For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેફ્ટી ટેસ્ટમાં ફેઇલ થઇ ભારતની સ્વિફ્ટ સહિતની ટોપ કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં સૌથી વધુ લોકપ્રીય હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને એન્ટ્રી લેવલની હેચબેક કાર ડટ્સન ગો બન્ને ગ્લોબર કાર એસેસમેન્ટ પ્રોગ્રામ(ગ્લોબર એનસીએપી)માં લેવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ નિવડી છે. ગ્લોબલ એનસીએપી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવે છે, તેમાં એ વાત જણાવવામાં આવે છેકે, કંપની દ્વારા બનાવવામાં આવેલી કાર અકસ્માત વખતે કેટલી સુરક્ષિત છે. જેનાથી એ પણ નક્કી કરવામાં આવે છેકે કારમાં રહેલા મુસાફરોને તેની કેટલી અસર થાય છે.( ભારતની કઇ કઇ કાર ક્રેશ સેસ્ટમાં નિષ્ફળ ગઇ છે તેનું ટેબલ નીચે આપવામાં આવ્યું છે.)

top-indian-cars-who-failed-in-safety-test-01
મારુતિ સ્વિફ્ટના મોડલમાં એરબેગ્સ અને એબીએસ માનકથી સજ્જ નહોતી. જેના કારણે એડલ્ટ ઓક્યુપન્ટમાં તેને ઝીરો અને ચાઇલ્ડ ઓક્યુપન્ટમાં તેને એક સ્ટાર આપવામાં આવ્યો હતો. જ્યારે આ કારનો ક્રેશ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે, કારમાં એરબેગ્સ નહીં હોવાના કારણે અકસ્માત દરમિયાન ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચે તેવું તારણ બહાર આવ્યું હતું.

બીજી તરફ જ્યારે ડટ્સન ગોને ચકાસવામાં આવી ત્યારે તે વધારે એ સુરક્ષિત જણાઇ હતી. ટેસ્ટમાં એ તારણ બહાર આવ્યું કે, કારમાં રહેલા ડ્રાઇવર અને પેસેન્જરને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજા પહોંચી શકે છે. કારણ કે આ કારને એ રીતે બનાવવામાં આવી છેકે જેના કારણે તેમાં રહેલા એરબેગ્સ પણ પેસેન્જરને સુરક્ષીત નહીં રાખી શકે.

કાર નિર્માતાઓ તરફથી પોતાના બચાવમાં એવું નિવેદન આપવામાં આવી રહ્યું છેકે કારના ઓઅર વેરિએન્ટ્સમાં એબીએસ અને એરબેગ્સ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટમાં આવતા નથી, કારણ કે એન્ટ્રી લેવલની કારમાં લોકો દ્વારા તેની માગણી ઓછી હોય છે. નોંધનીય છેકે આ પહેલા પણ ભારતની ઘણી કાર 2014માં લેવામાં આવેલા એનસીએપી ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે. જે અંગેનું ટેબલ અહીં નીચે આપવામાં આવ્યું છે તો ચાલો તેના પર નજર ફેરવીએ.

ભારતમાં લોન્ચ થયેલી કાર એનસીએપી ટેસ્ટનું પરિણામ
મારુતિ અલ્ટો 800 ફેઇલ
ટાટા નેનો ફેઇલ
ફોર્ડ ફીગો ફેઇલ
હુન્ડાઇ આઇ10 ફેઇલ
ફોક્સવેગન પોલો ફેઇલ
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફેઇલ
ડટ્સન ગો ફેઇલ
English summary
The most popular hatchback in India, the Maruti Suzuki Swift, and the entry level hatch from Datsun, the Datsun Go, have both failed the Global New Car Assessment Program (Global NCAP) crash tests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X