
ટિપ્સ: જ્યારે લેવી હોય સેલ્ફી તો આ રીતે કરો મેકઅપ
આજ કાલ જેને દેખો તે સેલ્ફી લેતું જોવા મળે છે. દરેક નાનામાં નાની અને મોટામાં મોટી વાતે લોકો ફોન નીકાળીને સેલ્ફી લેવા લાગે છે. પણ ધણીવાર સેલ્ફીમાં સુંદર ના લાગવાના કારણે તેમનો મૂડ ઓફ થઇ જાય છે.
જો કે તમે પણ આ દુખમાંથી પસાર થઇ ચૂક્યા હોવ તો અમારા માટે તમારા માટે કેટલીક ટિપ્સ છે. જો તમે સેલ્ફી લેતા પહેલા મેકઅપની આ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો તમારી સેલ્ફી બગડવાનો કોઇ સવાલ જ ઊભો નહીં થાય. અને તમારે ખાસ કોઇ ફિલ્ટર પણ નહીં ઉપયોગ કરવા પડે સુંદર દેખાવા માટે. તો જાણો નીચેના ફોટોસ્લાઇટરમાં સેલ્ફી લેતા પહેલા કેવી કેવી મેકઅપ ટિપ્સ અપનાવી જોઇએ.

શું કરવું અને શું નહીં?
એક વાત યાદ રાખજો કે ખૂબ જ લાઇટ મેકઅપ કે પછી ભડકાઉ મેકઅપ બન્ને વસ્તુઓ સેલ્ફી લેતા સમયે તમારા ફોટોને બગાડી શકે છે માટે આવું કરવું રહેવા દેજો.

કેવો હોવા જોઇએ મેકઅપ
સેલ્ફી લેતી વખતે જગ્યા, સમય અને પ્રસંગનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો તમે કોલેજમાં હોવ તો ન્યૂડ મેકઅપ કરો કે પછી ત્વચાને રંગથી મેળ પડે તો લાઇટ મેકઅપ કરો.

બહાર માટે મેકઅપ
જો તમે પ્રાકૃતિક લાઇટનો ઉપયોગ કરીને સેલ્ફી લઇ રહ્યા હોવ તો મેકઅપ લાઇટ રાખો. આંખો પર કાજલ અને મસ્કરા લગાવો. ચહેરા પર ફાઉન્ડેશન અને ટ્રાન્સુલેટ પાવડર કે પછી પિંક કલરનું બ્લશર કરી લાઇટ લિપ્સિટ સાથે સેલ્ફી પડાવો.

બીબી ક્રિમનો ઉપયોગ
બીબી ક્રિમનો ઉપયોગ સેલ્ફી લેતા પહેલા ખાસ કરજો. તેનાથી સ્કીન સ્મૂથ અને ડેલિકેટ લાગશે. અને વાઇટનીંગ જેવા ફિલ્ટરનો ખાસ ઉપયોગ પણ તમારે નહીં કરવો પડે.

આઇબ્રો અને આંખોનો મેકઅપ
સેલ્ફી લેતા વખતે જે વસ્તુ તમારા ચહેરા પર સૌથી વધુ હાઇલાઇટ થાય છે તે છે તમારી આંખો. તો આંખોનો મેકઅપ યોગ્ય રીતે કરો. આઇબ્રોને ડાર્ક શેડ કે પેસિન્લના ઉપયોગથી સવારો. વળી આંખો પર કાજલ અને મસ્કરા લગાવાનું ના ભૂલતા. સાથે જ નીચેના ડાર્ક સર્કલ પર બીબી ક્રીમ લગાવજો.