For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ

ઉબેર લાવી રહ્યું છે ઉડતી ટેક્સી. જેના ભાવ સામાન્ય ટેક્સી જેટલા જ હશે. ત્યારે ઉબેરની આ નવી યોજના અંગે વિગતવાર જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભારતમાં મેટ્રો શહેરમાં સામાન્ય વ્યક્તિ દિનસના એક થી બે કલાક ટ્રાંસપોર્ટિંગમાં પ્રસાર કરે છે. ઘણીવાર તો ટ્રાફિકની એટલી મોટી લાઇન હોય છે કે આપણને થાય કે કાશ કોઇ ઉડતી કાર હોય અને ઉડીને ઘરે જતા રહીએ. મુંબઇ , બેંગ્લોર જેવા શહેરોમાં તો નોકરીયાત લોકો દિવસના 3 થી 4 કલાક ઘણીવાર ઘરથી ઓફિસ જવામાં નીકાળી છે. આમ ભારતમાં ટ્રાંસપોર્ટિંગ સિસ્ટમની મોટી સમસ્યા છે. અને દરેક લોકો ઇચ્છે કે ટ્રાન્સપોર્ટિંગ માટે કોઇ સસ્તી અને સરળ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જે ઝડપી પણ હોય. જો કે ઉબેર આ અંગે જ વિચાર કરી રહી છે. ઉબેરે ફ્લાઇંગ ટેક્સી વિકસિત કરવા માટે અમેરિકાના પ્રમુખ આંતરીક્ષ સંગઠન નાસા સાથે હાથ મેળવ્યા છે. ત્યારે જાણો આ ખબર અંગે વધુ અહીં...

ટેક્સીનું ભાડું

ટેક્સીનું ભાડું

રિપોર્ટ મુજબ આ ઉડતી ટેક્સીનું ભાડું સામાન્ય ટેક્સીની ભાડા યાત્રા જેટલું જ હશે. આ ટેક્સી સર્વિસ માટે કોઇ એકસ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. કંપનીએ જાહેર કરેલી જાણકારી મુજબ ઉબેર એર પાયલટ યોજનામાં લોસ એન્જિલિસ પણ ભાગીદાર છે.

ક્યાં દેશ જોડાયેલા છે?

ક્યાં દેશ જોડાયેલા છે?

આ પહેલા ડલાસ ફોર્ટ વર્થ, ટેક્સાસ, દુબઇ પણ આ વાતમાં સામેલ છે. ઉબરના એક નવા નિવેદન મુજબ નાસાની યૂટીએમ માનવરહિત યાતાયાત પ્રબંધક પરિયોજનામાં ઉબેરની ભાગદારી છે. અને કંપની 2020 સુધી અમેરિકાના કેટલાક શહેરોમાં આ એર વિમાન સેવા પ્રાયોગિક રીતે શરૂ કરશે. અને હાલ આ અંગે કામ ચાલી રહ્યું છે.

ઓટોમેટિક

ઓટોમેટિક

જો કે શરૂઆતમાં આ વ્યવસ્થા માટે પાયલોટ હશે પણ પાછળથી આ વ્યવસ્થાને ઓટોમેટિક પણ કરવામાં આવશે. જો કે હાલ તો આ યોજના ભારતમાં સામેલ નથી.

ભારતમાં ક્યારે આવશે?

ભારતમાં ક્યારે આવશે?

પણ જો આ યોજના બીજી જગ્યાએ સફળ થઇ તો ભારતમાં પણ જલ્દી જ આવે તેવી સંભાવના છે. તો બની શકે કે આવનારા સમયમાં તમે ટ્રાફિકમાં ફસાયેલા હોવ તો અચાનક જ એર ટેક્સી કરીને ઉડીને પણ તમે કોઇ જગ્યાએ જલ્દીથી પહોંચી જાવ.

English summary
uber will start flying taxi service now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X