હાઇડ્રોજન કાર્સનો આવશે જમાનો, ટોયોટાએ લોન્ચ કરી આ કાર

Posted By:
Subscribe to Oneindia News

લોસ વેગાસમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ ઉપભોક્તા ઉત્પાદ પ્રદર્શની સીઇએસ 2014માં કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા હાઇડ્રોજનથી ચાલનારી ભવિષ્યની કારને લોન્ચ કરી છે. આ કાર માત્ર બાષ્પનું ઉત્સર્જન કરશે. ટોયોટાએ જણાવ્યું કે, પ્રદર્શિત કોન્સેપ્ટ કાર એક સમયમાં વધુમાં વધુ 480 કિમીની યાત્રા કરી શકે છે, તથા 10 સેકન્ડમાં 96 કિમી પ્રતિ કલાકની ઝડપ ભરી શકે છે. આ કારમાં ઇંધન ભરવા માટે માત્ર ત્રણથી પાંચ મીનિટનો સમય લાગે છે.

સમાચાર એન્જસી સિન્હુઆએ ટોયોટામાં અમેરિકામાં ઉપાધ્યક્ષ બોબ કાર્ટરના હવાલાથી કહ્યું છે કે, લોકોની આશાએ કહ્યું કે ટૂંક સમયમાં હાઇડ્રોજનથી ચાલનારી કાર આપણા જીવનનો હિસ્સો બનવાની છે તથા અધિકાંશ લોકોની આશા કરતા મોટી સંખ્યામાં. અમેરિકામાં આ હાઇડ્રોજન કાર 2015 સુધી વેચાણ માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે. આ કારનું પ્રારંભિક બજાર કેલિફોર્નિયા માનવામાં આવી રહ્યું છે, તેથી કેલિફોર્નિયા આગામી વર્ષ સુધીમાં 20 નવા હાઇડ્રોજન સ્ટેશન નિર્મિત કરશે.

2016 સુધી આ સ્ટેશનોની સંખ્યા 40 તથા 2024 સુધીમં 100ની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. બે મહિના પહેલા જાપાનના અગ્રણી વાહન કંપની હોન્ડા અને દક્ષિણ કોરિયાની હુંડાઇએ પણ અમેરિકામાં હાઇડ્રોજનથી ચાલતી કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સીઇએસ 2014મા રજૂ કરવામાં આવેલી કેટલીક હાઇબ્રીડ ઇલેક્ટ્રિક કાર્સ.

સ્પાર્ક રેનો એસઆરટી 01 ઇ
  

સ્પાર્ક રેનો એસઆરટી 01 ઇ

આ એક ફોર્મુલા ઇએસ ફુલ ઇલેક્ટ્રિક કાર છે.જેને રોનો દ્વારા બનાવવામાં આવી છે. તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. સ્પાર્ક રેનો એસઆરટી 01 ઇ વિશ્વની પેલી રેસિંગ કાર છે, જે સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક છે.

નેવિયા સેલ્ફ ડ્રાઇવિંગ શટલ
  

નેવિયા સેલ્ફ ડ્રાઇવિંગ શટલ

ફ્રાન્સ બેઝ રોબોટિક કંપની ઇંડક્ટે સીઇએસ 2014માં સેલ્ફ ડ્રાઇવિંગ કાર રજૂ કરી છે, જેમાં ડ્રાઇવરે કારને કન્ટ્રોલ કરવાની જરૂર પડતી નથી. આ કાર એરપોર્ટ, પબ્લિક પ્લેસ અને કોલેજ કેમ્પસમાં પ્રયોગમાં લઇ શકાય છે.

ટોયોટા ફ્યૂલ સેલ કોન્સેપ્ટ કાર
  

ટોયોટા ફ્યૂલ સેલ કોન્સેપ્ટ કાર

ટોયોટાની ફ્યૂલે સેલ કોન્સેપ્ટ કાર ચાર દરવાજાવાળી મોટી કાર છે, જે હાઇડ્રોજનથી ચાલશે. તેમાં પાણી અને વિજળીથી પાવર જનરેટ થશે. આશા છે કે, 2015 સુધીમાં આ કાર બજારમાં વેચાણ અર્થે ઉતારવામાં આવશે.

ટોયોટાની કોન્સેપ્ટ કારની ઝડપ
  
 

ટોયોટાની કોન્સેપ્ટ કારની ઝડપ

પ્રદર્શિત કોન્સેપ્ટ કાર એક સમયમાં વધુમાં વધુ 480 કિમીની યાત્રા કરી શકે છે, તથા 10 સેકન્ડમાં 96 કિમી પ્રતિ કલાકની ઝડપ ભરી શકે છે.

ટોયોટાની કોન્સેપ્ટ કારનો ચાર્જિંગ સમય
  

ટોયોટાની કોન્સેપ્ટ કારનો ચાર્જિંગ સમય

આ કારની ખાલી ટેન્કને ફૂલ કરવા માટે માત્ર ત્રણ કે પાંચ મીનિટનો જ સમય લાગશે.

ઑડી સ્પોર્ટ ક્વાટ્રો લેજર લાઇટ
  

ઑડી સ્પોર્ટ ક્વાટ્રો લેજર લાઇટ

ઑડી સ્પોર્ટ ક્વાટ્રો લેજર લાઇટ કોન્સેપ્ટ કારની હેડલેમ્પમાં લેજર લાઇટ લાગેલી છે. આ કાર 90 માઇલ 1 ગેલપ પર ચાલશે. તેમાં 700 હોર્સપાવરનું એન્જીન લાગેલું છે.

4જી એલટીઇ કાર
  

4જી એલટીઇ કાર

શેવરોલેએ પહેલીવાર 4જી એલટીઇ સપોર્ટ કાર સીઇએસ 2014માં રજૂ કરી છે, જેમાં ડેટા રિકોર્ડર સાતે ડ્રાઇવર હાઇફાઇ વીડિયો રેકોર્ડ કરી શકે છે, સાથે જ તેને શેર પણ કરી શકે છે.

English summary
Toyota Fuel Cell Vehicle (FCV) concept, a hydrogen prototype car made its debut at the Tokyo Motor Show last year. On Jan 6, Monday, the Japanese auto giant showcased the FCV concept for the first time in North America at the Consumer Electronic Show in Las Vegas, with the announcement of bringing the first production vehicle in 2015.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.