For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલ્વો એ રજૂ કરી શાનદાર કાર વી40

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય લક્ઝરી કાર બજારમાં એકથી એક શાનદાર કાર્સ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જી હાં, પહેલા બીએમડબલ્યુ એક્સ 1 સીરીઝ, ઔડી ક્યૂ 3 અને મર્સડિઝ બેન્ઝે તાજેતરમા પોતાની સૌથી સસ્તી એ ક્લાસને રજૂ કરી. આ શાનદાર કાર્સને પડકાર ફેંકવા માટે સ્વિડનની પ્રમુખ કાર નિર્માતા કંપની વોલ્વોએ પણ પોતાની શાનદાર કાર વી40 રજૂ કરી છે. વોલ્વોએ પોતાની આ કારને ભારતીય બજારમાં 28.5 લાખ રૂપિયામાં રજૂ કરી છે.

ઘણો જ આકર્ષક લુક, દમદાર એન્જીન ક્ષમતા અને વોલ્વોની શાનદાર ટેક્નોલોજીથી ભરપૂર આ કાર પોતાના સેગમેન્ટમાં ઘણી જ ખાસ છે. વોલ્વો શરૂઆતથી જ પોતાની શાનદાર અને આધુનિક સેફ્ટી ફીચર્સ માટે વિશ્વભરમાં લોકપ્રિય રહી છે. કંપનીએ પોતાની કારિગરીનો બેજોડ નમૂનો આ કારમા પણ દેખાડ્યો છે. તમને જણાવી દઇએ કે કંપનીએ વી40 ક્રોસ કન્ટ્રીનુ માત્ર એક જ વેરિએન્ટ રજૂ કર્યું છે.

આ નવી વોલ્વો વી40 ક્રોસ કન્ટ્રીના ફીચર્સ પર ગૌર કરીએ તો તેની ફેહરિસ્ત ઘણી લાંબી છે. જીહાં, સામાન્યતઃ રસ્તા પર એક કાર ચાલક લગભગ જેટલા ફીચર્સ અંગે વિચારે છે, કંપનીએ એ તમામને આ કારમાં સામેલ કર્યાં છે. સીપ્સ એરબેગ, કની એરબેગ, કર્ટન એરબેગ, સ્ટાર્ટ સ્ટોપ ટેક્નોલોજી, ફ્રન્ટ સીટ વ્હીપલેસ પ્રોટેક્શન સાથે ઘણા સેફટી ફીચર્સને કંપનીએ સામેલ કર્યાં છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વોલ્વો વી40 ક્રોસ કન્ટ્રીને.

 વી40 ક્રોસ કન્ટ્રી

વી40 ક્રોસ કન્ટ્રી

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ વોલ્વોની આ શાનદાર કારના દંગ કરી મુકે તેવા ફીચર્સ.

કારનું એન્જીન

કારનું એન્જીન

વોલ્વોએ વી40 ક્રોસ કન્ટ્રીમાં 2.0 લીટરની ક્ષમતાના ફાઇવ સિલેન્ડર યુક્ત કોમન રેલ ટર્બો ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને દમદાર 148 બીએચપીની શક્તિ પ્રદાન કરે છે.

કારનું પીક અપ

કારનું પીક અપ

વોલ્વો વી40 ક્રોસ કન્ટ્રી પીક અપના મામલે પણ ઘણી જ શાનદાર છે.

 8 સેકન્ડમાં 100 કિમી

8 સેકન્ડમાં 100 કિમી

આ કાર માત્ર 8.68 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડવામા સક્ષમ છે.

વિવિધ રંગોમા ઉપલબ્ધ

વિવિધ રંગોમા ઉપલબ્ધ

કંપનીએ આ કારને મિસ્ટી બ્લૂ, પેસન રેડ, રોવ કોપર અને સિલ્વર મેટાલિક રંગની સાથે બજારમાં રજૂ કરી છે.

16 ઇંચ એલોય વ્હીલ

16 ઇંચ એલોય વ્હીલ

કંપનીએ વી40 ક્રોસ કન્ટ્રીમાં 16 ઇંચના શાનદાર એલોય વ્હીલનો પ્રયોગ કર્યો છે. જે આ કારને સહેલાયથી આગળ વધારે છે.

રુફ રેલ લગેજ માટે

રુફ રેલ લગેજ માટે

વી40 ક્રોસ કન્ટ્રીમાં રુફ રેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીહાં લગેજ બોક્સ જેને કંપની એક્સેસરીઝ તરીકે આપશે તેનો પ્રયોગ કરી શકે છે.

એલઇડી ડે ટાઇમ રનિંગ લાઇટ્સ

એલઇડી ડે ટાઇમ રનિંગ લાઇટ્સ

હાલના સમયે લક્ઝરી માર્કેટમાં ડે ટાઇમ રનિંગ લાઇટનું ઘણું ચલન છે. કંપનીએ વી40 ક્રોસ કન્ટ્રીમાં પણ આ લાઇટનો ઉપયોગ કર્યો છે.

