
પહેલાના જમાનાના આ 9 ફેશન ટ્રેન્ડ તમને ડરાવી મૂકશે!
ફેશન સ્ટાઇલ હંમેશા બદલાતી રહે છે. હાલમાં જ જાણીતી સિંગર મેડોનાએ તેના અનસેવ અન્ડરઆર્મનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂકીને લોકોને ચોંકાવી દીધા હતા. જો કે તે બાદ તો એક નવો ટ્રેન્ડ જ શરૂ થઇ ગયો હતો. અને અનેક છોકરીઓએ અનસેવ અન્ડરઆર્મ વાળી પોતાની સેલ્ફીને વાયરલ કરી હતી.
પણ તમને ખબર છે કે આ ફેશન અને ટ્રેન્ડની શરૂઆત મેડોનાએ નથી કરી. પહેલાની સમયે મહિલાઓ ભાગ્યેજ ખબર હતી કે વેક્સિંગ કોને કહેવાય. એટલું જ નહીં આપણે જેમ રોજ રોજ નાહીએ છીએ. તેવું પણ પહેલાના સ્ત્રી પુરુષો નહતા કરતા. બ્રિટનની ક્વીન વિક્ટોરિયા કહ્યું હતું કે તે વર્ષમાં ખાલી ચાર વાર જ નહાય છે!
બસ તો કંઇક આવી જ રસપ્રદ અને રોચક વાતો અમે તમને જણાવાના છીએ. જેમાં તમને પહેલાના સમયના કેટલાક તેવા ફેશન ટ્રેન્ડ વિષે જણાવીશું જેને જાણીને તમને પણ નવાઇ લાગશે કે લોકો આવું કેવી રીતે કરી શકતા હશે. ત્યારે બદલાતા ફેશન ટ્રેન્ડની થાવ માહિતગાર. અને વાંચો આ ફોટોસ્લાઇડર...

વાળ નીકાળવા તે વળી શું હોય
20મી સદી પહેલા જો તમે કોઇ મહિલાને પૂછો કે વેક્સિંગ નથી કરાવતા. તો તે તમને જરૂરથી કહેશે એ વળી શું વાળ તો બધાને જ હોય! મહિલાઓને ક્વીન સ્કીન શું હોય તેનો અહેસાસ રેઝર બ્લેડ પહેલીવાર ત્યારે કરાવ્યો જ્યારે તેમણે મહિલાઓ માટે રેઝર નીકાળ્યા.

12 ઇંચની કમરને, કમર કહેવાય!
તમને શિલ્પા શેટ્ટી કે દિપીકા પાદુકોણની નમણી કમર ગમતી હોય તો કહી દઉં કે પહેલાની મહિલાઓ માટે સુંદર કમરનો મતલબ થાય છે 12 ઇંચની કમર. વિક્ટોરિયન ટાઇમ મહિલા આ કમર મેળવવા માટે ક્રોસેટ પહેરતી અને તેના કારણે ધણીવાર તેમની છાતી પાંસળી શીખ્ખે તૂટી જતી.

તલ
1700 સદીની આસપાસ ફેક તલ મળતા હતા. જેના મહિલાઓ ફેશનના પ્રતીક તરીકે ઉપયોગ કરતી હતી. હોઠ પાસે અને માથા પર તલ હોવાને આકર્ષક માનવામાં આવતું હતું. એટલું જ નહીં લોકો નાની મોટી તમામ સાઇઝના તલ લગાવતા હતા.

બિકની વેક્સ
તમને જાણીને ખરેખરમાં નવાઇ લાગશે પણ 60મી સદીની શરૂઆતમાં ગ્લેમર મેગેઝિનની મોડેલ બિકની વેક્સ કરાવ્યા વગર જ બિકની પહેરીને ફોટો પાડતી હતી. અને આ પ્રેક્ટિસ પાછલા 30 વર્ષોથી પોપ્યુલર થઇ છે. તે પણ સ્વચ્છતાના કારણોના લીધે.

નહાવા, તો વળી જવાતું હશે કંઇ!
કહેવાય છે કે ક્વીન એલિઝાબેથ એક વાર કહ્યું કે તે વર્ષમાં ખાલી ચાર વાર જ નહાય છે. વિક્યોરિયન સમયમાં લોકો નહાવામાં માનતા જ નહતા. તે શરીરની દુગંધ દૂર કરવા માટે પરફ્યૂમ લગાવતા હતા.

સનટેન છે ગુડ
આજે પણ યુરોપમાં સનટેન વાળી શ્યામ ત્વચાને સુંદર માનવામાં આવે છે. જો કે આ ટ્રેન્ડ યુરોપ 1900ની આસપાસ આવ્યો હતો. જ્યારે કામદારો તડકામાં કામ કરીને ટેન થઇ જતા હતા. ત્યારે આવી ટેન ત્વચા વાળા લોકોને મહેનતું માનવામાં આવતા હતા.

સીધા વાળ નહીં મેગી હેરની હતી ફેશન
1950ની આસપાસ વિક્ટોરિયન મહિલાઓ અને પુરુષો ખાસ પ્રકારની વીક પહેરતા. જેમાં સફેદ અને વાકડિયા વાળ હોય. લોકો આને સુંદરતા અને ફેશનનું પ્રતીક માનતા અને સીધા લાંબા વાળ રાખવાનું તો તે સ્વપ્ને પણ ના વિચારતા.

આઇબ્રો
આઇ બ્રો કરાવાનો ટ્રેન્ડ 20મી સદીથી આવ્યો. આ પહેલા મહિલાઓ તેમની આઇ બ્રોને તેટલું મહત્વ નહતી આપતી. પણ હા વિક્ટોરિયન મહિલાઓ તેમના વાળ ટ્રીમ કરાવી કાળી પેન્સિલ દ્વારા સેમી રાઉન્ડ આઇબ્રા બનાવતી હતી.

પાપણોને કાપવાની
19મી સદીમાં કેટલાક લોકો તેમની પાંપણોને ટ્રીમ કરતા હતા. આ સાંભળવામાં ભલે ડરામણું અને અજીબ લાગે પણ ભાઇ આ પણ ફેશન હતી!