For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની આ 10 ડરામણી જગ્યાએ જતા ભલ ભલા ડરે છે.

|
Google Oneindia Gujarati News

ભારતની રાજધાની દિલ્હીમાં પણ તેવી જગ્યાઓ છે. જ્યાં રાતના જતાં ભલ ભલાં ડરે છે. આ જગ્યાઓ પર કેટલાક લોકોને લાગે છે અચાનક જ થપ્પડ તો કેટલાક લોકોને લાગે છે કે કોઇ અંધારામાં તેમને જોઇ રહ્યું છે.

દિલ્હીના આ વિસ્તારોમાં અનેક તેવા રાઝ દફન છે જેના વિષે જાણવાનું કામ કાચા મનના લોકોનું નથી. ત્યારે આજે અમે ભારતની રાજધાની એવી દિલ્હીની 10 એવી ખતરનાક જગ્યાઓ વિષે જણાવીશું જ્યાં જતાં ભલ ભલા ડરે છે.

એટલું જ નહીં અમુક જગ્યાઓ તો એવી છે જ્યાં લોકો ભર દિવસે પણ જવાનું ટાળે છે. આ જગ્યાઓ માંથી અમુક જગ્યાઓ તેવી છે જે ફિલ્મોમાં પણ બતાવવામાં આવી છે. અને દિલ્હીના હાઇફાઇ લોકો પણ અહીં રહે છે. તો દિલ્હીની આ 10 ખતરનાક અને ડરામણી જગ્યાઓ કંઇ છે તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

ખૂની દરવાજા

ખૂની દરવાજા

નામ જ આ જગ્યાની ભયાનકતા ખબર પડી જાય છે. બહાદુરશાહ ઝફરના ત્રણ રાજકુમારો, મિર્ઝા મુગલ, ક્રિઝ સુલ્તાન અને પૌત્ર અબુ બકરને બ્રિટિશ જનરલ વિલિયમ હડસને આ જ જગ્યાએ ગોળીની ભૂનીને હત્યા કરી હતી. માટે જ અહીં આવતા વિદેશીઓને આ ત્રણ રાજકુમારીની આત્મા હેરાન કરતી રહેતી હોય છે.

દ્વારકા સેક્ટર 9, મેટ્રો સ્ટેશન

દ્વારકા સેક્ટર 9, મેટ્રો સ્ટેશન

કાલ સેન્ટરની નાઇટ શિફ્ટમાં કામ કરતા અનેક લોકોની તે ફરિયાદ છે કે આ વિસ્તારમાં રાતે તેમને કોઇ અજાણી વ્યક્તિ થપ્પડ મારી જતી રહે છે. વળી તેમની કેબ આગળ કોઇ સ્ત્રી અચાનક જ આવી જાય છે અને તેજ ગાડી ચલાવનારથી આગળ જતી રહે છે. માટે જ મોટાભાગના ડ્રાઇવરો અહીં ધીમી સ્પીડે જ ગાડી ચલાવે છે.

દિલ્હી કેન્ટ

દિલ્હી કેન્ટ

હરિયાણી અને સુંદરતાથી ભરેલા આ વિસ્તારમાં અનેક લોકો જણાવે છે કે એક સુંદર છોકરી સફેદ સાડીમાં તેમની પાસે લિફ્ટ માંગે છે અને લિફ્ટ આપતા જ તે ગાયબ થઇ જાય છે.

હાઉસ નંબર W-3, ગ્રેટર કૈલસ-1

હાઉસ નંબર W-3, ગ્રેટર કૈલસ-1

એક વયોવુદ્ધ દંપતીની આ મકાનમાં હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેમનું મૃત શરીર ટાંકીમાંથી 1 મહિના પછી મળ્યું હતું. આસ-પાસ રહેતા લોકોને અહીં કોઇના રડવા અને ચીસો પાડવાના અવાજ સંભળાય છે. જો કે આ મકાનમાં હવે કોઇ નથી રહેતું અને તેને ભૂતિયા મકાનનો ખિતાબ આપવામાં આવ્યો છે.

જમાલી કમાલી મસ્જિદ

જમાલી કમાલી મસ્જિદ

આ મસ્જિદ બે મહાન સૂફી સંત જમાલી કમાલીની યાદમાં બનાવવામાં આવી છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે અહીં જીન આવીને લોકોના ગાલ પર થપ્પડ મારે છે. અને પછી તેમણે તેજ હવાનો સામનો પણ કરવો પડે છે.

સંજય વન

સંજય વન

દિલ્હીના આ જંગલમાં અનેક પીપળાના ઝાડ છે. અહીં આવતા શિકારી લોકોનું કહેવું છે કે તે પીપળાના ઝાડ પાછળ એક સફેદ સાડી પહેરેલી સ્ત્રીને સંતાતા અનેકવાર જોઇ છે.

લોથિયન સેમેટ્રી

લોથિયન સેમેટ્રી

ખ્રિસ્તીઓના આ કબ્રસ્તાનમાં અનેક ભૂત-પ્રેતની કહાનીઓ સંભળાવવામાં આવે છે. વળી અહીં માથુ કપાયેલા ભૂતની સ્ટોરી પણ જાણીતી છે. કહેવાય છે કે તે બ્રિટિશ જમાનાનો એક સિપાહી હતો જેની પ્રેમિકાને તેને તરછોડતા તેણે પોતાનું માથું કાપી નાંખ્યું હતું. અને હવે તે અમાવસ્યાની રાતે અહીં ફરતો રહેતો હોય છે.

અગ્રસેનની બાવલી

અગ્રસેનની બાવલી

પિકે ફિલ્મમાં બતાવેલી આ વાવનું પાણી કાળું છે. કહેવાય છે કે અહીં અનેક લોકોએ કૂદીને આત્મહત્યા કરી છે. જો કે પીકે ફિલ્મ બાદ આ વાવની પબ્લિસિટી વધી છે.

મલછા મહલ, બિસ્તદારી રોડ

મલછા મહલ, બિસ્તદારી રોડ

દિલ્હીના મલછા ગામનું આ ખંડર રૂપી મહેલ ચારે બાજુથી જંગલથી ધેરાયેલો છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં ઊભા રહેતા જ તમને ડર લાગવા લાગે છે.

ખૂની નદી

ખૂની નદી

રોહણી વિસ્તારમાં વહેતી આ નદીના વિષે અનેક વાર્તાઓ પ્રચલિત છે. કહેવાય છે કે જે આ નદીના સંપર્કમાં આવે છે આ નદી તેનું લોહી ચૂસી લે છે. વળી અહીં અનેક લોકોએ આત્મહત્યા પણ કરી છે. જો કે તેની કોઇ પૃષ્ટી હજી સુધી નથી થઇ.

English summary
The capital of India has more to offer than you would imagine. There are many haunted places is Delhi.Here are the List.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X