For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું શું બદલાયું છે નવી 2014 સ્કોડા યેતી ફેસલિફ્ટમાં?

|
Google Oneindia Gujarati News

દિલ્હી ખાતે ઓટો એક્સપોમાં યેતીના નવા અવતારને પ્રદર્શિત કરવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં કાર નિર્માતા કંપની સ્કોડા પોતાની આ લોકપ્રીય એસયુવી કારને ટૂંક સમયમાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. યેતી થકી સ્કોડા કોમ્પેક્ટ એસયુવી સેગ્મેન્ટમાં પોતાની પકડને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

સ્કોડા પોતાની આ કારના નવા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારીમાં છે, ત્યારે સ્વાભાવિક છેકે તેમાં કેટલાક મહત્વના ફેરબદલ કરવામાં આવ્યા હોય અને તેને જાણવાની એક કાર રસિક તરીકે ઉત્સુકતા હોય, જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં સ્કોડાની નવી યેતી ફેસલિફ્ટ અંગે કેટલીક મહત્વની જાણકારી તસવીરો થકી આપી રહ્યાં છીએ, તો ચાલો તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- ટોપ 10 કાર અકસ્માતો, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ
આ પણ વાંચોઃ- બેંટલી ફ્લાઇંગ ટૂ ટાટા ઝેસ્ટઃ ઑગસ્ટમાં લોન્ચ થઇ આ કાર્સ
આ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની નવી કાર સિઆઝ આપી શકશે આ કાર્સને ટક્કર?

એક્સ્ટિરીયર અને ઇન્ટિરીયરમાં બદલાવ

એક્સ્ટિરીયર અને ઇન્ટિરીયરમાં બદલાવ

કારની ડિઝાઇન અંગે વાત કરવામાં આવે તો તેને ફ્રેશ લુક આપવામાં આવ્યો છે, એ સિવાય મોટાભાગે આ એસયુવી પહેલા જેવી દેખાતી હતી, તેવી જ છે. તેમાં ન્યુ ફ્રન્ટ અને રીયર બમ્પર્સ, બીઆઇ એક્સનોન હેડલાઇટ્સ, ન્યુ ફોગ લેમ્પ્સ, એલઇડી ટેઇલલેમ્પ્સ, ન્યુ હાઉસિંગ વિંગ મિરર્સ, સારા દેખાતા એલોય્સ આપવામાં આવ્યા છે. અંદરના દેખાવની વાત કરવામાં આવે તો કારમાં ઓક્ટિવા જેવું સ્પોર્ટી સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. કેબિનમાં થોડોક સુધારો કરવામાં આવ્યો છે. ક્લાઇમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિકલી અને ફોલ્ડેબલ સાઇડ વ્યૂ મિરર, અપડેટેડ મ્યુઝિક સિસ્ટમની સાથે આઠ સ્પીકર આપવામાં આવ્યા છે.

સુરક્ષા સંબંધિત ફીચર

સુરક્ષા સંબંધિત ફીચર

કારમાં આપવામાં આવેલા સુરક્ષા સંબંધિત ફીચર અંગે વાત કરવામાં આવે તો તેમાં આઠ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, એડવાન્સ બ્રેક એસિસ્ટ, ટ્રાક્શન કન્ટ્રોલ, ઇએસપી, હિલ એસિસ્ટ તેમજ હિલ ડિસ્કેન્ટ કન્ટ્રોલ સહિતના ફીચર ઉમેરવામાં આવ્યા છે.

કારમાં આપવામાં આવેલું એન્જીન

કારમાં આપવામાં આવેલું એન્જીન

સ્કોડાએ પોતાની એસયુવી કારમાં પાવરફુલ એન્જીનનો ઉપયોગ કર્યો છે. કારમાં 2 લિટર ટીડીઆઇ મોટર એન્જીન છે, જે ટૂ સ્ટેટ ઓફ ટ્યૂનમાં ઉપલબ્ધ છે. કારનું ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટ્સ 108.5 બીએચપીઅને એડબલ્યુડી 138 બીએચપી પ્રોડ્યુસ કરે છે.

કારના વેરિએન્ટ્સ

કારના વેરિએન્ટ્સ

કારના બે વેરિએન્ટ્સ છે, એક એડબલ્યુડી(ઓલ વ્હીલ ડ્રાઇવ) અને બીજું છે એફડબલ્યુડી(ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ).

English summary
which type of changes in 2014 Skoda Yeti facelift
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X