વિશ્વના ભેજાબાજોની આશ્ચર્ય પમાડે તેવી કરામત
લાકડાનો ઉપયોગ સામાન્ય રીતે ફર્નીચર અથવા તો સજાવટ વિગેરે માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય પણ લાકડામાંથી બનેલી કાર અને બાઇકને સહેલાયથી રસ્તા પર ફરતી જોઇ છે ખરી. તમને આ વાંચીને થોડી હેરાની થઇ હશે, કે લાકડામાંથી કેવી રીતે બાઇક અને કાર બની શકે છે, પરંતુ આ સાચું છે, વિશ્વમાં અવારનવાર કંઇખ અનોખું થતું રહે છે અને આ કરામત પણ એ અનોખા માનવીઓની છે.
તાજેતરાં ટિસ્જોરસમાં રહેતા ઇસ્તાવાન પુસ્કાસે આ કરામત કરી દેખાડી છે. તેમણે લાકડામાંથી એક બાઇકનું નિર્માણ કર્યું છે. જેને જોને મોઢામાંથી ચોક્કસપણે વાહ શબ્દ નીકળી જશે. દેખાવે આ એક સાચી બાઇક જેવી જ છે, બાઇકના વ્હીલ અને અમુક ભાગોને બાદ કરીને બાકી તમામ ઉપકરણો લાકડામાંથી બનેલા છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તસવીરોમાં જોઇ લો પુસ્કાસની આ શાનદાર કરામત.

પુસ્કાસની કરામત
હંગરીના રહેવાસી પુસ્કાસે લાકડાની આ બાઇકને બનાવવા માટે ઘણી મહેનત કરી છે, અને બે વર્ષની મહેનત બાદ તેઓ લાકડાની મોટરસાઇકલને તૈયાર કરી શક્યા.

લાકડાને આ પ્રકારે જોડવામાં આવ્યું
લાકડાના એક મોટા સમૂહને કંઇક આ પ્રકારે જોડવામં આવ્યું, જે મેટલની બનેલી બાઇકને પણ માત આપવા સક્ષમ છે.

બાઇકનું સ્ટીયરિંગ બળદના સિંગડા જેવું
એટલું જ નહીં પુસ્કસની આ બાઇકનું હેન્ડલ એક મોટા બળદના સિંગડા જેવું છે.

લોકસ્ટના લાકડાનો ઉપયોગ
આ બાઇકનું નિર્માણમાં પુસ્કાસે કાળા લોકસ્ટના લાકડાનો ઉપયોગ કરવામા આવ્યો છે.

પુસ્કાસ શાનદાર મેકેનિક
પુસ્કાસ આમ તો એક ટ્રેક્ટર ડ્રાઇવર છે, પરંતુ તેમને ગાડીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે અને સાથે જ તેઓ એક શાનદાર મેકેનિક પણ છે.

બાઇકમાં ફીઆટનું એન્જીન
પુસ્કાસે આ બાઇકમાં ફીઆટના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એન્જીનનું નિર્માણ પોલેન્ડમાં કરવામાં આવ્યું હતું. પોતાના ખેતીના કામમાંથી સમય કાઢીને પુસ્કાસે આ શાનદાર વૂડન બાઇકનું નિર્માણ કર્યું છે. આગળની સ્લાઇડ્સમાં અન્ય લાકડાની કાર્સ અને બાઇક અંગે જણાવવામાં આવ્યું છે.

લાકડાની શાનદાર કાર
આ છે સ્પલીંટરની લાકડાની બનેલી શાનદાર કાર, દેખાવે આ મહદઅંશે જાણીતી સ્પોર્ટ કાર લેમ્બોર્ગિની જેવી દેખાય છે.

ટૂ ફેસ્ટ વૂડન કાર
વાજિલી લૈરેંકોએ આ ટૂ ફેસ્ડ વૂડન કારનું નિર્માણ કર્યુ ંછે. આ કારના નિર્માણમાં મોટી માત્રામાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રેટ્રો કનવર્ટેબલ કાર
અમેરિકાના જાણીતા કાર ડિઝાઇનર, માઇખ મોરિસની શાનદાર રેટ્રો કનવર્ટેબલ કાર. આ કારને લોકોએ ઘણી જ પસંદ કરી છે. દેખાવે આ કાર ઘણી જ આકર્ષક છે.

માર્ચીની લાકડાની બોટ
લીવિયો ડે માર્ચીએ આ બોટનું નિર્માણ કર્યું છે. આ બોટ ફેરારી કારની કોપી છે. આ વૂડન કારની એક વિશેષતા એ પણ છે કે, તેમાં એ પ્રકારના લાકડાં અને પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી પાણીની અસર તેને થતી નથી.

હાઉસ મોટર
પ્રરોટોહૉસની બનેલી હાઉસ મોટર, આ દેખાવે એક સામાન્ય ઘર જેવું છે. આ કારમાં મોટા એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે.

લાકડાનું વેસ્પા સ્કૂટર
ડેનિએલા, કાર્લોસ એલ્બર્ટોનું લાકડામાંથી બનેલું વેસ્પા સ્કૂટર.

લાકડામાંથી બનેલી સાઇકલ
જાપાની ડિઝાઇનર યોજિરો ઓસિમાએ લાકડામાંથી સાઇકલનું નિર્માણ કર્યું છે.