For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર અકસ્માતના 25 કારણો, જાણો અને કાળજી રાખો

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે ભારતભરમાં દર પાંચ એક વ્યક્તિની મૃત્યુ રોડ અકસ્માતમાં થાય છે? તમારી જોડે પણ તેવું ક્યારેક ને ક્યારેક તો બન્યું જ હશે. સમાચારોમાં પણ આપણે વાંચતા હોઇએ છીએ કોઇ પ્રતિભાશાળી યુવક, કોઇનો પુત્ર, કોઇનો દીકરો, અકસ્માતમાં માર્યો ગયો.

સામાન્ય રીતે ટૂ વિલર કરતા કારને વધુ સેફ માનવામાં આવે છે પણ કારઅકસ્માતોનો નંબર પણ કંઇ નાનો નથી. ભારતમાં પ્રતિરોજ આવા કાર અકસ્માતો થતા જ રહે છે.

ટ્રાફિક પોલિસ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓ, જાહેરાતો આ મામલે અનેક જાણકારી, સૂચનો આપતી રહેતી હોય છે પણ આપણને આદત છે કે જ્યાં સુધી જીવ પર ના આવે ત્યાં સુધી આપણે આ વસ્તુઓને ગંભીરતાથી લેતા જ નથી.

ત્યારે આજે અમે તમને કારઅક્સમાતના 25 કારણો બતાવાના છીએ. અને આશા રાખીએ છીએ કે તે જાણી, તમે આવી ભૂલ ભવિષ્યમાં ના કરો. તો જાણો આ 25 કારણો.

ડ્રિંક એન્ડ ડ્રાઇવ

ડ્રિંક એન્ડ ડ્રાઇવ

"ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ" આ પોસ્ટર તમે સિગ્નલ પાસે વાંચ્યું હશે ને? ભારતમાં સૌથી વધુ અકસ્માતો પાછળ આ જ કારણ જવાબદાર છે. તો જ્યારે પણ તમે દારૂ પીવો ત્યારે કાર ચલાવાના બદલે મિત્ર કે પછી કેબ બૂક કરાવી ઘરે પહોંચો.

ડ્રગ્સ

ડ્રગ્સ

ભારતમાં કાર અકસ્માતનું બીજું મોટું કારણ છે કોઇ નશીલો પદાર્થ ખાઇને ગાડી ચલાવવી અને ગાડીનું સંતુલન બગડવું. આમ કરીને તમે એક સાથે અનેક લોકોનું જીવન બગાડો છો.

મોબાઇલ ફોન

મોબાઇલ ફોન

ચાલુ કારે ટેક્સિંગ, કોલિંગ કરવી. આપણે માનીએ છીએ કે આપણે મલ્ટ્રી ટેલેન્ટેડ છીએ. એક સાથે બહુ બધા કામ કરી શકીએ છીએ. પણ હકીકત એ છે કે આપણે એક વખતે એક કામ પણ સરખી રીતે કરી લઇએ તો પણ આપણા માટે તે ધણું સારું કહેવાય. તો કાર ચલાવતી વખતે ખાલી કાર જ ચલાવો.

ઝડપ, મોતની સજા

ઝડપ, મોતની સજા

યંગ જનેશનમાં ફાસ્ટ કાર ચલાવવી કૂલ છે. પણ તે કૂલનેસ તમે જો જીવત બચી ગયા તો જેલમાં પણ મોકલી શકે છે. માટે ભલે ગમે તેટલું અગત્યનું કામ હોય, ગાડીની સ્પીડ માપમાં રાખશો તો જ તમે જે તે સ્થળે પહોંચી શકશો.

ખરાબ ડ્રાઇવીંગ

ખરાબ ડ્રાઇવીંગ

ધણા લોકો કાર ચલાવા કરતા અખતરા કરવા સ્ટાઇલ મારવા, સ્પીડમાં કટ મારવાને પોતાની સ્ટાઇલ સમજતા હોય છે. અને વધુમાં એક બે વાર આમ કરવા જતા બચી જાય એટલે તેમને લાગે કે તે હંમેશા આમ ખરાબ ડ્રાઇવીંગ કરી બચી જશે. પણ દર વખતે નસીબ સાથ નથી દેતું મિત્રો, માટે સાચવો.

