• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શા માટે ખરીદવી સ્કોડા ઓક્ટિવા આ રહ્યાં 10 કારણ

|

ભારતીય બજારમાં શાનદાર કાર રજુ કરનારી ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કંપની સ્કોડાએ તાજેતરમાં દેશમાં પોતાની શાનદાર સિડાન કાર ઓક્ટિવાના સફરની શરૂઆત ફરી એકવાર કરી છે. સ્કોડાએ પોતાની ઓક્ટિવાના નવા સંસ્કરણને બજારમાં રજુ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત 13.95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ઘણા જ આકર્ષક લુક અને નવા દમદાર એન્જીનની ક્ષમતા સાથે સ્કોડા ઓક્ટિવાનો નવો અવતાર પ્રીમિયમ સિડાન સેગ્મેન્ટમાં દિગ્ગજ કાર્સને આકરી ટક્કર આપવા માટે સક્ષમ છે. કંપનીએ નવી ઓક્ટિવામાં કેટલાક એવા શાનદાર ફીચર્સ સામેલ કર્યા છે, જે બીજી કાર્સમાં જવલ્લેજ જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ નવી સ્કોડા ઓક્ટિવા શા માટે ખરીદવી તેના 10 મુખ્ય કારણો.

મુખ્ય કારણો

મુખ્ય કારણો

કંપનીએ નવી સ્કોડા ઓક્ટિવામાં કેટલાક એવા શાનદાર ફીચર્સ સામેલ કર્યા છે, જે તમને નક્કી આકર્ષિત કરશે. નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો કાર ખરીદવા માટેના 10 મુખ્ય કારણો.

બાઇ-જેનોન હેડલેમ્પ

બાઇ-જેનોન હેડલેમ્પ

સ્કોડાએ પોતાની આ સિડાન કરામાં બાઇ જેનોન હેડલેમ્પનો પ્રયોગ કર્યો છે. જે એક શાનદાર સ્ટાઇલિશ લુકની સાથે આકર્ષક એલઇડી લાઇટયુક્ત છે. રાત્રીના સમયે ડ્રાઇવિંગ દરમિયાન બાઇ જેનોન હેડલેમ્પ ચાલકને રસ્તા પર ઉપયુક્ત પ્રકશને વધુ શાનદાર બનાવી દે છે.

પેનારોમિક સનરુફ

પેનારોમિક સનરુફ

સ્કોડાએ નવી ઓક્ટિવામાં શાનદાર પેનારોમિક સનરુફનો પ્રયોગ કર્યો છે, જે બ્લેક ટિંટેડ ગ્લાસયુક્ત છે. કારની અંદર આ ગ્લાસ થકી અંદર આવતો પ્રકાશ કારની અંદરના માહોલને વધુ ખુશનુમાં બનાવી દે છે. આ ઉપરાંત એક બટના પ્રયોગ માત્રથી તમે આ સનરુફને ઓપન કરીને બહારના મોસમની મજા માણી શકો છો.

શાનદાર ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ

શાનદાર ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ

કંપનીએ આ કારમાં શાનદાર ઇન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે. શાનદાર 8 ઇંચની ટીએફીટ કલર ટચસ્ક્રીન ડિસપ્લે. જેનાથી ચાલક ડ્રાઇવિંગ દરમિયાન સ્ટીયરિંગ પર આપવામાં આવેલા કંટ્રોલ બટનથી સહેલાયથી નિયંત્રિત કરી શકો છો. આ ઓડિયો સિસ્ટમમાં તમે એસડી અને એમએમસી કાર્ડ અને યુએસબી ડ્રાઇવનો પ્રયોગ કરી શકે છે. આ ઉપરાંત તમે આઇપોડ અને બ્લ્યુટૂથથી પણ કનેક્ટ કરી શકો છો.

6 એરબેગ

6 એરબેગ

કંપની આ કારમાં શાનદાર ફીચર્સ અને આરામદાયક સફર સાથે અંદરની સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જી હાં, કંપનીએ આ નવી સ્કોડા ઓક્ટિવામાં છ શાનદાર એરબેગને સામેલ કર્યા છે. જે કોઇપણ આપાત સ્થિતિમાં કારની અંદર આગળની તરફ અને પાછળની તરફ બેસેલા લોકોની સુરક્ષા પ્રદાન કરે છે.

