અંડરગાર્મેન્ટ પહેરતી વખતે મહિલાઓએ આ ભૂલો કદી ન કરવી જોઈએ
છોકરીઓ પોતાની સુંદરતાને વધારવા માટે મેકઅપની સાથે સાથે પોતાના કપડાનુ પણ ખાસ ધ્યાન રાખે છે. મહિલાઓ પોતાના કપડાની સાથે પોતાના અંડરગાર્મેન્ટ્સનુ પણ ખૂબ ધ્યાન રાખે છે. મહિલાઓ પોતાની સાઈઝની બ્રા અને અંડરગાર્મેન્ટ્સ તો ખરીદી લે છે પરંતુ બ્રા અને અંડરગાર્મેન્ટ્સને યોગ્ય રીતે રાખી નથી શકતી જેના કારણે અંડરગાર્મેન્ટ્સ જલ્દી ખરાબ થઈ જાય છે.

આ ટિપ્સને ફોલો કરો
અંડરગાર્મેન્ટ્સનુ ફેબ્રિક ખૂબ જ સોફ્ટ હોય છે. સૉફ્ટ ફેબ્રિક ઘણી વાર જલ્દી ખરાબ થઈ જાય છે. પરંત તમારા અંડરગાર્મેન્ટસ પણ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે તો તમે આ ટિપ્સને ફોલો કરીને પોતાના અંડરગાર્મેન્ટ્સને વર્ષોવર્ષ ચલાવી શકો છો.

પહેલા હુકમાં પહેરો બ્રા
ઘણીવાર મહિલાઓ બ્રાની ઢીલી સ્ટ્રીપ માટે હેરાન થતી હોય છે. બ્રાની સ્ટ્રીપ ઢીલી થયા બાદ બ્રા ખરાબ થઈ જાય છે. જો તમારી બ્રાની સ્ટ્રીપ ઢીલી થઈ જાય છે તો બ્રા પહેરતી વખતે પહેલા હુકમાં બ્રા પહેરો. પહેલા હુકમાં બ્રા પહેરવાથી બ્રાની સ્ટ્રીપ જલ્દી ઢીલી નથી થતી. આ ટિપનો યુઝ કરવાથી તમારી બ્રા લાંબી ચાલશે.

ખોટી સાઈઝ
ઘણી વાર મહિલાઓ ખોટી સાઈઝને પેન્ટી અને બ્રા પહેરે છે. ખોટી સાઈઝના કપડા જલ્દી ખરાબ થઈ જાય છે. હંમેશા યોગ્ય સાઈઝની પેન્ટી અને બ્રા પહેરવી જોઈએ જેથી તમારા અંડરગાર્મેન્ટ્સ જલ્દી ખરાબ ન થાય. તમને જણાવી દઈએ કે બ્રા ભલે તમે વધુ સમય માટે પહેરો પરંતુ પેન્ટીને હંમેશા 6 મહિનાથી વધુ ન પહેરવી જોઈએ કારણકે આનાથી ઈન્ફેક્શનનુ જોખમ થઈ શકે છે.

સિંથેટીક કપડાની બ્રા
ઘણીવાર મહિલાઓ ડિઝાઈનર બ્રા પહેરે છે કે જે સિંથેટીક કપડાની બનેલી હોય છે. સિંથેટીક કપડા ભલે જોવામાં સુંદર લાગતા હોય પરંતુ તે વધુ સમય સુધી ચાલી નથી શકતા. વળી, સિંથેટીક કપડા સ્કિન માટે પણ સારા નથી હોતા. માટે હંમેશા કૉટનની બ્રા લેવી જોઈએ. કૉટનની બ્રા વર્ષોવર્ષ ચાલે છે અને સાથે ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

અંડરગાર્મેન્ટ્સ રોજ ધુઓ
ઘણી મહિલાઓનુ માનવુ છે કે અંડરગાર્મેન્ટ્સ રોજ ધોવાથી ખરાબ થઈ જાય છે એટલા માટે મહિલાઓ એક બ્રાને બેથી ત્રણ દિવસ સુધી પહેર્યા બાદ ધુએ છે. તમને જણાવી દઈએ કે અંડરગાર્મેન્ટ્સ રોજ ધોવાથી ખરાબ નથી થતા. બ્રાને એક દિવસ પહેર્યા બાદ જરૂર ધોવી જોઈએ. બ્રા ધોવાથી ખરાબ નથી થતી પરંતુ એક જ બ્રાને ધોયા વિના પહેરવાથી બ્રા ઢીલી થઈ જાય છે અને સાથે ઈન્ફેક્શનનુ જોખમ પણ વધી જાય છે.
આ પણ વાંચોઃ ટૉપલેસ ફોટોશૂટ કરાવી ચૂકેલી મમતા કુલકર્ણીના હૉટ અને બોલ્ડ વીડિયો જુઓ અહીં