દુનિયાનું એક એવું ગામ જ્યાં માત્ર મહિલાઓ જ રહે છે, પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ
દુનિયાભરમાં મહિલાઓ અને પુરુષોને એક સમાન અધિકાર આપવામાં આવ્યા છે તેમાં બીજો મત નથી પરંતુ છતાં આજે પણ મહિલાઓ ક્યાંકને ક્યાંક પોતાની બરાબરીની લડાઈ લડી રહીછે. મહિલાઓ પુરુષ પ્રધાન સમાજમાંથી ખુદને આઝાદ કરાવવાની દરેક શક્ય કોશિશ કરે છે, જેથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. જેનું એક જીવતું જાગતું ઉદાહરણ આફ્રિકા દેશના કેન્યામાં આવેલ એક ગામ છે. ઉત્તરી કેન્યાના સમબુરૂમાં આવેલ આ ગામનું નામ ઉમોજા છે. જે દુનિયાના બાકી ગામથી બહુ અલગ છે.

પુરુષો પર પ્રતિબંધ
સ્વાહિલીમાં ઉમોજાનો મતલબ એકતા થાય છે. મહિલાઓએ કાંટાળી વાળથી ગામને ચારો તરફથી સુરક્ષિત કર્યું છે. દુનિયાભરમાં આ ગામની એટલા માટે ચર્ચા થાય છે કેમ કે અહીં માત્ર મહિલાઓ જ રહે છે. આ ગામમાં પુરુષોના આવવા જવા પર પ્રતિબંધ છે. આ ગામ એક અભ્યારણ્યના રૂપમાં 1990માં 15 મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ એજ મહિલા હતી જેમનું બ્રિટિશ સૈનિકોએ રેપ અને શોષણ કર્યું હતું. પરંતુ આજે આ ગામ અન્ય મહિલાઓને માત્ર છત જ ઉપલબ્ધ નથી કરાવતી બલકી આજીવિકા પણ પ્રદાન કરે છે.

કઈ મહિલાઓને શરણ મળે છે
અહીં એવી મહિલાઓ શરણ લે છે જેઓ ખતના, રેપ, ઘરેલૂ હિંસા અને બાળ વિવાહથી પીડિત હોય. જણાવી દઈએ કે સમબુરુમાં રહેતા લોકો ઉંડાઈ સુધી પિતૃસત્તાથી જકડાયેલા છે. આ લોકો અર્ધ ખાનાબદોશ હોય છે, જેઓ બહુવિવાહમાં વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત આ મહિલાઓ માસઈ જનજાતિથી સંબંધ રાખે છે. આજના સમયમાં 50 મહિલાઓ ઉમોજા ગામમાં રહે છે. આ મહિલાઓ સાથે તેમના 200 બાળકો પણ અહીં રહે છે. આ લોકો ખુદ જ પોતાની આજીવિકા ચલાવે છે. ગામમાં બાળકોના અભ્યાસ પર પૂરું ધ્યાન આપવામાં આવે છે, જેથી તેઓ સમાજ વચ્ચે ખુદને ઢાળી શકે. ઉમોજાની સ્કૂલોમાં બાજુના ગામના બાળકો પણ ભણવા આવે છે.

ખર્ચ કેવી રીતે ચલાવે છે
મહિલાઓ અને બાળકો પોતાની મહેનતથી જ્વેલરી બનાવે છે અને તેને બાજુના બજારમાં વેંચે છે. આ કમાઈનો એકમાત્ર ઉદ્દેશ્ય આધારભૂત જરૂરિયાતો પૂરી કરવી હોય છે. બાળકોમાં જે છોકરા 18 વર્ષના થઈ જાય છે તેમણે ગામ છોડવું પડે છે. મહિલાઓની કમાણીનો અન્ય સ્રોત પર્યટન પણ છે. ગામમાં પ્રવેશ કરતા લોકોથી પ્રવેશ શુલ્ક લેવામાં આવે છે. જે મહિલાઓ વૃદ્ધ થઈ જાય છે, તેઓ નાની ઉંમરની મહિલાઓને ખતના, જબરદસ્તી ગર્ભપાત જેવા સામાજિક મુદ્દાઓ વિશે જણાવે છે. એવું નથી કે આ મહિલાઓ ગામની બહાર નથી નીકળતી. મહિલાઓ બાજુના ગામ, બજાર અને સ્કૂલમાં પણ જાય ચે. અહીં રહેતી મહિલાઓનો એક જ ઉદ્દેશ્ય હોય છે, ઈજ્જત અને આત્મસન્માન સાથે જિંદગી જીવવી.