રેન સેંસર વાઇપર્સ

રેન સેંસર વાઇપર્સ

આ કારમાં એ તમામ સુવિધા આધુનિક ટેક્નોલોજીને તમે સહેલાયથી મેળવી શકશો, જે બીજી કાર્સની સરખામણીએ નવી ઓક્ટિવાને શાનદાર બનાવવાની સાથોસાથ યુનિક પણ બનાવે છે. કંપનીએ ઓક્ટિવામાં શાનદાર ઓટોમેટિક રેન સેંસર એ સમયે ઓટોમેટિક સક્રિય થઇ જાય છે, જ્યારે વરસાદ પડે છે, જેના કારણે ઓટોમેટિક જ કારના વાઇપર કાર્ય કરવાનું શરૂ કરી દે છે. એટલું જ નહીં સ્પીડના આધારે આ વાઇપરની સ્પીડ પણ બદલાતી રહે છે.

પાર્કટ્રોનિક સેંસર

પાર્કટ્રોનિક સેંસર

નવી સ્કોડા ઓક્ટિવામાં શાનદાર પાર્કટ્રોનિક સેંસરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાર્કટ્રોનિક સેંસર ચાલકને કાર પાર્કિંગ દરમિયાન સામે અને પાછળ બન્ને તરફની જેતે સમયની જાણકારી આપી છે. સિગ્નલના માધ્યમથી ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમમાં આપવામાં આવેલા એલસીડીમાં ચાલક કારની આસપાસની સ્થિતિનો યોગ્ય નિર્ણય કરી શકે છે, જેનાથી તમે તમારી કારને શાનદાર ઢંગથી સહેલાયથી પાર્ક કરી શકે છે.

ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ

ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ

કંપનીએ અન્ય ફીચર્સની સાથે નવી સ્કોડા ઓક્ટિવામાં શાનદાર સીટિંગ વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે. ઇલેક્ટ્રોનિકલી ફીચર્સ સીટને તમે તમારી અનુકુળતા અનુસાર એડજેસ્ટ કરી શકો ચો. એટલું જ નહીં તમે આ સીટને 12 અલગ-અલગ રીતે ફોલ્ડ કરી શકો છો, જે દરેક ચાલકને શાનદાર સીટિંગ પ્રદાન કરે છે. આ ઉપરાંત આ ઇલેક્ટ્રોનિકલી ફીચર્સ સીટમાં 3 ડિફરન્ટ મેમરી ને પણ સેવ કરી શકાય છે, જે અલગ-અલગ મોડમાં કાર્ય કરે છે.

ટોયર પ્રેશર મોનિટર

ટોયર પ્રેશર મોનિટર

કારમાં ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમનો શ્રેષ્ઠ રીતે પ્રયોગ કરવામા આવ્યો છે. જે ડ્રાઇવિંગ દરમિયાન સ્પીડોમિટરમાં એક સિગ્નલના માધ્યમથી ચાલકને ટાયરની વાસ્તવિક સ્થિતિની જાણકારી પ્રદાન કરે છે. જો ટાયરમાં હવા ઓછી થાય છે તો આ સિગ્નલના માધ્યમથી ચાલકને ચેતવે છે.

 ઇલેક્ટ્રોનિકલી સ્ટેબિલિટી કન્ટ્રોલ

ઇલેક્ટ્રોનિકલી સ્ટેબિલિટી કન્ટ્રોલ

ઇલેક્ટ્રોનિકલી સ્ટેબિલિટી કન્ટ્રોલ એક ઘણી જ શાનદાર અને જરૂરી ટેક્નોલોજી છે. આ ટેક્નિક કોઇપણ આપાત સ્થિતિમાં ચાલકને ડ્રાઇવિંગ દરમિયાન વધુમાં વધુ સંતુલન પ્રદાન કરે છે. જો કાર કોઇ કારણે લપસી રહી હોય તો આ ટેક્નિક કારના એબીએસ એમકેટી અને અન્ય એસિસ્ટેંસના તત્કાળ પ્રભાવ સક્રિય કરે છે. જેનાથી કારને લપસવાની સંભાવના નહીં બરોબર થઇ જાય છે. ખાસ કરીને પર્વતિય વિસ્તારોમાં આ સિસ્ટમ ઘણી જ ઉપયોગી છે.

ડ્યુએલ જોન ક્લાઇમેટ્રોનિક એર કંડિશનર

ડ્યુએલ જોન ક્લાઇમેટ્રોનિક એર કંડિશનર

પાછળની તરફ શાનદાર એસી વેંટનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કારની અંદરના આખા માહોલને ઠંડો અને વાતાવરણ અનુસાર કરી દે છે. આ ડ્યુએલ જોન ક્લાઇમેન્ટ્રોનિક એર કંડિશનર છે. સ્કોડા ઓક્ટિવાના એસી વેંટને કંપનીએ એ પ્રકારે તૈયાર કર્યો છે કે, કારની અંદર લગભગ તમામ ભાગોને ખુશનુમાં બનાવવા માટે એ સક્ષમ છે.

English summary
Top 10 reasons to buy 2013 Skoda Octavia | Here are the best features offered by new Skoda Octavia which makes it must buy sedan its segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more