આ આહાર ખાવાથી નહીં થાય ખીલ

Posted By:
Subscribe to Oneindia News

શું તમારા ચહેરા પર દરેક બીજા દિવસે ખીલનું આક્રમણ થાય છે? શું તમે તેનો ઉપચાર કરતા કરતા થાકી ગયા છો? તો નિરાશ ના થતા કારણ કે વિશેષજ્ઞો દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે તમે સ્કીનની ઘણી સમસ્યાઓથી આસાનીથી છુટકારો મેળવી શકો છો.

જો ચહેરા પર વારંવાર ખીલ થઇ રહ્યાં છે તો તમારા આહારને સંપૂર્ણ રીતે બદલી નાખો અને તેમા એક્સપર્ટ દ્વારા બતાવવામાં આવેલી ચીજોને શામેલ કરો. ચહેરા પર ખીલ અને કરચલી જેવી સમસ્યાએ ના થાય તેના માટે પૂરતા પ્રમાણમાં ઉંઘ કરવી જરૂરી છે. સારો આહાર અને સારી લાઇફસ્ટાઇલ અપનાવીને તમે ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

 

આવો જાણીએ કે ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આહારમાં કઇ કઇ વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ.

ખુબ પાણી પીવો
  

ખુબ પાણી પીવો

જો તમારે તમારી સ્કીન સારી રાખવી છે, તો ખુબ પાણી પીવો. તેનાથી ત્વચા હંમેશા હાઇડ્રેડ રહેશે અને ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન પણ સારૂં રહેશે. એવા ફળ અને શાકભાજી વધુ માત્રામાં ખાવ જેમા પાણીની માત્રા વધુ પ્રમાણમાં હોય. દિવસ દરમ્યાન તમારે લગભગ 8 ગ્લાસ પાણી પીવુ જોઇએ.

ઓમેગા 3 ફેટી એસિડ
  

ઓમેગા 3 ફેટી એસિડ

પોતાના નિયમીત આહારમાં માછલી, અખરોટ, અળસીના બીજનો સમાવેશ કરો.

ડ્રાયફ્રુટ્સ
  
 

ડ્રાયફ્રુટ્સ

સાંજના નાસ્તામાં ડ્રાયફ્રુટ્સનો સમાવેશ કરો. બદામ, અખરોટ અને બ્રાઝિલ નટ્સમાં સિલીયમ હોય છે. જે ત્વચાની કોશિકાઓ પર સોજો નથી આવા દેતા. અને ત્વચા સારી રાખવામાં મદદરૂપ થાય છે.

વિટામીન ઇ
  

વિટામીન ઇ

ખીલથી થતા ડાઘ દૂર કરવા માટે વિટામીન ઇ યુક્ત ખોરાક ઉપયોગી સાબિત થાય છે. માટે તમારે અનાજ, ઇંડા, ડ્રાયફ્રુટ્સ, અને અનરીફાઇન્ડ તેલ વગેરેનો ઉપયોગ કરવો જોઇએ.

ટામેટા
  

ટામેટા

પાકા ટામેટા ખાવા જોઇએ. ટામેટા ખાવાથી ત્વચા પર ગ્લો આવશે કારણ કે ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે.

ગ્રીન ટી
  

ગ્રીન ટી

દિવસમાં લગભગ બે વખત ગ્રીન ટીનું સેવન કરવુ જોઇએ. ગ્રીન ટીથી ત્વચામાં બ્લડ ફ્લો સારો રહે છે, સાથે જ ત્વચાને ઓક્સીજન પણ મળે છે.

રાજમા
  

રાજમા

રાજમામાં ખુબ જ માત્રામાં ઝીંક હોય છે, જે ખીલ પર કાબુ રાખી શકે છે. જે ખીલના દર્દ અને ડાઘ પણ દૂર કરે છે.

English summary
Beating breakouts isn't just about what lotions you put on your skin. You could see your acne improve if you make some simple changes to your daily routine.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.