોડ કહેવાય છે. ડ્રાઇવરોનું કહેવું છેકે તેઓ અહીં એક યુવતીની આત્મા જુએ છે, જે તેમને અકસ્માત કરવા પ્રેરે છે. જોકે 2008માં પેરાનોર્મલ રિસર્ચર દ્વારા ત્યાં સંશોધન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને કંઇ જ મળ્યું નહોતુ. ડીસેમ્બર 2011માં ત્રણ દિવસમાં ચાર કારને અકસ્માત નડ્યો હતો, પોલીસે આ રોડમાં વાતાવરણની અસર હોવાનું જણાવ્યું પરંતુ ડ્રાઇવરોનું કહેવું છે, તેની અસર એટલી નથી હોતી કે અકસ્માત સર્જાય.

5. ગ્રૅટફુલ ડોએ

5. ગ્રૅટફુલ ડોએ

26 જૂન 1995ના રોજ ફોક્સવેગનની એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યાં હતા. એક વ્યક્તિની ઓળખ કારના માલિક તરીકે થઇ હતી, જે કાર ચલાવી રહ્યાં હતા. તેમનું નામ મિશેલ હેગર હતું. પરંતુ તેમની સાથે બેસેલી વ્યક્તિની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. તેના ડીએનએ એકપણ વ્યક્તિને મળી રહ્યાં નથી.

4. વિલી મેકરે

4. વિલી મેકરે

વિલી ગ્લાસગોના જાણીતા વકીલ હતા, તેમજ તેઓ અન્ટી ન્યુક્લિયરના શક્તિશાળી કેમ્પેનર હતા, 4 એપ્રિલ 1986ના રોજ તેમના એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, ત્યારબાદ તેઓ પોતાના કેટેજમાં રેહવા ગયા હતા, જ્યાં તેમને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી. પહેલા એવુ લાગી રહ્યું હતું કે આ આત્મહત્યા છે, પરંતુ ગન તેમની કારથી થોડેક દૂર મળી હતી. પોલીસ હજુ સુધી જાણી શકી નથી કે આ આત્મહત્યા હતી કે હત્યા?

3. ક્રિસ્ટેન સ્કુબિશ

3. ક્રિસ્ટેન સ્કુબિશ

24 જૂન 1990 ક્રિસ્ટેન અને તેમના પુત્ર નિકને એક ગંભીર અકસ્માત નડ્યો હતો. તેમની કાર 40 ફૂટ નીચે મળી હતી. આ કાર પાંચ દિવસ ત્યાં રહી હતી અને બાદમાં પોલીસને મળી હતી. આ કાર ત્યાં સુધી ન મળત જ્યાં સુધી એક યુગલ ત્યાંથી નિકળ્યું અને તેમણે એક મહિલાની લાશને નગ્ન અવસ્થામાં જોઇ. પોલીસે તપાસ કરતા કારમાં નિકની બોડી મળી હતી. લોકોનું કહેવું છેકે આ મૃતદેહ ક્રિસ્ટેનનો છે જે પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

2. જોર્જ એસ. પેટ્ટોન

2. જોર્જ એસ. પેટ્ટોન

જોર્જ યુએસ આર્મીના ઘણા જ જાણીતા જર્નલ હતા. 8 ડીસેમ્બર 1945ના રોજ તેમની કાર એક ટ્રક સાથે અથડાઇ હતી જેમાં તેમને નાકના ભાગે ઇજા થઇ હતી. તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા તે હોસ્પિટલમાં તેનું હૃદય બંધ પડી જવાથી મોત નિપજ્યું હતું. જોકે કેટલાક લોકોનું માનવું છેકે આ એક હત્યાં છે.

1. પ્રિન્સેસન ડાયેના

1. પ્રિન્સેસન ડાયેના

1990ના દશકામાં બનેલી આ એક સૌથી કરૂણ અને આંચકારૂપ ઘટના છે. તેમની મર્સીડિઝ કારને એક ટનલમાં અકસ્માત નડ્યો હતો, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમા તેમનું મોત નીપજ્યું હતું. ટનલમાં 14 કેમેરા હોવા છતાં પણ આ ઘટના એકપણ કેમેરામાં કેદ થઇ નહોતી. આ અકસ્માત આજે પણ રહસ્યમયી છે.

English summary
Accidents are common occurrences in modern days. There are many incidences about people getting involved in accidents like high speed collisions, falling asleep while driving, drunk or just plain acts of idiocy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more