જાણો: વિશ્વ સાથે જોડાયેલી અજબ ગજબ વાતો

Posted By:
Subscribe to Oneindia News

દુનિયા ખુબ મોટી છે. વિશ્વ ઘણા પ્રકારના લોકો, સ્થળ અને વસ્તુઓથી ભરેલુ છે. આપણે હંમેશા જ્યારે દુનિયા વિશે વિચારીએ છીએ ત્યારે ટુકડા ટુકડામાં વિચારીએ છીએ. ક્યારેક દેશ, ક્યારેક લોકો, ક્યારેક ભાષા, તો ક્યારેક શહેરના આધારો પર જ આપણે દુનિયા વિશે વિચારીએ છીએ.

પરંતુ જ્યારે આપણે દુનિયાને પૂર્ણ સ્વરૂપે જોઇએ છીએ ત્યારે દુનિયા ઘણી મનોરંજક લાગે છે. જેટલી રોચક આ દુનિયા છે, તેટલા જ રોચક દુનિયા સાથે જોડાયેલા તથ્યો છે.

આવો અમે તમને જણાવીએ કે આટલી મોટી દુનિયામાં જ્યાં 200થી વધુ દેશ છે, ત્યાં કેટલી વિવિધતા અને વિશેષતાઓ છે.

નવા વર્ષનું સ્વાગત દ્રાક્ષ વડે
  

નવા વર્ષનું સ્વાગત દ્રાક્ષ વડે

મેક્સીકોમાં નવા વર્ષની સાંજે અડધીરાત્રે દ્રાક્ષ ખાવાની પ્રથા છે. તો લેટીન અમેરિકાના દેશોમાં પણ આજ પ્રથા છે.

કોલાડાની શોધ
  

કોલાડાની શોધ

પર્ટી રીકોએ કોલાડાની શોધ કરી છે. જે નારિયેળમાંથી બનાવવામાં આવેલુ એક પીણુ છે.

દુબઇમાં સૌથી ઉંચી ઇમારતો
  

દુબઇમાં સૌથી ઉંચી ઇમારતો

વિશ્વની સૌથી ઉંચી ઇમારત દુબઇમાં છે. 2717 ફુટ ઉંચુ બુર્ઝ ખલીફા દુનિયાનું સૌથી ઉંચુ બિલ્ડીંગ છે. આ ઉપરાંત દુબઇ દુનિયાની સૌથી મોટી અને સૌથી મોંઘી હોટલ બનાવવાની યોજનામાં પણ છે.

ફ્રાંસની મહિલાઓ વધુ જીવે છે
  

ફ્રાંસની મહિલાઓ વધુ જીવે છે

ફ્રાંસીસ મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે. ફ્રાંસમાં વિશ્વની સૌથી ઝડપથી ચાલવાવાળી ટ્રેન છે જે 357 MPHની ગતિથી ચાલે છે.

પ્રજનન દર 7.1
  
 

પ્રજનન દર 7.1

નાઇજીરિયામાં પ્રત્યેક મહિલા દીઠ પ્રજનન દર 7.1 બાળકો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.

6000 ભાષા
  

6000 ભાષા

વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલવામાં આવે છે. જેમાથી કેટલીક ભાષાઓ તો એવી છે જેને બોલનારા લોકોની સંખ્યા માત્ર 100 જેટલી જ છે. માત્ર 10થી 12 ભાષાઓ જ છે કે જેને વિશ્વના મોટાભાગના લોકો બોલે છે.

આફ્રિકા ભાષાઓમાં સમૃદ્ધ
  

આફ્રિકા ભાષાઓમાં સમૃદ્ધ

આફ્રિકામાં વિશ્વની 800થી 1500 ભાષાઓ બોલવામાં આવે છે. ભાષાની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સમૃદ્ધિ સૌથી વધુ છે.

ગૃહયુદ્ધના કારણે ગયા જીવ
  

ગૃહયુદ્ધના કારણે ગયા જીવ

સ્પેનમાં 3 વર્ષ સુધી ગૃહ યુદ્ધ ચાલ્યુ, જેમા પાંચ લાખ લોકોના જીવ ગયા.

 સોવિયત સંઘ માટે સેના ખાસ
  

સોવિયત સંઘ માટે સેના ખાસ

સોવિયત સંઘ અન્ય ત્રણ સંયુક્ત દેશોની તુલનામાં પોતાની સેના પર 3 ગણો વધુ સમય ખર્ચ કરે છે.

English summary
The world is big. Very big. It is full of a plethora of different people, places, and things. Here are a few interesting facts about World.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.