• search

Pics : આ છે દુનિયાની સૌથી સુંદર ડેડ બોડી!

અનેક લોકોની ઇચ્છા હોય છે કે તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. પણ ખૂબ જ જ ઓછા લોકોની આ ઈચ્છા પૂર્ણ થતી હોય છે. અનેક મહિલાઓની પણ તેવી જ રીતે ઇચ્છા હોય છે કે તેમની સુંદરતા લાંબા સમય સુધી કાયમ રહે પણ મોટા ભાગે આવું થવું થોડું મુશ્કેલ હોય છે. પણ ચીનની એક મહિલાએ તેના જીવનકાળ દરમિયાન જ નહીં પણ મૃત્યુ બાદ પણ પોતાની સુંદરતાથી અનેક લોકોને તેની તરફ આકર્ષિત કર્યા.

 

તે એટલી સુંદર હતી કે તેની મૃત્યુ પછી પણ કેટલાય વર્ષો વીત્યા બાદ પણ તેની વાળ, તેની સુંદર સ્કીન અને તેની આંખાની પાંપણના વાળ અને તેના વળાંક હજી પણ તેવાને તેવા જ એકબંધ છે. અને ચીનની આ ડેડ બોડીને જે આજે પણ જુએ છે તેની સુંદરતા પર તે મોહી જાય છે. ત્યારે આજે અમે તમને દુનિયાની આવી જ કેટલીક અજીબો ગરીબ ડેડ બોડી વિષે જણાવીશું જેમની મોત તો હજારો વર્ષો પહેલા થઇ ગઇ છે પણ તેમના ચહેરાને જોતા તેવું લાગતું નથી....

રામેસેસ બીજો
  

રામેસેસ બીજો

ઇજિપ્તના આ ફેરોએ 20મી સદીમાં ઇજિપ્ત પર રાજ કર્યું હતું. તેના મમીના સીટી સ્કેને બતાવ્યું કે તેના ગળા પણ ધાતક ઓજાર દ્વારા વાર કરવામાં આવ્યું હતું જેથી તેનું ગળું તેના કરોડરજ્જુના હાડકા સુધી કપાઇ ગયું હતું. જેના કારણે તેની મોત થઇ હતી. વધુમાં આજે પણ આ ડેડ બોડીના વાળ તેના શરીર પર તેવા જ એકબંધ છે.

Xiaoheની સુંદરતા
  

Xiaoheની સુંદરતા

2003માં ચીની પુરાતત્વવિદોએ એક કબ્રસ્તાનમાંથી વિવિધ મમીઓને ખોદીને બહાર કાઢ્યા હતા. પણ આ તમામ મમીમાં ખાસ હતું Xiaoheનું મમી. તેની સુંદરતાથી તમામ ખૂબ જ પ્રભાવિત થયા. તેના માથાના વાળ, તેની ચામડી અને તેની આંખાની પાંપણોને પણ સુંદરત રીતે સંરક્ષિત કરવામાં આવી હતી. તેણે માથા પર એક ઉનની ટોપી પહેરી હતી. જે બતાવે છે કે તેણે એક પૂજારણ હતી.

જ્હોન ટોરિંગટોન
  
 

જ્હોન ટોરિંગટોન

22 વર્ષની ઉંમરે જ્હોન નામના આ અધિકારીની મૃત્યુ સીસાના ઝેરના કારણે થઇ હતી. અન્ય ત્રણ અધિકારીઓ સાથે તેના મૃતદેહને ટુન્ડ્રાના ઠંડા ધ્રુવીય વિસ્તારમાં દફનાવામાં આવી હતી. જ્યારે તેની લાશને પાછી મેળવવામાં આવી ત્યારે પુરાતત્વવાદી ચોંકી ગયા કારણ કે તેની લાશ હાજર લોકોને ફોટામાં બતાવ્યું છે તે રીતે જ ધૂરકી રહી હતી.

લેડી ઝીન ઝુઇ
  

લેડી ઝીન ઝુઇ

આ લાફિંગ બુદ્ધા જેવું લાગતું મમી એક મહિલાનું છે અને 2000 વર્ષ જૂની છે. વળી આ મહિલાને પ્રસિદ્ધ પણ 2000 વર્ષ પછી મળી જ્યારે તેના મમીને ચીનની એક કબ્રથી મેળવવામાં આવ્યું. તેના મમીને એટલી સારી રીતે સંરક્ષિત કરાયું હતું કે જ્યારે બહાર નીકાળવામાં આવ્યું ત્યારે તેના શરીર ટીસ્યૂ હજી પણ તેટલા જ સોફ્ટ હતા, તેના હાથ પગ વાળી શકતા હતા. અને તેના રક્તવાહિનીમાં લોહી પણ વહેતું હતું. વળી તેના લોહીની પરિક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે તે ટાઇપ Aનું બ્લડ ધરાવતી હતી.

જાણે હમણાં જ બોલી ઉઠશે!
  

જાણે હમણાં જ બોલી ઉઠશે!

તમે માનશો નહીં પણ આ મમી 5000 વર્ષ જૂનું છે. આ એક 15 વર્ષીય યુવતી લા ડોનસેલાનું મમી છએ. જેને કોકોના પત્તા અને ચીચા નામનો નશા કારક દારૂ પીવડાવીને સૂર્ય ભગવાનને ભેટના સ્વરૂપે અર્પિત કરવામાં આવી હતી. અને તેને આવી જ રીતે દફનાવામાં આવી હતી. આ મમી પ્રાચીન ઇકાં લોકો વિષે ધણી માહિતી આપે છે.

Dashi-Dorzho Itigilov
  

Dashi-Dorzho Itigilov

આ એક રશિયન બુદ્ધિષ્ટ હતા. તેમની મૃત્યુ તે જ્યારે પદ્મ મુદ્રામાં બેસીને મંત્ર કહી રહ્યા હતા ત્યારે થઇ હતી. મૃત્યુ પહેલા તેમણે તેમના અનુયાઇઓને મૃત્યુના થોડો વર્ષો પછી તેમના શરીરને પાછું નીકાળવાનું કહ્યું હતું. જે મુજબ જ્યારે તેમનું શરીર નીકાળવામાં આવ્યું તો લોકો જોયું કે તેમનું શરીર બિલકુલ પણ કોહવાયું નહતું.

ટોલુન્ડ માણસ
  

ટોલુન્ડ માણસ

આ મમી ખરેખરમાં 2000 વર્ષ જૂની છે. આ મમીને પણ સુંદર મમીમાંથી એક મનાય છે કારણ કે તેના ચહેરા પર જે શાંતિ છે અદ્ધભૂત છે. શોધકર્તા કહેવા મુજબ તેને ગળે ફાંસી આપીને મારવામાં આવ્યો હતો. પણ તેના ચહેરા જોઇને લાગે છે કે હજી પણ તે મીઠી નીંદરમાં છે. વળી તેને ડેડ બોડી પણ મૃત્યુ પછી પરફેક્ટ સ્થિતિમાં છે. જે એક આશ્ચર્યજનક વાત છે.

English summary
In this article, we are here to share some of the weirdest cases of mummified bodies that have been preserved for the world to see. These bodies are so well preserved that they refuse to rot.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more