For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ચણાના લોટથી ચહેરો ધોવાના ફાયદા

|
Google Oneindia Gujarati News

ચણાનો લોટ દરેક ઘરમાં આસાનીથી મળી રહે છે. અને એટલે જ ચણાના લોટનું નામ તમે ના સાંભળ્યુ હોય તેવુ બની શકે નહીં. ચણાનો લોટ સ્વાસ્થ્યની સાથે સુંદરતા નિખારવાનું કામ પણ કરે છે. ખાસ કરીને જે છોકરીઓને પોતાના ચહેરાથી પ્રેમ હોય છે, તે છોકરીઓ પોતાનો ચહેરો સાબુ નહિં પણ ચણાના લોટથી ધુએ છે.

ચણાના લોટનો ઉપયોગ તમે દહીં, ગુલાબ જળ કે હળદર સાથે પણ કરી શકો છો. સાબુમાં દુનિયાભરના કેમિકલ્સ હોય છે, જ્યારે ચણાનો લોટ સંપૂર્ણ પ્રાકૃતિક હોવાના કારણે ફેસને ઘણાં ફાયદા થાય છે. આવો જાણીએ ચણાના લોટથી નાહવાના ફાયદા.

ટેનીંગને દૂર કરશે

ટેનીંગને દૂર કરશે

ચહેરાને સાબુની જગ્યાએ ચણાના લોટથી સાફ કરવાથી ચહેરાનો રંગ નીખરે છે, સાથે જ સૂર્યથી થતા ટેનીંગને પણ દૂર કરે છે.

ડેડ સ્કીન હટાવે છે

ડેડ સ્કીન હટાવે છે

તમે ઇચ્છો તો ચહેરા પર ચણાના લોટને અપ્લાય કર્યા બાદ થોડી વાર સુધી તેને રગડી શકો છો. જેનાથી ડેડ સ્કીન દૂર થશે.

ચહેરાને નિખારે છે

ચહેરાને નિખારે છે

ચણાના લોટમાં બ્લિચીંગના ગુણો હોવાના કારણે ત્વચાને પાકૃતિક રીતે નિખારે છે.

ખીલનો ઉપચાર

ખીલનો ઉપચાર

જો તમે ચહેરાને ચણાના લોટથી ધોશો તો ચહેરા પરના ખીલ ધીરે ધીરે સુકાઇ જશે, અને ચહેરો સાફ દેખાશે.

દાગ દૂર કરે

દાગ દૂર કરે

ચણાના લોટમાં બ્લિચીંગનો ગુણધર્મ હોવાના કારણે દાગ-ધબ્બાને હલ્કા કરી દે છે.

બ્લેકહેડ દૂર કરે છે

બ્લેકહેડ દૂર કરે છે

જો તમારા નાક પર ઘણાં બ્લેકહેડ્સ છે, તો ચણાના લોટ કરતા વધુ કોઇ સારો ઉપાય નથી.

પોર્સને ટાઇટ કરે છે

પોર્સને ટાઇટ કરે છે

ચહેરા પર મોટા પોર્સ જોવામાં ઘણાં ખરાબ લાગે છે. તેને નાના કરવા માટે હંમેશા ચણાના લોટનો પ્રયોગ કરો.

તેલનું પ્રમાણ જાળવે છે

તેલનું પ્રમાણ જાળવે છે

ચહેરા પર સાબુ લગાવવાથી ચહેરા પરની નમી એટલે કે તેલ ગાયબ થઇ જાય છે. જ્યારે ચણાના લોટનો પ્રયોગ કરવાથી ચહેરા પરનું તેલ જાળવી રાખે છે.

ત્વચાને સ્મૂથ બનાવે

ત્વચાને સ્મૂથ બનાવે

ચણાનો પાવડર લગાવવાથી ત્વચા સ્મૂથ અને મૂલાયમ બને છે. જો તમે હંમેશા ચહેરા પર સાબુનો પ્રયોગ કરશો તો ત્વચા સૂકાઇ જશે અને ખરાબ દેખાશે.

સેફ અને નેચરલ

સેફ અને નેચરલ

ચણાનો લોટ 100 ટકા શુદ્ધ અને નેચરલ હોવાથી હાનિકારક નથી. પણ સાબુમાં અનેક કેમિકલ્સ હોવાથી તે ત્વચાને નુકસાનકાર સાબિત થઇ શકે છે.

English summary
You will be surprised to know the immense benefits of using besan as an alternative to soaps. Those who love to care their skin, would love besan more than soaps and face washes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X