For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ઓલ ટાઇમ ફેવરેટ 15 યામાહા બાઇકો

|
Google Oneindia Gujarati News

જો તમારો જન્મ 70 કે 80ના દાયકામાં થયો હશે તો તમે ચોક્કસ ક્યારેક ને ક્યારેક યામાહાની Rx100, RD350 કે પછી RX135 ઝૂમ બાઇક ચલાવી હશે.

યામાહા બાઇકોનો એક જમાનો હતો. એક વખતે ઘરમાં યામાહા બાઇક હોવી એક શાનની વાત ગણાતી. જો કે આજે સમય બદલાયો છે અને અનેક જાણીતી કંપનીઓ અને તેમની લેટસ્ટ ડિઝાઇન વાળી બાઇકો રસ્તા પર ઉતારી ચૂક્યા છે. જો કે આ બધાની વચ્ચે આજે પણ યામાહાએ પોતાનું સ્ટેટસ બનાવી રાખ્યું છે.

તો જો તમે બાઇક લવર્સ હોવ અને તમે પણ ક્યારેક ને ક્યારેક યામાહા બાઇક વાપરી હોય તો આ લેખ જરૂરથી વાંચજો કારણ કે આજે અમે તમને યામાહાની ઓલ ટાઇમ ફેવરેટ એવી 15 યામાહા બાઇક વિષે તમને જણાવીશું. જુઓ આ ફોટો સ્લાઇડર...

યામાહા YD2

યામાહા YD2

1959માં આવેલ આ યામાહાના મોડેલમાં 247 સીસીનું એન્જિન હતું વધુમાં તે, યામાહાની બે સ્ટ્રોક ટ્વીન સીલિન્ડર વાળી પહેલી મોટરસાઇકલ હતી.

યામાહા YDS3C બીગ બેર

યામાહા YDS3C બીગ બેર

1965માં આવેલ આ બાઇકમાં 246 સીસીનું એન્જિન હતું અને તેના લૂક માટે લોકો આ બાઇકને ખૂબ જ પસંદ કરતા હતા.

યામાહા TR3

યામાહા TR3

347 સીસીના એન્જિન અને ફંકી ડિઝાઇન વાળી આ બાઇક જાપનમાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી.

યામાહા YZ250

યામાહા YZ250

આ સ્પોર્ટ બાઇક 1974માં આવી હતી. 1973માં મોટોક્રોસ વર્લ્ડ ચેમ્પિયન જીતનારી આ બાઇકે કંપનીનું પ્રોડક્શન વધારી દીધું હતું.

યામાહા RD350B

યામાહા RD350B

1973માં આવેલા આ બાઇકમાં 347 સીસીનું એન્જિન હતું નોંધનીય છે કે આજે પણ આ મોડેલ લોકોમાં એટલું જ પ્રિય છે જેટલું તે ત્યારે હતું.

યામાહા TZ250

યામાહા TZ250

આ રેસિંગ બાઇકમાં 247 સીસીનું એન્જિન હતું અને તે પ્રતિ કિલોમીટર 225ની ટોપ સ્પીડ આપતી હતી.

યામાહા OW48

યામાહા OW48

આ કૂલ બાઇકમાં 498સીસીનું એન્જિન હતું અને તે પ્રતિ કિલોમીટર 290ની સ્પીડ આપતી હતી. વધુમાં યામાહાની આ બાઇકે અનેક એવોર્ડ અને ચેમ્પીયનશીપ જીતી છે.

YAMAHA RD 250 LC

YAMAHA RD 250 LC

1980માં આવેલ યામાહાના આ મોડેલમાં 247 સીસીનું એન્જિન અને મોનોશોક સસ્પેન્શન હતું. તે સમયે આ બાઇક દરેક ટીનએનજરનું ડ્રીમ હતું. વધુમાં ધણા ગ્રાન્ડ પીક્સ રેસર્સે તેમના કેરિયરની શરૂઆત આ બાઇકથી કરી હતી.

યામાહા RZ500

યામાહા RZ500

1984માં આવેલ આ બાઇકમાં 499 સીસીનું એન્જિન હતી અને તે પ્રતિ કિલોમીટર 216ની સ્પીડ આપતી હતી. આ એક અલ્ટીમેટ રેસર મોટરબાઇક હતી.

યામાહા V-MAX

યામાહા V-MAX

1985માં આવેલ યામાહાના આ મોડેલમાં 1198 સીસીનું એન્જિન હતું. જે પ્રતિ કિલોમીટર 230 ની સ્પીડ આપતું હતું. આ બાઇકની ડિઝાઇન માટે એડ બુર્ક અને જોહ્ન રીડે ઇનપુટ આપ્યા હતા અને તે અકિરા અરીકાની ટીમ દ્વારા બનાવામાં આવી હતી.

યામાહા FZR 1000

યામાહા FZR 1000

1987માં આવેલ આ બાઇકમાં 1002 સીસીનું એન્જિન હતું જે પ્રતિ કિલોમીટર 269ની સ્પીડ આપતી હતી. આ બાઇક જ્યારે લોન્ચ કરવામાં આવી ત્યારે તે કંપનીની સૌથી વધુ કેપેસિટી વાળી સુપર સ્પોર્ટવાળી બાઇક હતી.

યામાહા GTS 1000

યામાહા GTS 1000

1993માં આવેલી આ બાઇક કંપનીની પહેલી માસ પ્રોડક્શન બાઇક હતી જેમાં 1002 સીસીનું એન્જિન હતું જે પ્રતિ કલાક 213ની સ્પીડ આપતું હતું.

યામાહા YZF600 R6

યામાહા YZF600 R6

"નો કોમ્પ્રોમાઇઝ" પોલિસી સાથે તૈયાર કરવામાં આવેલી આ બાઇકમાં ચાર સિલિન્ડર હતા જે આ બાઇકને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપતું હતું.

યામાહા YZF1000 R1

યામાહા YZF1000 R1

998 સીસીના એન્જિનવાળી આ બાઇક 266ની સ્પીડ આપતી હતી. જે એક અલ્ટીમેટ સ્પોર્ટ્સબાઇક હતી.

યામાહા RX 100

યામાહા RX 100

યામાહાનું આ મોડેલ ભારતમાં ખાસ્સુ લોકપ્રિય થયું હતું. આ બાઇક કોઇ સ્પોર્ટ બાઇક નહતી પણ તેને ભારતીય રસ્તાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી હતી, જેને લોકોને ખાસ્સુ પસંદ કર્યું.

English summary
Yamaha Tribute: 15 Greatest Yamaha Motorcycles Of All Time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X