For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઘરે જાતે જ બનાવો ફેસ ટોનર

|
Google Oneindia Gujarati News

જો તમે બજારમાંથી ફેસ ટોનર ખરીદો છો, તો તમને ઘણું મોંઘુ પડી શકે છે. ત્યારે ઘરે જ ઉત્તમ ફેસ ટોનર બનાવી લેવુ સારૂં રહેશે. ઘરે ફેસ ટોનર બનાવવુ ઘણુ સરળ છે. તે માટે તમને એવી વસ્તુઓની જરૂર પડશે જે તમારા ઘરમાંથી જ ઉપલબ્ધ થશે. જેમકે કાકડી, ટમેટા, તુલસી, હળદર, અને મધ વગેરે.

જો તમારા ચહેરા પર હંમેશા ખીલ થતા હોય, તમારી સ્કીન ઓઇલી હોય તો તમારા માટે કાકડીથી બનેલુ ટોનર સારૂં રહેશે. પ્રાકૃતિક ચીજોથી બનાવવામાં આવેલુ ફેસ ટોનર ત્વચાને એક અલગ જ ચમક આપશે. આ ટોનર તાજી વસ્તુઓથી તૈયાર કરવામાં આવે છે. જેથી તમને બેસ્ટ રીઝલ્ટ મળી શકે છે.

જો તમારે તમારો ચહેરો નિખારવો છે, ખીલ ગાયબ કરવા છે, કે પછી રોમ છિદ્રોને નાના કરવા છે, તો અમારા બતાવવામાં આવેલા આ ફેસ ટોનરને ઘરે બનાવો અને રીઝલ્ટ જુઓ.

તુલસી ટોનર

તુલસી ટોનર

થોડી તુલસીને હાથ વડે મસળીને અડધા કપ ઉકાળેલા પાણીમાં પલાળો. તેને ગાળી લઇને તેમા 1 ચમચી એલોવેરા જેલ મીક્સ કરો. આ ટોનર લગાવવાથી ખીલ નહીં થાય.

મેથી ટોનર

મેથી ટોનર

એક મુઠ્ઠી મેથીને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. પછી તેને ગાળીને ઠંડુ કરીને સ્પ્રે બોતલમાં ભરીને તેનો ઉપયોગ કરો.

હળદરનું ટોનર

હળદરનું ટોનર

1 ચમચી હળદરને 3 ચમચી લીંબુના રસ સાથે થોડા ગરમ પાણીમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેનો ટોનર તરીકે ઉપયોગ કરો.

મધનું ટોનર

મધનું ટોનર

1 ચમચી મધ, લીંબુનો રસ અને 1 ઇંડુ મીક્સ કરી લો. આ ટોનરને ત્વચા પર લગાવો. તેનાથી પોર્સ ટાઇટ થશે અને કરચલીઓ ગાયબ થઇ જશે. તેમજ ત્વચાને પોષણ મળશે.

કાકડી અને ગાજરનું ટોનર

કાકડી અને ગાજરનું ટોનર

મુઠ્ઠી ભરીને ફુદીનો લઇ તેને પાણીમાં ઉકાળી લો. તેને ઠંડુ કરીને 3 ચમચી કાકડીનું જ્યુસ અને બે ચમચી ગાજરનો રસ ભેળવો. આ મિશ્રણને આઇસ ટ્રેમાં ભરીને જમાવી લઇ ત્યારબાદ તેના ક્યુબ્સ કાઢીને ચહેરા પર લગાવો.

ટમેટાના રસનું ટોનર

ટમેટાના રસનું ટોનર

3 ચમચી ટમેટાનું જ્યુસ અને 1 ચમચી મધ મીક્સ કરો. આ ટોનરને લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થશે. અને ચહેરા પર ચમક આવશે.

મીન્ટ અને લીમડાનું ટોનર

મીન્ટ અને લીમડાનું ટોનર

મીન્ટ અને લીમડાના પત્તા લઇને તેને 15 મિનીટ સુધી પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને ગાળી લઇને આ પાણીને બોટલમાં ભરી લો. ત્યારબાદ તેને ટોનર તરીકે વાપરો. તેનાથી ચહેરા પર કોઇ ઇન્ફેક્શન થયુ હશે તો પણ તે દૂર થશે અને ખીલ પણ દૂર થશે.

English summary
Make Your Own Face Toner At Home To make a skin toner at home, these natural ingredients can be mixed and diluted with other ingredients. Here are some natural ayurvedic skin toner recipes for that perfect radiant skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X