Birth Anniversary of Subhadra Kumari Chauhan - ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી
birth anniversary of Subhadra Kumari Chauhan - જો ખુબ લડી મર્દાની વહ ઝાંસી વાલી રાની થી... તમને આ કવિતાની લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણનું નામ યાદ જ હશે, પરંતુ તમે તેના સમગ્ર જીવન વિશે ભાગ્યે જ જાણતા હશો. સુભદ્રા કુમારી ચૌહાણ માત્ર એક કવિ જ નહીં પણ એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તે દેશની પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. તેમની 117મી જન્મજયંતિ નિમિત્તે ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા લખવામાં આવેલી આ કવિતા માત્ર કાગળ પર જ ન હતી, પરંતુ તેમણે જે ભાવના કાગળ પર ઉતારી હતી, તે તેને જીવંત પણ કરી હતી. તેના પુરાવા છે કે સુભદ્રા કુમારી ચૌહાણ મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેનારા પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. સુભદ્રા કુમારી ચૌહાણ ઘણી વખત જેલમાં ગયા હતા.
સુભદ્રાકુમારી ચૌહાણનો જન્મ 16 ઓગસ્ટ, 1904ના રોજ અલ્હાબાદ નજીક નિહાલપુરમાં થયો હતો. તેમના પિતા રામનાથ સિંહ જમીનદાર હતા. તેઓ અભ્યાસ અંગે પણ સભાન હતા. પોતાની પ્રતિભા બતાવીને સુભદ્રાએ પણ બાળપણથી જ કવિતા પઠન કરવાનું શરૂ કર્યું હતું. તેમની પ્રથમ કવિતા 9 વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી, જે તેમણે લીમડાના ઝાડ પર લખી હતી.
સુભદ્રાકુમારી ચૌહાણ માત્ર ટૂંકા સમયમાં કવિતા લખી દેતા હતા. આ સાથે અભ્યાસમાં પણ તેમને ટોપર હતા. શિક્ષકો સાથે તેમના સહપાઠીઓમાં પણ તેમને પ્રિય હતા. કવિતા લખવાની પ્રક્રિયા જે બાળપણમાં શરૂ થઈ હતી, પછી જીવનભર યથાવત રહી હતી.
તેમની એક કવિતા 'વીરો કા કૈસા હો વસંત' છે
આ રહી હિમાલય સે પુકાર
હૈ ઉદધી ગરજતા બાર બાર
પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર
સબ પુછ રહે હૈ દિગ-દિગન્ત
વિરો કા કૈસા હો વસંત?
આ ભાવના માત્ર તેમની કવિતામાં સિંચાઈ નથી. જ્યારે ગાંધીજી દેશભરમાં તેમના આંદોલન માટે હાંકલ કરી રહ્યા હતા, ત્યારે સુભદ્રાએ પણ તેમની ભાગીદારી નોંધાવી હતી. તે સ્પષ્ટ છે કે, તેમને માત્ર રાષ્ટ્રવાદી કવિ જ નહીં, પણ એક દેશભક્ત મહિલા પણ હતા.
'જલિયાં વાલે બાગ મેં વસંત'માં તેમણે લખ્યું છે કે -
પરિમલહિન પરાગ દાગ-સા પડા હૈ
હા ! યહ પ્યારા બાગ ખૂન સે સના પડા હૈ
આઓ પ્રિય ઋતુરાજ? કિંતુ ધીરે સે આના
યહ હૈ શોક-સ્થાન યહાં મત શોર મચાના
કોમલ બાલક મરે યહાં ગોલી ખા-ખાકર
કલિયા ઉનકે લિયે ગિરાના થોડી લાકર
સુભદ્રાના લગ્ન લક્ષ્મણ સિંહ સાથે નક્કી થયા હતા. લક્ષ્મણ સિંહ નાટ્યકાર હતા અને તેમણે તેમની પત્નીને તેમની પ્રતિભાને આગળ વધારવામાં હંમેશા સહયોગ કર્યો હતો. તેમને સાથે મળીને કોંગ્રેસ માટે કામ કર્યું હતું. સુભદ્રા મહિલાઓની વચ્ચે જતા અને તેમને સ્વદેશી અપનાવવા અને તમામ સંકુચિત માનસિકતા છોડવા માટે પ્રેરિત કરતા હતા.
તેમના ઘરની સંભાળ રાખીને તેમને સાહિત્ય અને સમાજની સેવા કરતા હતા. 44 વર્ષની નાની ઉંમરે પણ તેમણે ઉત્કૃષ્ટ કૃતિઓનું નિર્માણ કર્યું હતું. તેમણે ત્રણ વાર્તા સંગ્રહો લખ્યા હતા, જેમાં બિખરે મોતી, ઉન્માદિની અને સીધે સાદે ચિત્ર નો સમાવેશ થાય છે. કાવ્ય સંગ્રહમાં મુકુલ, ત્રિધારા વગેરેનો સમાવેશ થાય છે. તેમની પુત્રી સુધા ચૌહાણે પ્રેમચંદના પુત્ર અમૃત રાય સાથે લગ્ન કર્યા છે, તેમણે તેમની માતાનું જીવનચરિત્ર 'મિલે તેજ સે તેજ' લખ્યું છે.
ભારતીય રાષ્ટ્રીય ચળવળના સહભાગી તરીકે તેમને તેમના પ્રભાવશાળી લેખન અને કવિતાઓનો ઉપયોગ અન્ય લોકોને પ્રેરિત કરવા માટે હથિયાર તરીકે કર્યો હતો. તેમના આર્ટીકલ્સમાં તેમણે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ભારતીય મહિલાઓને પડતી મુશ્કેલીઓ અને પડકારોનું નિરૂપણ કર્યું હતું.
ચૌહાણે હિન્દીની ખારીબોલી બોલીમાં લખ્યું હતું. તેમને બાળકો માટે કવિતાઓ અને સમાજના મધ્યમ વર્ગના જીવન પર આધારિત કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમના અનુકરણીય કાર્યના સન્માનમાં ભારતીય તટરક્ષક જહાજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સમક્ષ તેની પ્રતિમા મૂકવામાં આવી હતી.
16 ઓગસ્ટ, 1904 ના રોજ જન્મેલા સુભદ્રાકુમારી ચૌહાણનું 15 ફેબ્રુઆરી, 1948 ના રોજ 44 વર્ષની વયે અવસાન થયું. તેમને પોતાના પ્રિય મૃત્યુ વિશે કહેતા હતા કે, મને મૃત્યુ બાદ પણ પૃથ્વી છોડવાની ઇચ્છા નથી. મારી સમાધિ એવી રીતે બનાવજો કે જેની આસપાસ મેળો ભરાતો હોય, બાળકો રમતા રહેતા હોય, સ્ત્રીઓ ગાતી અને ત્યાં હંમારા કોલાહલ રહેતી હતો.