For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Car Tips: તમારી પહેલી કાર ખરીદતા પહેલા રાખો આ 6 વાતોનું ધ્યાન

આ લાભ પાંચમે ઘણા લોકો નવી કાર કે બાઇક ખરીદતા હોય છે. હવે અનેક કાર નવી આધુનિક સુવિધાઓથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક સેફ્ટી ફિચર કારમાં તપાસવા જરૂરી છે. તો આ ફીચર્સ કયા છે, વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

આ તહેવારોની ઋતુમાં મોટા ભાગના લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે. એ સમયે આપણે કાર કે બાઇકમાં કેવા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ અને તેના ફિચર કેવા હોવા જોઈએ તેના વિશે જ વિચારતા હોય છે. શું માત્ર એટલી જાણકારી જરૂરી છે? ઘણી વખત લોકો કાર કે બાઇકની ખરીદી કરતી વખતે કેટલીક જરૂરી વસ્તુની જાણકારી અથવા તો કેટલાક ખાસ ફિચરની જાણકારી મેળવવાનું ભૂલી જાય છે. આ અંગેની કેટલીક ખાસ માહિતી અમે લાવ્યા છીએ, તમારે માટે. પહેલી કાર ખરીદતાં પહેલા નીચેની કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અને બ્લૂટૂથ

એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અને બ્લૂટૂથ

કારમાં રહેલા મનોરંજનના સાધનો આપણા માટે કેટલા જરૂરી છે તે તો આપણે જાણીએ છીએ. પરંતુ તેમાં બીજા નવા આધુનિક સાધનો પણ આવ્યા છે. જેમાં કાર કંપનીઓએ સ્ટીરિયો સિસ્ટમની સાથે બ્લૂટૂથ, ઓક્સ અને યૂએસબી કનેક્ટિવિટી પણ આપવાની શરૂ કરી છે. આ ઉપરાંત બીજી કારમાં મ્યુઝિક સિસ્ટમની જગ્યાએ ઇન્ફોટેમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. આ ફંક્શનમાં તમે તમારો મોબાઇલ ફોન પણ ચાર્જ કરી શકો છો.

એબીએસ અને એરબેગ

એબીએસ અને એરબેગ

કાર અને આપણી સુરક્ષા ખુબ જ જરૂરી હોય છે. કાર કે બાઇરમાં એબીએમ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ હોય અથવા કારમાં એરબેગની સિસ્ટમ હોય એ કારની સુરક્ષા માટે ખુબ જરૂરી છે. એબીએમ કારની સ્પીડને વધતા રોકે છે તથા ઇમરજન્સી વખતે તે રસ્તામાં બીજા કોઈ વાહન સાથે અથડાતા રોકે છે. જ્યારે એરબેગ અકસ્માત સમયે કારમાં રહેલા લોકોને ગંભીર પ્રકારની ઇજાઓ થતા રોકે છે.

કેમેરા અને સેન્સર્સ

કેમેરા અને સેન્સર્સ

આજના ભીડભાડવાળા રસ્તાઓ પર આ ફિચર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સેન્સર્સથી જ્યારે આપણે કાર કોઈ જગ્યાએ પાર્ક કરતા હોઇએ છીએ ત્યારે એ આપણને કેમેરાથી પાછળની સ્થિતિ વિશે જણાવે છે અને જો કાર કોઈ વસ્તુની બહુ નજીક આવી જાય છે ત્યારે તે વોર્નિંગ દ્વારા કાર ચાલકને સતર્ક કરે છે.

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ એક પ્રકારનું સેફટી ફિચર છે. આ ફિચરના યોગ્ય ઉપયોગથી તમારી ખરીદેલી કારની ચોરી થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. આ ઉપરાંત ચાલુ કારે તે કારના દરવાજાને પણ લોક રાખે છે. કેટલીક કારમાં સ્પીડ અમુક લિમિટની ઉપર જતાં કાર ઓટોમેટિક લોક થઇ જાય છે.

પાવર વિન્ડો

પાવર વિન્ડો

આજના યુગમાં પાવર વિન્ડોનું ફિચર કોમન થઈ ગયું છે, તે બધા પ્રકારની કારમાં જોવા મળે છે. આ ફિચર માત્ર આરામ માટે નહી પરંતુ કારમાં રહેલા લોકોની સુરક્ષા માટે પણ એટલુ જ જરૂરી છે. તમે જો નવી કાર ખરીદવાના હો તો ચોક્કસ અવી જ કાર લેવાનો પ્રયત્ન કરજો જેમાં આગળની તરફ બે અને બે પાછળની તરફ પાવર વિન્ડો મળે. આ ઉપરાંત તમે બહારથી પણ પાવર વિન્ડો લગાડી શકો છો.

ઓઆરવીએમ

ઓઆરવીએમ

કારની બહારની બાજુ પર લગાવવામાં આવેલા અરીસાને આઉટ સાઇડ રિયર વ્યુ મિરર એટલે કે ઓઆરવીએમ અથવા તો વિંગ મિરર પણ કહેવામાં આવે છે. સુરક્ષિત અને આરામદાયક ડ્રાઇવિંગ માટે આ અરીસો ખૂબ જ ઉપયોગી છે. આજે મોટા ભાગની કારમાં તે સ્ટાન્ડર્ડ ફિચર તરીકે મુકવામાં આવે છે. પરંતુ ઘણી કંપનીઓ એવી પણ છે જે બેસ વેરિઅન્ટમાં માત્ર ડ્રાઇવર સાઇડ જ એડજસ્ટેબલ વિંગ મિરર આપી રહી છે. તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

English summary
top 6 features not to miss out on while buying your first car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X