For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સાપ સાથે છે આ શિક્ષકની મિત્રતા, સંભળાવે છે ફિલ્મી ગીતો

સાપો સાથે મિત્રતા તો દૂરની વાત પણ સાપનું નામ સાંભળતાં જ સારા સારાના હોસ ઉડી જતા હોય છે. પરંતુ હરદોઈના શિક્ષક ઝેરીલા સાપ વિના એક પળ પણ નથી રહી શકતા.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સાપો સાથે મિત્રતા તો દૂરની વાત પણ સાપનું નામ સાંભળતાં જ સારા સારાના હોસ ઉડી જતા હોય છે. પરંતુ હરદોઈના શિક્ષક ઝેરીલા સાપ વિના એક પળ પણ નથી રહી શકતા. આ શિક્ષક માત્ર સાપ સાથે મોજ મસ્તી જ નથી કરતા પણ તેમને ગીત પણ સંભળાવે છે અને ઝેરીલા સાપ સાથે જ ઊંઘે છે.

સાપના રક્ષણ માટે ચલાવી રહ્યા છે ઝુંબેશ

સાપના રક્ષણ માટે ચલાવી રહ્યા છે ઝુંબેશ

ઉત્તર પ્રદેશના હરદોઈમાં રહેતા શિક્ષકના શોખે તેમને સાપના મિત્ર બનાવી દીધા છે અને હવે તેઓ સાપોના રક્ષણ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. હરદોઈના કોરિયા ગામના મજરા મઢિયા નિવાસી આચાર્ય શૈલેન્દ્ર રાઠોડ પ્રાકૃતિક સંતુલન બનાવી રાખવા માટે સાપને પાળે છે અને ઝેરીલા સાપોના રક્ષણ માટે પહેલ કરી છે. એમની આ ઝુંબેશના પરિણામસ્વરૂપ જ આજુબાજુના લોકોને સાપ જોવા મળતાં તેને મારતા નથી અને શૈલેન્દ્રને ફોન કરીને બોલાવે છે. તે સાપના ત્યાંથી પકડીને ખુદ પાળે છે અથવા તો એને સુરક્ષિત સ્થળે છોડી દે છે.

સાપ પાળવાનો અજીબ શોખ

સાપ પાળવાનો અજીબ શોખ

પરિવારમાં ત્રણ ભાઈઓમાંથી સૌથી મોટા શૈલેન્દ્ર બાળકોને ભણાવવાની સાથોસાથ સાપ પાળવાનો પણ શોખ રાખવા બદલ સમગ્ર વિસ્તારમાં જાણીતા છે. સાપને સંરક્ષિત બનાવવાનો એમનો શોખ બાળપણથી જ લાગ્યો હતો, જ્યારે ગામમાં એમના મકાન પાસે સાપનું એક જોડું બહાર નીકળ્યું તો એમણે એક સામને મારી નાખ્યો હતો, જ્યારે બીજુ સાપ ત્યાં મરેલા સાપ પાસે માથું નમાવીને બેસી ગયો. બીજા સાપનું આ પ્રકારનું સમર્પણ ભાવ જોઈને એમણે એ દિવસથી જ પોતાનું જીવન ઝેરીલા સાપને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું.

12 વર્ષની ઉંમરે પહેલો સાપ પકડ્યો

12 વર્ષની ઉંમરે પહેલો સાપ પકડ્યો

શૈલેન્દ્રએ 12 વર્ષની ઉંમરે જ પહેલો સાપ પકડ્યો હતો અને ઘરવાળાઓને કહ્યા વિના જ સાપને પોતાની પાસે રાખ્યો હતો. એ દિવસથી જ શૈલેન્દ્રને સાપની સાથે રહેવાનો શોખ થઈ ગયો. સાપ નીકળવાની જેવી સૂચના મળે કે શૈલેન્દ્ર ત્યાં પહોંચી જાય ચે અને સહેલાયથી સાપને પોતાના કબ્જામાં કરી લે છે. એવું પણ નથી કે શૈલેન્દ્ર પર સાપે હુમલો નથી કર્યો. બ્લેક કોબ્રાથી લઈને રસેલ વાઈપર સુધી એમને 2 વખત દંસી ચૂક્યા છે. જેના નિશાન આજે પણ શૈલેન્દ્રના હાથ પર જોવા મળે છે, પરંતુ સાપને સંરક્ષિત કરવાનો શોખ હતો કે મેડિકલ ટ્રીટમેન્ટ બાદ તેઓ સાજા થઈ ગયા.

સાપો માટે શૈલેન્દ્ર બન્યા જીવનદાતા

સાપો માટે શૈલેન્દ્ર બન્યા જીવનદાતા

બાદમાં શૈલેન્દ્ર સાપને પકડવામાં સાવધાની જરૂર વરતવા લાગ્યા. સાપ પકડવાનો શૈલેન્દ્રનો ધંધો કે શોખ નથી. એમણે જણાવ્યું કે લોકો સાપને ન મારી નાખે તે ઉદ્દેશ્ય સાથે જ તેઓ દૂર-દૂર સુધી સાપને બચાવવા માટે જાય છે. ક્યાંક સાપ નીકળે તો લોકો તુરંત શૈલેન્દ્રને સૂચના આપે છે અને તે એ સાપને પકડીને પોતાની પાસે જ રાખે છે. સાપને નવળાવવા, ધોવળાવવા, ખવડાવવા-પીવળાવવા, ઈલાજ સહિતનો ખ્યાલ શૈલેન્દ્ર જ રાખે છે.

English summary
A man who is making snakes his friend in Hardoi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X