• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 વર્ષની યુવતીના શરીરમાં છે બે ગર્ભાશય અને 2 વજાઈના, એક જ સમયે બે વાર થઈ શકે છે પ્રેગ્નેન્ટ

|
Google Oneindia Gujarati News

ફિલાડેલ્ફિયાઃ કુદરત ઘણી વાર એવા કરિશ્મા કરે છે જે વિજ્ઞાનની સમજથી પણ બહાર હોય છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતી એક 20 વર્ષની યુવતીની કહાની સાંભળ્યા પછી તમને પણ જરૂર ઝટકો લાગશે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ કદાચ દુનિયાનો આ પહેલો મામલો હશે જ્યારે કોઈ યુવતીમાં બે ગર્ભાશય અને બે જનનાંગ મળવાના સમાચાર સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે એ યુવતીને પણ આ વિશે 18 વર્ષની ઉંમરે ખબર પડી.

20 વર્ષીય પેજ સાથે કુદરતનો કરિશ્મા

20 વર્ષીય પેજ સાથે કુદરતનો કરિશ્મા

20 વર્ષીય પેજ ડિએંજલો કુદરતના કરિશ્માનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે. તેણે બે ગર્ભાશય અને બે વજાઈના સાથે જન્મ લીધો છે જે દૂર્લભ છે. આ જ કારણ છે કે પેજને એક મહિનામાં બે વાર પીરિયડની તકલીફોનો સામનો કરવો પડે છે. જાણકારો મુજબ મેડિકલ સાયન્સની ભાષામાં આ કન્ડીશનને યુટ્રસ ડિડેલફિસ કહેવામાં આવે છે. પેજ ડિએંજેલો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે તેણે ટિકટૉક વીડિયોમાં પોતાની આ કંડીશનનો ખુલાસો કર્યો છે.

ડૉક્ટરની વાત સાંભળી ઉડ્યા હોશ

ડૉક્ટરની વાત સાંભળી ઉડ્યા હોશ

મીડિયા રિપોર્ટથી મળેલી માહિતી મુજબ પેજ ડિએંજેલોએ જણાવ્યુ કે તે 10માં ધોરણ સુધી મહિનામાં બે-બે વાર પીરિયડ આવવાથી ખૂબ જ પરેશાન રહેતી હતી. જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે આ વિશે ગાયનેકોલૉજિસ્ટનો સંપર્ક કર્યો ત્યારબાદ તેને જે જાણવા મળ્યુ તેનાથી તેના હોશ ઉડી ગયા. ગાયનેકોલૉજિસ્ટે પેજને જણાવ્યુ કે તેના શરીરમાં બે રિપ્રોડ્ક્ટીવ સિસ્ટમ છે. એનો અર્થ એ કે તે એક સાથે બે વાર પ્રેગ્રનેન્ટ થઈ શકે છે.

એક સાથે બે વાર પ્રેગ્નેન્ટ થઈ શકે છે પેજ

એક સાથે બે વાર પ્રેગ્નેન્ટ થઈ શકે છે પેજ

આ ઉપરાંત જો તે જ્યારે પણ પ્રેગ્નેન્ટ થશે ત્યારે તેને ત્યાં સુધી ખબર નહિ પડે જ્યાં સુધી તેને એના સિમટમ્સ નહિ દેખાય. આવુ એટલા માટે કારણકે પ્રેગ્નેન્સી દરમિયાન પણ તેને દર મહિને પીરિયડ આવતા રહેશે. પરંતુ શરત એ છે તે એક સાથે એક જ સમયે બંને ગર્ભાશયમાં ગર્ભધારણ ન કરે. જો કે આમ થવા પર તેને આરોગ્ય સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ડૉક્ટરે જણાવ્યુ કે તેની બંને પ્રજનન પ્રણાણિઓ કોઈ સામાન્ય મહિલાની જેમ કામ કરી શકે છે.

મહિનામાં બે વાર આવે છે પીરિયડ્ઝ

મહિનામાં બે વાર આવે છે પીરિયડ્ઝ

પોતાના ટિકટૉક વીડિયોમાં પેજે કહ્યુ, 'મને હંમેશાથી અનિયમિત પીરિયડ્ઝ થતા હતા, અસલમાં મને મહિનામાં બે વાર પીરિયડ્ઝ સર્કલમાંથી પસાર થવુ પડતુ હતુ. આવુ એક કે બે સપ્તાહમાં થતુ હતુ. હું આખી હાઈ સ્કૂલ સુધી આનાથી પરેશાન રહી જ્યારે હું લોકોને મારી કંડીશન વિશે જણાવુ છુ તો તેઓ ચોંકી જાય છે. લોકોને લાગે છે કે બહારથી પણ મારા બે વજાઈના દેખાતા હશે પરંતુ એવુ નથી.'

ડૉક્ટરોએ પેજને આપી આ સલાહ

ડૉક્ટરોએ પેજને આપી આ સલાહ

પેજે આગળ કહ્યુ, 'આના કારણે મને 18 વર્ષની ઉંમર સુધી પોતાની બે રિપ્રોડક્ટવી સિસ્ટમ વિશે ખબર ના પડી. બંને જનનાંગ નૉર્મલ વજાઈની સાઈઝથી અડધા છે.' પેજના જણાવ્યા મુજબ ડૉક્ટરોએ કહ્યુ છે કે જો તે પ્રેગ્નેન્ટ થશે તો તેના પ્રિમેચ્યોર બર્થ કે પછી ગર્ભપાત થવાનુ જોખમ થઈ શકે છે કારણકે તેના ગર્ભાશયની સાઈઝ સામાન્યથી ઘણી નાની છે. ડૉક્ટરે તેને સરોગસીનુ જ સજેશન આપ્યુ છે.

નૉર્મલી પ્રેગ્નેન્ટ થવા માંગે છે પેજ

નૉર્મલી પ્રેગ્નેન્ટ થવા માંગે છે પેજ

ડ્રેક્સલ યુનિવર્સિટીમાં ભણતી પેજ ડિઅંજેલો ઈચ્છે છે કે તેને બાકીનાઓની જેમ જ બાળકો અને મોટો પરિવાર હોય. માટે તેણે સોશિયલ મીડિયાની મદદથી દુનિયાભરમાં આ કંડીશનનો સામનો કરી રહેલી બીજી ઘણી યુવતીઓને શોધી. પેજ એક ગ્રુપ સાથે જોડાયેલી છે જ્યાં તેને ખબર પડી કે અમુક મહિલાઓ દર પાંચ ગર્ભપાત પછી એક બાળક પેદા કરવામાં સફળ રહી છે. પેજે કહ્યુ કે મારી કંડીશન દુઃખી કરનારી તો છે પરંતુ હું એના પર વિશ્વાસ કરુ છુ કે મારો ગ્લાસ અડધો ભરેલો છે નહિ કે અડધો ખાલી.

English summary
20 year old American girl has 2 uterus and 2 vagina, periods come twice in a month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X