For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં ભારતમાં લોન્ચ થઇ શકે છે આ કાર્સ

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સપો 2014 દરમિયાન વિવિધ કંપનીઓ દ્વારા પોતાની નવી કાર્સ અને કોન્સેપ્ટ કાર્સને રજૂ કરવામાં આવી હતી. જેમાંની ઘણી બધી એવી કાર છે જે આ વર્ષના અંત સુધીમાં ભારતીય માર્ગોની શોભા બની ગઇ હશે. જેમાં હેચબેક, એમપીસી, એસયુવી, સિડાન સહિતની કાર્સ છે.

કંપનીઓ દ્વારા ઓટો એક્સપોમાં રજૂ કરેલી ઘણી બધી કાર એવી છે કે જેનું પ્રોડક્શન શરૂ થઇ ગયું છે, તો કેટલીક કાર્સ એવી પણ છે કે જે હજુ પ્રોડક્શન સુધી પહોંચી નથી. જે અમુક મહિનાઓના અંતમાં જ આપણને લોન્ચ થયેલી જોવા મળી શકે છે. અહીં આવી જ કેટલીક કાર્સ અંગેની યાદી આપી છે, જેમાં આવનારા સમયમાં કઇ કઇ કાર્સ લોન્ચ થઇ શકે છે તે અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આગામી સમયમાં ભારતમાં કઇ કઇ કાર્સ લોન્ચ થઇ શકે છે.

ડટ્સન ગો+

ડટ્સન ગો+

આ કાર ડટ્સનની પ્રથમ બજેટ એમપીવી કાર છે, આ કાર ગો હેચબેકને ફોલો કરી રહી છે, જો કે ગોની સરખામણીએ આ કારમાં થોડાક ફેરબદલ કરવામાં આવ્યા છે. કંપની આ કારની કિંમત 5 લાખની આસપાસ રાખી શકે છે.

ઑડી એ 3

ઑડી એ 3

આ કારનું જ્યારે લોન્ચિંગ કરવામાં આવશે ત્યારે આ કાર કંપનીની સૌથી એફોર્ડેબલ કાર સાબિત થશે. આ કારની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ હશે.

જીપ

જીપ

જીપને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી નથી, પરંતુ આ કંપની ચાલું વર્ષે ભારતીય બજારમાં પોતાની દસ્તક આપી શકે છે. જીપ દ્વારા ચાલું વર્ષે વ્રાંગ્લેર અને ચેરોકી લોન્ચ કરવામાં આવી શકે છે.

હોન્ડા મોબિલિયો

હોન્ડા મોબિલિયો

આ કારને મારુતિની એર્ટિગાની સામે રજૂ કરવામાં આવી રહી છે. આ કારને સારી સ્ટાઇલિશ બનાવવામાં આવી છે તથા તેમાં હોન્ડાનું રિફાઇન્ડ એન્જીન છે.

ફિઆટ એવેન્ચર

ફિઆટ એવેન્ચર

ફિઆટ એવેન્ચર એક ક્રોસઓવર મોડલ છે, જે ચાલુ વર્ષની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે. આ કારમાં ઓફ રોડ બોડી પેનલ્સ આપવામાં આવી છે, એવું પણ કહેવામા આવે છે કે તે ભારતની બેસ્ટ લુકિંગ કાર સાબિત થઇ શકે છે.

ટોયોટા ઇટિઓસ ક્રોસ

ટોયોટા ઇટિઓસ ક્રોસ

આ પણ એક ક્રોસઓવર મોડલ છે. જે રેગ્યુલર ઇટિઓસ લિવા હેચબેક કરતા સારી હશે. આ કાર પણ ચાલું વર્ષની અંદર લોન્ચ થઇ શકે છે.

મારુતિ સુઝુકી એસએક્સ-4-એસ ક્રોસ

મારુતિ સુઝુકી એસએક્સ-4-એસ ક્રોસ

મારુતિની આ કોમ્પેક્ટ એસયુવી છે. આ કાર વર્ષના મધ્ય ભાગમાં લોન્ચ થઇ શકે છે.

ટાટા બોલ્ટ

ટાટા બોલ્ટ

ટાટા બોલ્ટમાં નવા ઇક્વિપમેન્ટ, નવા ફીચર્સ અને નવા એન્જીન સાથે રજૂ કરવામાં આવી રહી છે, જે આ વર્ષમાં લોન્ચ થઇ શકે છે.

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ

ટાટા ઝેસ્ટ એ માન્ઝાનું રિપ્લેસમેન્ટ મોડલ છે. ટાટા ઝેસ્ટ ચાલું વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી રહી છે.

હુન્ડાઇ એક્સેન્ટ

હુન્ડાઇ એક્સેન્ટ

આ ગ્રાન્ડ આઇટેન જેવી કોમ્પેક્ટ સિડાન કાર છે. આ કાર હોન્ડા અમેઝ અને મારુતિ ડિઝાયરને સ્પર્ધા આપી શકે છે. આ કાર વર્ષના અંત સુધીમા લોન્ચ થઇ શકે છે.

English summary
Forty new cars were unveiled at the recently concluded Auto Expo 2014. Many of these were concept models which will only make it to production in the coming years. But there still plenty of production ready cars that are waiting to hit the road in the coming months. Following is a list of some of the exciting new launches that will take place in India. These include hatchbacks, MPC, SUVs/crossovers and sedans. Click through the gallery for more info and images of upcoming cars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X