For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ઓક્ટોબર મહિનામાં લોન્ચ થયેલી કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર દિવસેને દિવેસ વિકાસની ગાથા લખી રહ્યું છે. વિશ્વભરમાંથી જાણીતી કાર નિર્માતા કંપનીઓ દ્વારા ભારતમાં વૈભવી કારથી માંડીને સામાન્ય કાર લોન્ચ કરવામાં આવી રહી છે. વાત સપ્ટેમ્બર મહિનાની કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં અનેક કાર્સને લોન્ચ કરવામાં આવી હતી. જેમાં નવી કાર્સ, ફેસલિફ્ટ તેમજ લિમિટેડ એડિશન્સ લોન્ચ કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં પણ એવું જ કંઇક જોવા મળી રહ્યું છે.

મારુતિ સુઝુકી દ્વારા પોતાની નવી કાર્સ સિયાઝને લોન્ચ કરવામાં આવી છે, જે એક સેડાન કાર છે. આ કારથી કંપનીને ઘણી જ આશા છે. તો બીજી તરફ ફિયાટ દ્વારા એવેન્ટ્યુરા નામે કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવામાં આવી છે. આ બન્ને કાર્સ પોત પોતાના સેગ્મેન્ટમાં કપરી ટક્કર આપી રહી છે. આ ઉપરાંત ટોયોટા દ્વારા પોતાની જાણીતી કાર્સના લેટેસ્ટ વર્ઝનને અને નિસાન દ્વારા પોતાની જાણીતી એસયુવીની એનીવર્સરી એડિશન લોન્ચ કરવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

મારુતિ સુઝુકી સિઆઝ

મારુતિ સુઝુકી સિઆઝ

કિંમતઃ- 7.22થી 10.09 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1.4-લિટર કે-સીરિઝ, 91 બીએચપી, 130 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.50 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ 15.24 કેએમપીએલ શહેરમાં અને 19.12 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 22.4 કેએમપીએલ શહેરમાં અને 26.3 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ફિયાટ એવેન્ટ્યુરા

ફિયાટ એવેન્ટ્યુરા

કિંમતઃ- 6.2થી 8.4 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર, 16વી ફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.8 બીએચપી અને 4500 આરપીએમ પર 115 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી મલ્ટીજેટ એન્જીન, 4000 આરપીએમ પર 91.2 બીએચપી અને 1750 આરપીએમ ટાર્ક
એવરેજઃ-11.2 કેએમપીએલ શહેરમાં અને 14.4 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) અને 16.9 કેએમપીએલ શહેરમાં અને 20.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ટોયોટા ઇટિયોસ

ટોયોટા ઇટિયોસ

કિંમતઃ- 5.7થી 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 પીએસ અને 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી-4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કેએમપીએલ શહેરમાં અને 16.78 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.32 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ટોયોટા ઇટિયોસ લિવા

ટોયોટા ઇટિયોસ લિવા

કિંમતઃ- 4.8થી 7.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 78.9 બીએચપી અને 3100 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
એવરેજઃ-15.1 કેએમપીએલ શહેરમાં અને 17.71 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.32 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

નિસાન ટેર્રાનો એનિવર્સરી એડિશન

નિસાન ટેર્રાનો એનિવર્સરી એડિશન

કિંમતઃ- 9.8થી 13.7 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5-લિટર, 8વી કે9કે ડીઝલ એન્જીન, 3900 આરપીએમ પર 108.5 બીએચપી અને 2250 આરપીએમ પર 248 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.0 કેએમપીએલ શહેરમાં અને 19.01 હાઇવે પર

English summary
top cars launched in this month in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X