મિસ અમેરિકા બનેલી ભારતીય નીનાની અજાણી વાતો
ભારતીય મૂળની 24 વર્ષિય મિસ ન્યુયોર્ક નીના દાવુલુરીને મિસ અમેરિકા તરીકે પસંદ કરવામાં આવી છે. ભારત સાથે ઉંડું જોડાણ ધરાવતી નીના દાવુલુરીની જીત પર અમેરિકામાં સ્થિત ભારતીય અને આખું હિન્દુસ્તાન ઘણું જ ખુશ છે. તમામે નીનાને અનેકગણી શુભકામનાઓ પાઠવી છે. રવિવારે ન્યુજર્સીના એટ્લાન્ટિક સિટીમાં આયોજિત પ્રતિષ્ઠિત સૌંદર્ય પ્રતિયોગિતામાં સિરાકુજ શહેરની દાવુલુરીને તાજ અને 50 હજાર ડોલરની ઇનામી રાશી આપવામાં આવી.
વિશ્વકક્ષાએ ભારતનું નામ ઝળકાવનારી ભારતીય મૂળની અમેરિકન નીના દાવુલુરી સાથે જોડાયેલી કટલીક બાબતો અમે અહીં જણાવી રહ્યાં છે. જેમા તેના દ્વારા રચવામાં આવેલા ઇતિહાસ સહિતની બાબતો જણાવવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ નીના દાવુલુરી સાથે જાડાયેલી કેટલીક અજાણી વાતો.

રચ્યો ઇતિહાસ
ભારતીય મૂળની નીના દાવુલુરીને જ્યારે મિસ અમેરિકા જાહેર કરવામાં આવી તે પહેલાં તેણે કહ્યું હતું કે અમારા માટે આ એક ગૌરવની વાત છે અને અમે ઇતિહાસ રચવાની નજીક પહોંચ્યા છીએ. આ તકેની તેની સાથે બીજી કન્ટેસ્ટન્ટ તરીકે મિસ કેલિફોર્નિયા હતી. નોંધનીય છે કે, નીના પહેલી ભારતીય મૂળની સુંદરી છે કે જેણે આ ખિતાબ જીત્યું છે અને બીજી મિસ ન્યુયોર્ક છે. તેના પહેલા 30 વર્ષ પૂર્વે એટલે કે 1983માં મિસ ન્યુયોર્ક રહેલી માલોરી હેગને આ ખિતાબ જીત્યું હતું.

વિવાદનો સામનો કરી ચૂકી છે તે
તેમજ મિસ અમેરિકા બનતાં જ તેણે વિવાદનો સામનો કર્યો હતો, એ પણ સોશિયલ મીડિયા થકી, સોશિયલ મીડિયામાં તેને લઇને વંશીય ટીપ્પણી પણ કરવામાં આવી હતી. કેટલાક લોકો એ બાબતને લઇને વિવાદ કરી રહ્યાં હતા કે એક ભારતીય મૂળની સુંદરી કેવી રીતે મિસ અમેરિકા બની શકે.

બ્રેઇન અને બ્યૂટીની શાનદાર સમનવય
નીના દાવુલુરી બ્રેઇન અને બ્યૂટીનું શાનદાર સમનવય છે. જેના કારણે તેણે અનેક એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની બુદ્ધિમતાના કારણે તેને સારી યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ પણ આપવામાં આવી છે.

ખાઉધરાપણું અને મેદસ્વીપણાનો હતી શિકાર
અમેરિકાના દિલો પર રાજ કરવા જઇ રહેલી ભારતીય મૂળની આ સુંદરીને ખાવાનો ઘણો શોખ છે અને તેના કારણે તેને મેદસ્વીપણું આવી ગયું હતું, પરંતુ સુંદરીઓની સ્પર્ધામાં ભાગ લેવાના કારણે તેણે પોતાના ખાવાના શોખને તજ્યો હતો અને મેદસ્વીપણાને દૂર કર્યું હતું. મિસ ન્યુયોર્કમાં ભાગ લેતા પહેલા તેણે 50 પાઉન્ડ જેટલું વજન ઉતાર્યું હતું.

નીનાનો ભારત સાથેનો નાતો
નીના મૂળ રૂપે ભારતના આંધ્ર પ્રદેશના વિજયવાડા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે. તે પહેલી એનઆરઆઇ હતી, કે જેમણે મિસ અમેરિકામાં ભાગ લીધો અને આ પ્રતિયોગિતાને જીતી પણ લીધી. નીના માત્ર 24 વર્ષની છે અને આગળ જઇને તે ડોક્ટર બનવા માગે છે. તેથી પ્રતિયોગિતામાં તેને પ્લાસ્ટિક સર્જરી સાથે જોડાયેલા પ્રશ્નો કરવામાં આવ્યા. નીનાની પ્રતિયોગિતા દરમિયાન બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ આપી, જેમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવી.

અભ્યાસ અને સન્માન
મિસ અમેરિકા સૌંદર્ય પ્રતિસ્પર્ધાના આયોજકો અનુસાર, દાવુલુરીએ સેન્ટ. જોસેફ હાઇસ્કૂલ અને યુનિવર્સિટી ઓફ મિશીગનમાં અભ્યાસ કર્યો છે. દર્શનશાસ્ત્રમાં સ્નાતક દાવુલુરીને મિશીગન મેરિટ એવોર્ડ, નેશનલ ઓનર સોસાયટી જેવા સન્માન પણ મેળવ્યા છે.

બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ ઓનર સમાન
નીનાએ પ્રતિયોગિતા દરમિયાન બૉલીવુડ ફોર્મેટની સ્ટેજ પ્રસ્તુતિ આપી, જેમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવી. બૉલીવુડ ફોર્મેટમાં સ્ટેજ પ્રસ્તુતિ આપ્યા બાદ તેણે કહ્યું કે, મિસ અમેરિકાના સ્ટેજ પર આ પ્રકારની પ્રસ્તૃતિ કરવી એ મારા માટે, મારા પરિવાર અને ભારતીય સમુદાય માટે એક ઓનર સમાન છે.