રોડ રેજ

રોડ રેજ

કાર ચલાવતી વખતે ગુસ્સો કરવો બિલકુલ પણ યોગ્ય નથી. એટલે જ તો કહેવાય છે કે "જોશ મેં હોશ મત ખો".

નવશીખયા ડ્રાઇવર

નવશીખયા ડ્રાઇવર

ધણીવાર નવશીખીયા ડ્રાઇવર અનુભવના અભાવે અકસ્માત કરી દેતા હોય છે. માટે જ લર્નિંગ લાઇસન્સ કાર ચાલક જોડે લાઇસન્સ કાર ચાલક બેઠેલો હોવો જોઇએ તેવો નિયમ છે. માટે જ્યાં સુધી બરાબર શીખો નહીં ત્યાં સુધી કાર જાણકાર સાથે કાર ચલાવો.

રાત્રિ ડ્રાઇવીંગ

રાત્રિ ડ્રાઇવીંગ

રાતના સારા એવા એક્સપર્ટ ડ્રાઇવર પણ થાપ ખાઇ જાય છે. કારણ કે અંધારામાં આગળની વસ્તુનો અંદાજો દર વખતે લગાવવો શક્ય નથી હોતો. ઉપરથી સામેની કારની લાઇટીંગ પણ તમને ભ્રમિત કરી શકે છે. માટે બહુ જરૂરી ના હોય તો રાતે કાર મુસાફરી કરવાનું ટાળો.

બરફ

બરફ

બરફ અને કારને ઉભે નથી બનતી. બર્ફિલા વિસ્તારમાં સારીમાં સારી કંપનીના ટાયર અને શ્રેષ્ઠ કારોનું પણ ચલાવું બની જાય છે મુશ્કેલ. તો આવા સમય બરફમાં ગાડી ચલાવાનો અનુભવ ખૂબ જ જરૂરી બની જાય છે. વધુમાં બર્ફિલા વિસ્તારમાં કારની સ્પીડ પણ ઓછી જ રાખવામાં ભલાઇ છે.

વરસાદ

વરસાદ

વરસતા વરસાદમાં કાર ચલાવાની મઝા તો આવે પણ ભારતીય રોડમાં ક્યાં ખાડો છે ક્યાં નહીં તે વરસાદના સમયમાં અનુમાન લગાવવું અશક્ય બની જાય છે. માટે વરસાદ પડે ત્યારે કારની સ્પીડ માપમાં જ રાખવી હિતાવહ છે.

ધુમ્મસ

ધુમ્મસ

ધુમ્મસમાં સામે કંઇ દેખાવું અશક્ય છે અને આ જ કારણે અનેક વાર ગાઢ ધુમ્મસ થતા કાર અકસ્માતોની સંખ્યા વધી જાય છે.

સિગ્નલ તોડવી

સિગ્નલ તોડવી

લાલ લાઇટ થાય અને ટ્રાફિક ઓછો હોય ત્યારે મોટેભાગે લોકો સમય બચાવવા સિગ્નલ તોડતા જ હોય છે. પણ સિગ્નલ તોડવી ધણીવાર મુશ્કેલીને સામે ચાલીને બોલાવવા જેવું થઇ જાય છે.

રોંગ વે ડ્રાઇવીંગ

રોંગ વે ડ્રાઇવીંગ

નો એન્ટ્રી હોય તેમ છતાં એન્ટી કરવી, ખોટી સાઇડમાં કાર ચલાવવી, સમય બચાવાના ચક્કરમાં લોકો મોટે ભાગે આવું કરતા હોય છે પણ કોઇવાર તેમની આ જ ભૂલ તેમની અંતિમ ભૂલ બની જાય છે.

ગાડી ચલાવતા જોકું આવી જવું

ગાડી ચલાવતા જોકું આવી જવું

મોટેભાગના ડ્રાઇવરોની મોતની પાછળનું કારણ હોય છે જોકું આવી જવું. આ લોકો આખા દિવસ વરધી હોવાના કારણે કાર ચલાવતા રહેતા હોય છે. ધણીવાર તો બે-ત્રણ રાતોથી સરખી ઉંધ પણ નથી લેતા. વધુમાં કેટલાક લોકો મોડી રાત સુધી કાર ચલાવાનું જોખમ લેતા હોય છે ત્યારે આદત ન હોવાના કારણે આવું બને છે.

