
Skin care Tips : આ તેલને રાત્રે ચહેરા પર લગાવો, ડાઘા, કરચલી અને ખીલ ગાયબ થઈ જશે
Skin care Tips : આજે અમે તમારા માટે બદામના તેલના ફાયદા લઈને આવ્યા છીએ. બદામ ખાવામાં મજા તો છે જ, પરંતુ તે ત્વચા માટે પણ ઉપયોગી છે. શિયાળામાં સૂતા પહેલા દરરોજ બદામના તેલથી ચહેરા પર માલિશ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરે છે. આ સાથે ચહેરાને ચમકદાર બનાવે છે.

બદામના તેલમાં ઘટકો
બદામના તેલમાં વિટામીન A, E, D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઓમેગા 3 ફેટી એસિડ વિપુલ પ્રમાણમાં હોય છે. બદામના તેલનાઆ તમામ ગુણો ત્વચાની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપચાર છે.

આ 2 રીતોનો ઉપયોગ કરો
પ્રથમ રીત
કોઈપણ મોઈશ્ચરાઈઝિંગ લોશનમાં બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. રાત્રે સૂતા પહેલા બદામનું તેલ લગાવવાથી ત્વચા સુધરે છે.
બીજી રીત
રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો. તેલના થોડા ટીપા હાથ પર લો અને હથેળીઓને એકસાથે ઘસો જેથી તેલ થોડું ગરમથઈ જાય બાદ, તેનેઆખા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.

ચહેરા પર બદામનું તેલ લગાવવાથી ફાયદો થાય છે
ફાયદા નંબર 1 - દૂર કરે છે સ્ટ્રેચ માર્ક્સ
બદામનું તેલ ત્વચાના સ્ટ્રેચ માર્કસને દૂર કરવામાં મદદરૂપ છે. કારણ કે, આ તેલમાં સમાયેલ વિટામિન E ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે. આ જ કારણ છે કે, તેવૃદ્ધત્વને છૂપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ફાયદા નંબર 2 - સુંદરતા વધારવામાં અસરકારક
બદામનું તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે, ખાસ કરીને શુષ્ક શિયાળાની હવામાં જે શુષ્ક અને સંવેદનશીલ ત્વચાને હાઇડ્રેટ કરે છે.