For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરમોટ શોમાં રજૂ કરાઇ આ 5 સુપર બાઇક્સ

|
Google Oneindia Gujarati News

જર્મનીના કોલોજેન ખાતે 2014 ઇન્ટરમોટ મોટરસાઇકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઓટોમોબાઇલ બ્રાન્ડ દ્વારા પોતાના લેટેસ્ટ અને આવનારા મોડલ્સને પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં મહિન્દ્રાએ પોતાની નવી સ્કોર્પિયો ઉપરાંત મહિન્દ્રા ગસ્ટોને પર પ્રદર્શિત અર્થે મુકી છે. આ ઉપરાંત કાવાસાકી, કેટીએમ, બીએમડબલ્યુ, ડુકાટી, મર્સીડિઝ બેન્ઝ, ફોક્સવેગન જેવી અનેક જાણીતી બ્રાન્ડ્સ દ્વારા પોતાની પ્રોડક્ટને પ્રદર્શિત કરવામાં આવી છે.

વાત સુપર પાવર મોટરસાઇકલની કરવામાં આવે તો આ શો દરમિયાન પ્રદર્શિત પાંચ શાનદાર બાઇક્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે પોતાના પાવર્સ માટે જાણીતા છે. કાવાસાકીને પોતાની સુપર બાઇક નિન્ઝા એચ2આરને તો કેટીએમએ પોતાની સુપર એડવેન્ચર બાઇકને પ્રદર્શિત અર્થે મુકી છે. બીજી તરફ ડુકાટીએ બેઝિક ડિઝાઇનવાળી સ્ક્રમ્બલરને તો બીએમડબલ્યુએ એસ1000 આરઆરને રજૂ કરી છે. તો ચાલો આ બાઇક્સ અંગે જાણકારી મેળવીએ.

કાવાસાકી નિન્ઝા એચ2આર
આ બાઇકમાં 998 સીસી, ઇનલાઇન-4 પાવરપ્લાન્ટ એન્જીન છે, જે 300 એચપી હોર્સપાવર જનરેટ કરે છે. આ બાઇકને ધરતી પર બનાવવામાં આવેલી સૌથી પાવરફુલ પ્રોડક્શન મોટરસાઇકલ માનવામાં આવી રહી છે.

કેટીએમ 1290 સુપર એડવેન્ચર
આ બાઇકમાં 1301 સીસી, 75 ડિગ્રી વી ટ્વિન મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 162 પીએસ પીક પાવર અને 140 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ બાઇકને ઇન્ટરમોટ શોમાં રજૂ કરવામાં આવી છે.

ડુકાટી સ્ક્રમ્બલર
આ બાઇકમાં 803 સીસી, એલ-ટ્વિન, ડેસ્મોડ્રામિક, એરકૂલ્ડ, ઇયુરો 3 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 75 એચપી અને 68 એનએમ ટાર્ક ઉત્પન્ન કરી શકે છે.

2015 બીએમડબલ્યુ એસ1000 આરઆર
આ બાઇકમાં બીએમડબલ્યુએ એર એન્ડ લિક્વિડ કૂલ્ડ ડીઓએચસી બોક્સર એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે 199 એચપી જનરેટ કરે છે. આ બાઇકને 2014 ઇન્ટરમોટ મોટરસાઇકલ શોમાં રજૂ કરવામાં આવી છે.

top-5-motorcycles-in-intermot-motorcycle-show
સુઝુકી જીએસએક્સ-એસ1000
સુઝુકીએ પોતાની નવી લિટર ક્લાસ સ્ટ્રીટ બાઇક જીએસએક્સ-એસ1000ને 2014 ઇન્ટરમોટ મોટરસાઇકલ શોમાં રજૂ કરી છે. 4 સ્ટ્રોક, 4 સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, ડીઓએચસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
Top 5 motorcycles-in intermot motorcycle show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X