• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ પાંચ કારણોના લીધે થાય છે તમારી કાર વાઇબ્રેટ

|

ડ્રાઇવિંગ દરમિયાન આમ તો આપણે દરેક વાતનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ ક્યારેક-ક્યારેક જ્યારે તમે ડ્રાઇવ પર હોવ છો ત્યારે અચાનક કારની કેટલીક ખામીઓ તમને પરેશાનીમાં મુકી દે છે. જેમ કે, કારમાં વાઇબ્રેસન(કંપન), કાર ડ્રાઇવિંગ દરમિયાન જો તમારી કાર વાઇબ્રેટ થાય છે, તો પછી કાર ગમે તેટલી સારી કેમ ના હોય, પરંતુ સફરની મજા મારી નાંખે છે.

ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ કે જે અંગે થોડીક તકેદારી રાખવામાં આવે તો તમારા સફરમાં ઉદ્દભનારી મુશ્કેલીઓ ઓછી થઇ જશે અને તમે તમારી સફરનો આનંદ માણી શકશો. આ વખતે અમે પાંચ મુખ્ય કારણો અંગે જણાવીશું જેના કારણે તમારી કાર ડ્રાઇવિંગ દરમિયાન વાઇબ્રેશન એટલે કે કંપન થાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કારણમાં વાઇબ્રેશનના મુખ્ય પાંચ કારણો.

એન્જીનમાં ઉત્પન્ન થનારી સમસ્યા

એન્જીનમાં ઉત્પન્ન થનારી સમસ્યા

ડ્રાઇવિંગના મુખય કારણમાં વાઇબ્રેશનના કેટલાક કારણોમાંનું આ પણ એક મુખ્ય કારણ છે. જીહાં, જો તમારી કારમાં એન્જીન ઠીક પ્રકારે કાર્ય ના કરી રહ્યું હોય તો તમને ડ્રાઇવિંગ સમયે વાઇબ્રેશનની અનુભૂતિ થશે. જેનું કારણ એ છે કે જો તમારી કારનું એન્જીન ઉપયુક્ત માત્રામાં એર(હવા) અથવા તો પછી ઇંધણ ના હોય, તો એન્જીનના ચાલમાં રૂકાવટ આવે છે. જેના કારણે કાર સહેલાયથી નથી ચાલતી, જેને તમે અંગ્રેજીમાં સ્મૂથ ડ્રાઇવ કહે છે. તેથી પોતાની કારને સ્પાર્ક પ્લગને એકવાર અવશ્ય ચેક કરો, જો તે ઠીક પ્રકારે લાગેલા છે કે નહીં અથવા તો પછી બદલવાની જરૂર નથીને.

કારની એક્સલમાં સમસ્યા

કારની એક્સલમાં સમસ્યા

કારના એક્સલનો એ હિસ્સો હોય છે, જે બે વ્હીલને એક સાથે જોડે છે. જેવું કે તમે તસવીરમાં જોઇ શકો છો, તેમ કારના બન્ને વ્હીલને પાઇપ સાથે જોડવામાં આવે છે, તેને કારની એક્સલ કહેવાય છે. જ્યારે તમે ખરાબ રસ્તાઓ પર ડ્રાઇવ કરો છો, તેની સીધી અસર કારની એક્સલ પર પડે છે, તેથી કારમાં સંસ્પેન્શનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, પરંતુ ક્યારેક એક્સલ તમારા સ્ટીયરિંગ અનુસાર ફરે છે અથવા તો લાંબા સમય સુધી આવા રસ્તાઓ પર કાર ચલાવવામાં આવે છે, જે એક્સલના આકારમાં પરિવર્તન થઇ જાય છે. જો કે કારમાં વાઇબ્રેશનનું મુખ્ય કારણ બને છે. તેવું પણ જોવા મળે છે કે, ક્યારેક-ક્યારેક ડ્રાઇવિંગ દરમિયાન માત્ર બ્રેક એપ્લાય કરતી વખતે જ કાર વાઇબ્રેટ થાય છે, જેને જાણવા માટે નેક્સ્ટ સ્લાઇડ પર ક્લીક કરો.

કારમાં બ્રેકની સમસ્યા

કારમાં બ્રેકની સમસ્યા

કાર ડ્રાઇવ દરમિયાન બ્રેક એપ્લાય કરતી વખતે કદાચ કોઇ પણ એ વાતનું ધ્યાન નથી રાખતુ કે હાર્ડ બ્રેકિંગની અસર કોઇ પણ રીતે તમારી ડ્રાઇવિંગને પ્રભાવિત કરે છે. વધું બ્રેક એપ્લાય કરવાના કારણે, બ્રેકના રોટર ઘસાવાની સાથે જ ડિસ્ક બ્રેક સિસ્ટમના કારણે રોટર પર એક જ સ્થાન પર વારંવાર ઘસાય છે. જેના કારણે રોટર માત્ર એક તરફ જ ગરમ થવા લાગે છે, જેના કારણે તેના આકારમાં પરિવર્તન થવું એ સ્વાભાવિક છે. તેથી તમે જ્યારે પણ બ્રેકનો પ્રયોગ કરે છે, તો કાર વાઇબ્રેટ થાય છે.

રિમમાં સમસ્યા(વૂબલી વ્હીલ્સ)

રિમમાં સમસ્યા(વૂબલી વ્હીલ્સ)

કારના વ્હીલમાં રિમમાં એલોયમેન્ટના ઉચિત થવા જરૂરી હોય છે. કારણ કે જો રિમનું એલોયમેન્ટ ઠીક ના હોય તો તમારી કારના વ્હીલ એક સમયમાં સમાન દિશામાં નહીં ચાલે, જેના કારણે ડ્રાઇવિંગ દરમિયાન કારમાં વાઇબ્રેશનનો અનુભવ થશે. તેને ચેક કરવા માટે તમે ખાલી રસ્તા પર હાઇ સ્પીડ અંદાજે 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવો અને એ દરમિયાન થોડાક સમય માટે તમારો હાથ સ્ટીયરિંગ પરથી હટાવી લો તો જોવા મળશે કે તમારી કારના સ્ટીયરિંગ વ્હીલમાં કંપન થવાની સાથે જ તમારી કાર માત્ર એક દિશામાં ડાબી-જમણી બાજૂ ભાગશે. આ દરમિયાન તમે સમતલ રસ્તાની જ પસંદગી કરો.

ટાયરમાં સમસ્યા

ટાયરમાં સમસ્યા

કારમાં કંપની થવાનું એક કારણ આ પણ છે કે, તમારી કારનું ટાયર જૂનું હોય. અથવા તો તમામ ટાયર એક સમાન ના હોય. આવું અનેક વાર જોવા મળશે કે લોકો પોતાની કારના પાછળના વ્હીલને બદલવાના બદલે આગળના વ્હીલને પાછળના ભાગે રીપ્લેસ કરી દે છે, પરંતુ તે કરવું ખોટું છે, જ્યાં સુધી તમારી કારના તમામ વ્હીલ એક સમાન નહીં હોય, ત્યાં સુધી કારને વાઇબ્રેશનની સમસ્યા ખત્મ નહીં થાય.

English summary
Are your experiencing problems related to severe vibrations in your car? The reasons for this could be many and it is important to isolate the problem before you rectify it. Here are a few reason which can make your car vibrate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more