આકર્ષક ટેલ લાઇટ

આકર્ષક ટેલ લાઇટ

વી40 ક્રોસ કન્ટ્રીમાં કંપનીએ શાનદાર ટેલ લાઇટનો પ્રયોગ કર્યો છે, જે ઘણી બ્રાઇટ અને શાનદાર આકારમાં છે.

ડ્યુએલ એક્લોસ્ટ આઉટલેટ્સ

ડ્યુએલ એક્લોસ્ટ આઉટલેટ્સ

આ ઉપરાંત વી40 ક્રોસ કન્ટ્રીમાં ડ્યુએલ એક્લોસ્ટ ઓઉટલેટ્સને સામેલ કરવામાં આવ્યું છે. જે પાછળથી કારને સ્પોર્ટી લુક પ્રદાન કરે છે.

સ્કીટ પૈડ, નીચેથી સુરક્ષા માટે

સ્કીટ પૈડ, નીચેથી સુરક્ષા માટે

વી40 ક્રોસ કન્ટ્રીમાં કંપનીએ કારને નીચે સ્કીટ પૈડોંને સામેલ કર્યા છે, જે આગળ, પાછળ અને સાઇડ ત્રણેય બાજુ છે. ખરાબ રસ્તા પર આ કાર બોડીની સુરક્ષા કરે છે.

હની કોમ્બ ફ્રન્ટ ગ્રીલ

હની કોમ્બ ફ્રન્ટ ગ્રીલ

વી40 ક્રોસ કન્ટ્રીમાં સામેની તરફ હની કોમ્બ ફ્રન્ટ ગ્રીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે દેખાવે કોઇ મધામખીના છત્તા જેવું લાગે છે.

ઇલ્યુમિનેટેડ ડોર ક્નોબ

ઇલ્યુમિનેટેડ ડોર ક્નોબ

વી40 ક્રોસ કન્ટ્રીમાં ઇલ્યુમિનેટડ ડોર ક્નોબનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે બોડી કલરને મેચ કરે છે.

આધુનિક ફીચર્સથી ભરપૂર ઇન્ટિરિયર

આધુનિક ફીચર્સથી ભરપૂર ઇન્ટિરિયર

વી40 ક્રોસ કન્ટ્રીના એક્સટીરિયરની સાથે ઇન્ટિરિયરને પણ ઘણા જ ખાસ પ્રકારે તૈયાર કર્યું છે.

એર ફિલ્ટર ટેક્નોલોજી

એર ફિલ્ટર ટેક્નોલોજી

કારની અંદર કંપનીએ એર ફિલ્ટર ટેક્નોલોજીની સાથે એસીનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત ક્રુઝ કન્ટ્રોલ, લેધર સીટીંગ, પાવર ફ્રન્ટ સીટ, રિયર પાર્કિંગ કેમેરા, રિયર પાર્કિંગ સેન્સર, 8 ઇંચ ટીએફટી ડિસપ્લે, જે ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે.

વોલ્વો સેંસેસ ઓડિયો સિસ્ટમ

વોલ્વો સેંસેસ ઓડિયો સિસ્ટમ

આ કારમાં કંપનીએ શાનદાર રિમોટ કી લેસ ઇન્ટ્રી, ઇલ્યુમિનિટેડ ગિયર ક્નોબ, વોલ્વો સેંસસ ઓડિયો સિસ્ટમ, વોલ્વો એન્જીન બ્રેક રિજેનેરેશન સિસ્ટમ, ડિઝીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્યુએલ ફોગ લેમ્પ જેવા ઘણા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

રિયર પાર્કિંગ સેંસર

રિયર પાર્કિંગ સેંસર

આ કારમાં શ્રેષ્ઠ રિયર પાર્કિંગ સેંસર, એબીએસ બ્રેકિંગ સિસ્ટમ અને બ્લીસ ટેક્નિકનો પ્રયોગ કર્યો છે, જે ચાલકને એક સુરક્ષિત ડ્રાઇવ પ્રદાન કરે છે.

લક્ઝરી અનુભવ

લક્ઝરી અનુભવ

કંપનીએ વોલ્વો વી40 ક્રોસ કન્ટ્રીમાં શાનદાર ડ્યુએલ ટોન લેધર સીટ્સનો ઉપયોગ કર્યો છે, જે કારની અંદર લક્ઝરી અનુભવ કરાવે છે.

આરામદાયક બેઠક વ્યવસ્થા

આરામદાયક બેઠક વ્યવસ્થા

કારમાં કુલ પાંચ લોકો આરામથી બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે. આ ઉપરાંત તેનું આકર્ષક ઇન્ટિરિયર કોઇનું પણ મન મોહી શકે છે.

English summary
Volvo V40 Cross Country has launched in India. Volvo V40 Cross Country price in India is Rs28.5L. Check out, Volvo V40 Cross Country engine, varisnts, specs, feature through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X