For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરને ગરોળી અને વંદાથી મુક્ત કરવું છે તો બસ આટલું કરો!

|
Google Oneindia Gujarati News

શું તમારા ઘરમાં ગરોળી અને વંદાઓ તમને ટેબલ કે સોફા પર ચઢવા અને ડરની માર્યા ચીસો પાડવા માટે મજબૂર કરે છે? શું તમારા બાથરૂમની ગટરમાંથી નીકળતા અને દિવાલા પર ફરતી ગરોળી જોઇને તમને ચીતરી ચઢે છે અને અનેક ઉપાયો કર્યા છતાં આ જીવાતોના ત્રાસથી તમે તમારા ઘરને મુક્ત કરવામાં અક્ષમ રહ્યા છો તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે.

કારણે આજે અમે તમને ગરોળી અને વંદા ભગાવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો બતાવવાના છીએ છે ખૂબ જ કારગર છે. તો જો તમે બધી વસ્તુઓ કરીને કંટાળી ગયા હોવ તો જરા આ પણ ટ્રાય કરી જુઓ. શું ખબર તમારું ઘર આમાંથી કોઇ ઉપાયના કારણે ગરોળી અને વંદાઓથી મુક્ત થઇ જાય તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

ઇંડાનું છીલકું

ઇંડાનું છીલકું

ગરોળીને ઇંડાના છીલકાની ગંધ બિલકુલ નથી ગમતી તો ગરોળીને દૂર ભગાવવા માટે તમે ઇંડાના છિલકાના થોડા ટુકડા જે તે જગ્યાએ મૂકી શકો છો જ્યાં ગરોળીઓ વધારે ફરતી હોય.

લસણ

લસણ

લસણની ગંધ પણ ગરોળી અને વંદાને દૂર ભગાડવા માટે કાફી છે બસ લસણનો રસ કરીને ઘરમાં તેવી જગ્યાએ લગાવો જ્યાં ગરોળીઓ અને વંદા વધુ હોય.

કોફીને તમાકુ

કોફીને તમાકુ

તમાકુ અને કોફી પાવડરની ગોળીઓ બનાવીને તમે ઘરમાં મૂકી શકો છો. તેનાથી પણ ગરોળી દૂર રહે છે.

ડુંગળી

ડુંગળી

વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે બસ ડુંગળીને મિક્સરમાં ક્રસ કરી તેનો રસ બનાવી જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં લગાવી દો. ચાર-પાંચ દિવસે ફરી સફાઇ કરી રસ લગાવતા રહો 1 મહિનામાં તો વંદાથી મુક્ત થઇ જશે તમારું ઘર.

કપૂરની ગોળીઓ

કપૂરની ગોળીઓ

આ સૌથી સરળ અને અસરદારક ઉપાય છે. કપૂરની ગોળી ખરીદી રસોડાના ખાનામાં મૂકી દો. વંદા જરૂરથી ભાગશે.

કોફી પાવડર

કોફી પાવડર

કોફીનો પાવડર પણ વંદાઓને દૂર રાખે છે પણ થોડા થોડા સમયમાં જૂનો પાવડર ફેંકી નવો નાખવો પણ જરૂરી છે.

બોરેક્સ અને ખાંડ

બોરેક્સ અને ખાંડ

વંદાને ભગાડવા હોય તો આ છે અક્સીર ઉપાય 3 ભાગ બોરેક્સ લો તેમાં એક ભાગ ખાંડ ઉમેરા અને આ ભૂકાને વંદા હોય ત્યાં રાખી મૂકો.

બેકિંગ સોડા અને ખાંડ

બેકિંગ સોડા અને ખાંડ

જો તમારે બોરેક્સ ના વાપરવો હોય તો તમે બેકિંગ સોડા અને ખાંડની ગોળી બનાવીને પણ વંદા વધુ દેખાતા હોય તેવી જગ્યાએ મૂકી શકો છો પણ થોડા થોડા સમય આ ગોળીઓ બદલવાનું ના ભૂલતા જેથી તે આનાથી દૂર રહે.

ફેબ્રિક સોફ્ટરનર

ફેબ્રિક સોફ્ટરનર

3 ભાગ ફેબ્રિક કન્ટેનર અને 2 ભાગ પાણીને ભેગુ કરીને આ સ્પ્રેને વંદાઓ હોય ત્યાં નાંખો રોજ કરવાથી ફરક જોવા મળશે.

એમોનિયા અને પાણી

એમોનિયા અને પાણી

જ્યાં પણ તમે પોતું મારો ત્યારે એમોનિયાના પાણીનો ઉપયોગ કરો. ઉદા. તરીકે 2 કપ એમોનિયા એક બાલટી પાણીમાં નાખી પોતું મારો એમોનિયાની સુંગધથી વંદા ધીરે ધીરે ભાગવા લાગશે.

English summary
There is no one who would like the sight of a lizard or cockroach in their homes. These are a real nuisance and are a carrier of harmful pathogens and micro-organisms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X