ખરાબ રસ્તા

ખરાબ રસ્તા

ભારતના રસ્તા કેટલા ખરાબ હોય છે તે કહેવાની જરૂર અહીં નહીં પડે કારણકે તમે પણ તે વાતથી સારી રીતે જાણકાર હશો. વળી, ખોટી સ્પીડ અને ખરાબ રસ્તા ક્યારેક મોટા અકસ્માતને નોતરી શકે છે.

કાર મેન્ટેનન્સ

કાર મેન્ટેનન્સ

કારનું દર 3 મહિને મેન્ટેનન્સ કરાવવું જોઇએ. પૈસા બચાવાના ચક્કરમાં જ્યારે આપણે આ વસ્તુ નથી કરતા ત્યારે લાંબા ગાળે આપણને જ મોટા નુકસાનને વેઠવું પડે છે.

રોડ રેસિંગ

રોડ રેસિંગ

કાર રેસિંગ ભારતમાં અને યંગજનરેશનમાં ખૂબ જ કોમન છે પણ તેમને એ નથી ખબર કે આમ કરવાથી તમે તમારો જીવ તો જોખમમાં નાખો જ છો અન્યના પ્રાણના દુશ્મન પણ બનો છો.

પ્રાણીઓ

પ્રાણીઓ

ગાડી ચલાવતા કૂતરો, બિલાડી કે કોઇ વન્ય પશુ આવી જતા તેને બચાવા જતા આપણે આપણો જીવ ખોઇ બેસી છીએ.

કર્વી રોડ

કર્વી રોડ

અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે અને કાર ચલાવવા મામલે પણ આ જ નિયમ લાગુ પડે છે. ધણીવાર અમુક ટર્ન કે રોડ તમારું સંતુલન બગાડી પણ શકે છે. માટે પહાડો અને કર્વી રોડ પણ સાચવીને ચલાવો.

રોડ વર્ક

રોડ વર્ક

"Men at work" આ સાઇન જોતા જ ગાડી ધીમી કરી સાચવીને ચલાવો અને યાદ રાખો ભારતમાં ગમે ત્યારે ગમે ત્યાં ખોદકામ થઇ શકે છે માટે સ્પીડ કાબુમાં રાખવી તે જ તમારા માટે સારું છે.

અંતર રાખો

અંતર રાખો

ભારતમાં આપણે આ વાતમાં બિલકુલ નથી માનતા કે બે ગાડીઓ વચ્ચે 10 મીટરનું અંતર હોવું જોઇએ. મોટેભાગે અડાડીને જ ગાડીઓ ચલાવીએ છીએ પણ તેમ છતાં થોડીક દૂર તમારા જીવનને લાંબી દૂરી આપશે તે વાત યાદ રાખો.

લેન કાપવી

લેન કાપવી

વોર્નિંગ આપ્યા વગર લેન કાપવી, પોતાના પગ પર કુહાડો મારવા જેવું જ ખતરનાક સાબિત થઇ શકે છે.

ડ્રાઇવર્ઝન અને જંકશન

ડ્રાઇવર્ઝન અને જંકશન

અજાણ્યા રોડ પર સ્પીડ ઓછી રાખવી સમજદારી છે કારણ કે જો તમને જંકશન કે ડ્રાઇવર્જન ખબર નહીં હોય તો તમારી અને તમારા વાહનની હાલત ,આ ફોટો જેવી થઇ શકે છે.

બેધ્યાનપણું

બેધ્યાનપણું

ગાડી ચલાવતા મ્યુઝિક ચેન્જ કરવા ગયા, પાણી પીવા ગયા કે કંઇક ખાવા ગયાને અકસ્માત થઇ ગયો. જો આવું જ કંઇક કરવું હોય તો ગાડી સાઇડમાં રોકીને કરો.

ટ્રાયર

ટ્રાયર

ટાયરનું ચેકઅપ કરાવતા રહો નહીં તો ટાયર ફાટવા કે પછી સંતુલન ગુમાવતા મોટા અકસ્મતાને તમે નોતરી શકો છો.

English summary
25 Reasons For car road accidents and how to avoid them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X