બિકની વેક્સીંગ કરાવતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

Posted By:
Subscribe to Oneindia News

વેક્સીંગનું નામ સાંભળતાની સાથે જ લોકોના રૂવાંટા ઉંચા થઇ જતા હોય છે. વેક્સીંગ શરીર પરથી રૂંવાટી કાઢવાની એક પ્રક્રિયા છે. જે ખુબ જ પીડાદાયક હોય છે. પરંતુ એટલી પીડાયદાયક નથી હોતી જેટલી જાહેરાતોમાં બતાવવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ તો હાથ, પગ, અને ચહેરા પર પણ વેક્સીંગ કરાવતી હોય છે. પરંતુ શું તમે જાણો છેકે કેટલીક મહિલાઓ બિકની વેક્સીંગ પણ કરાવતી હોય છે.

જી હા, આજે અમે તમને વનઇન્ડિયાના આ આર્ટીકલમાં બિકની વેક્સીંગ અંગે જણાવી રહ્યાં છીએ. જો તમે બ્રાઝીલી વેક્સીંગ કરાવવા માંગો છો, તો નીચે જણાવવામાં આવેલી કેટલીક વાતો ચોક્કસથી તમને મદદરૂપ થશે.

 

સૌ પ્રથમ તમે એક એવી બ્રાઝીલી વેક્સરની પસંદગી કરો કે જેને આપ જાણતા હોવ. જેની સાથે વાત કરવામાં કે વેક્સીંગ કરાવવામાં તમને કોઇ વાંધો ન હોય. બ્રાઝીલી વેક્સીંગ દરમ્યાન સ્વચ્છતાનું ધ્યાન રાખવુ ખુબ જ જરૂરી હોય છે. આ નાની મોટી વાતો સિવાય અન્ય કેટલીક મહત્વપૂર્ણ વાતો અંગે નીચેના સ્લાઇડરમાં જણાવવામાં આવ્યુ છે. જો તમે વેક્સીંગમાં એક ડગ આગળ વધવા માંગો છો, તો નીચે આપવામાં આવેલા સુજાવો પર એક નજર ચોક્કસથી કરો.

શરમાવો નહીં
  

શરમાવો નહીં

બિકની વેક્સીંગ એ સામાન્ય વેક્સરનું કામ નથી. પરંતુ એક માસ્ટર વેક્સર જ બિકની વેક્સીંગ સારી રીતે કરી શકે છે. તેવા સમયે તમારે સંકોચ અનુભવવાની જગ્યાએ એ યાદ રાખવુ જોઇએ કે જે તમને વેક્સીંગ કરી રહ્યાં છે તે પ્રોફેશ્નલ્સ છે, તે તેમનુ કામ છે.

ટ્રિમ કરો
  

ટ્રિમ કરો

બ્રાઝીલી વેક્સીંગ કરાવતા પહેલા ટ્રીમીંગ કરી લેવુ જોઇએ. જો ટ્રીમ કર્યું હશે તો તમારા વેક્સરને બ્રાઝીલી વેક્સીંગ કરવુ સરળ રહેશે.

સ્નાન કરી લેવુ
  
 

સ્નાન કરી લેવુ

કોઇ પણ પ્રકારના ચેપથી બચવા માટે બ્રાઝીલી વેક્સીંગ કરાવ્યા પહેલા અને પછી સારી રીતે સ્નાન કરી લેવુ જોઇએ. નાહવા માટે તમે સાબુની જગ્યાએ બોડીવોશનો ઉપયોગ કરો તો હિતાવહ છે.

સંબંધ ના કરો
  

સંબંધ ના કરો

બ્રાઝીલી વેક્સીંગ દરમ્યાન ઓછી પીડા થાય તે માટે, જ્યારે બ્રાઝીલી વેક્સીંગ કરાવવાનું હોય તેના એક દિવસ પેહલાથી પોતાના પાર્ટનરથી દૂર રહો.

કસરત ના કરો
  

કસરત ના કરો

કસરત કરતી વખતે નીકળતો પસીનો વેક્સીંગ દરમ્યાન મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વેક્સીંગ કરાવતી વખતે જો પસીનો થાય તો વાળ મૂળમાંથી નથી ઉખડતા.

English summary
What You Should Do Before A Brazilian Wax! Mentioned below are some of the things you should keep in mind before you go in for a brazilian wax.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.