• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ મ્યૂઝિયમમાં છે દુનિયાના 300 જાનવરોના લિંગ

By Kumar Dushyant
|

બેંગ્લોર, 9 મે: વોશિંગ્ટનથી સમાચાર આવ્યા કે મૈનહૈટનમાં રહેનાર 43 વર્ષીય જોનાહ ફૈલ્કને આઇસલેંડના એક મ્યૂઝિયમને પોતાનું લિંગ દાન કર્યું છે. આ અજબ ગજબ સમાચાર ચર્ચામાં આવ્યા બાદ આઇસલેંડ ફ્લોલોઝિકલ મ્યૂઝિયમ પણ અચાનક ચર્ચામાં આવી ગયું. તમામ પ્રશ્નો આવવાના શરૂ થઇ ગયા-આ કેવું મ્યૂઝિયમ છે, કોણે આ મ્યૂઝિયમ ખોલ્યું, કેવી રીતે સ્થાપના થઇ, શું-શું છે તેની અંદર, વગેરે-વગેરે. તો ચાલો અમે તમને જણાવીએ કે જેને વાંચ્યા બાદ તમારા હોંશ ઉડી જશે.

ફલોલોજિકલ મ્યૂઝિયમની સ્થાપના

આઇસલેંડનો એક છોકરો સિગુરોર જાર્ટરસન આઇસલેંડના ગામમાં રહે છે, જ્યાં પશુઓને ચરાવવા માટે તેને દોરડા જેવી એક વસ્તુ આપવામાં આવી. આ વાત 1974ની છે. તે વસ્તુંને જોઇ ચકિત હતો, તેને પોતાના મિત્ર મિત્રને તેના વિશે પૂછ્યું તો ખબર પડી કે તે આખલાનું લિંગ છે, જેને સુકવીને પશુઓને ચરાવવા માટે તેને આપવામાં આવ્યું છે. સિગુરોર ચકિત રહી ગયો. તેના બે મિત્રોએ ચાર અન્ય બળદના લિંગ લાવીને તેને આપ્યા. સિગુરોરે તે બધા લિંગમાં સંભાળી મુકી દિધા.

થોડા મહિના બાદ સમુદ્રના કિનારે આવેલ વ્હેલિંગ સ્ટેશન પર જવાની તક મળી, જ્યાં તેને વ્હેલનું લિંગ જોવા મળ્યા. તે ત્યાંથી એક વ્હેલનું લિંગ લઇને ઘરે આવ્યો. આ નાન કલેક્શનથી સિગુરોરના અંદર લિંગ ભેગા કરવાની પ્રેરણા જાગી ઉઠી અને તેને ત્યારથી અલગ-અલગ જાનવરોના લિંગ ભેગા કરવાનું શરૂ કર્યું. આ બાળક આગળ જઇને ઇતિહાસનો શિક્ષક બન્યો. હૈમરેલ્ડ કોલેજમાં ભણાવવા લાગ્યો. 1997માં 37 વર્ષની ઉંમરમાં તેમણે નિવૃતિ લઇ લીધી અને પોતાના જુના શોખને આગળ વધાર્યો.

મ્યુઝિયમ અને મોત

સિગુરોરે આઇસલેંડમાં એક મ્યૂઝિયમની સ્થાપના કરી. જેમાં આજે 300થી વધુ જીવોના લિંગ તથા યૌન અંગ રાખેલા છે. જ્યારે મ્યૂઝિયમમાં 93 નાના જીવ, 55 મોટા વ્હેલ, 36 સીલ, 118 જમીન પર રહેનાર જાનવરોના લિંગ એકત્ર કરી લીધા, ત્યારે એક માનવ લિંગની જરૂરિયાત જણાઇ. જુલાઇ 2011માં અમેરિકાના એક વ્યક્તિએ પોતાનું લિંગ દાન આપવાની હામી ભરી દિધી. તે સમયે મ્યૂઝિયમના ડૉક્ટરોની એક ટીમ ફોરમેલિનના જારમાં તે પેનિસને એકત્ર કરવા માટે પહોંચી, પરંતુ યોગ્ય કામ યોગ્ય રીતે ન થતાં ડોનરનું મોત નિપજ્યું. તેની સાઇઝ મધ્યમ આકારની છે. મ્યૂઝિયમને હજુ પણ તેનાથી મોટા અથવા નાના લિંગની શોધ છે. મોટા લિંગની શોધ હવે અમેરિકાના જોનાહે પુરી કરી દિધી છે.

(વાંચો: અમેરિકન પુરૂષે દાન કર્યું વિશ્વનું સૌથી મોટું લિંગ) આઇસલેંડના તે મ્યૂઝિમ સાથે સંકળાયેલી કેટલીક રોચક વાતો સ્લાઇડરમાં તસવીરો સામે જરૂર વાંચો.

જોનારમાં 60% મહિલાઓ

જોનારમાં 60% મહિલાઓ

આ આઇસલેંડનું પ્રખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે. વર્ષે લગભગ 20 હજાર પર્યટકો આવે છે. ખાસ વાત એ છે કે અહીં આવનારાઓમાં 60 ટકા મહિલાઓ હોય છે.

ફિલ્મ બની, લોકો કરે છે રિસર્ચ

ફિલ્મ બની, લોકો કરે છે રિસર્ચ

આ મ્યૂઝિયમ પર કેનેડામાં એક ફિલ્મ 'ધ ફાઇનલ મેંબર' બની. તમામ યુનિવર્સિટીનાઅ એંથ્રોપોલોજીના વિદ્યાર્થીઓ અહીં અધ્યયન કરવા માટે આવે છે.

ગોરિલા અને પોલર બિયરના લિંગ

ગોરિલા અને પોલર બિયરના લિંગ

આ મ્યૂઝિયમમાં કુતરા, બિલાડા, વાંદરા, ઘેટા, બકરા વગેરેથી માંડીને ગોરિલ્લા અને પોલર બિયર સુધીના લિંગ રાખવામાં આવેલ છે.

એક ઘરમાં બનાવ્યું હતું મ્યૂઝિયમ

એક ઘરમાં બનાવ્યું હતું મ્યૂઝિયમ

આ સંગ્રહાલયની સ્થાપના સિગુરોરે એક ઘરમાં કરી, જ્યાં પહેલાં રેસ્ટોરન્ટ હતું. આ મ્યૂઝિયમને સ્થાપિત કરવામાં તેની પુત્રી ઘણી મદદ કરી. પછી તેને શોપિંગ સ્ટ્રીટમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.

કીંમત 2.32 લાખ ડોલર

કીંમત 2.32 લાખ ડોલર

આર્થિક મુશ્કેલીઓના લીધે મ્યૂઝિયમ બંધ કરવાની સ્થિતી આવી ગઇ, પરંતુ લંડનના એક વેપારીએ તેને 2.32 લાખ ડોલરમાં ખરીદી લીધું. તેને લંડન શિફ્ટ કરવાની વાત કહી, પરંતુ સિગુરોર ન માન્યા.

સરકારે કર્યું પ્રમોશન

સરકારે કર્યું પ્રમોશન

આ સંગ્રહાલયના ક્રિએટિવ આઇડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકારે તેનું જોરદાર પ્રમોશન કર્યું. તેને પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવા માટે આર્થિક મદદ પુરી પાડવામાં આવી.

સૌથી મોટું લિંગ બ્લૂ વ્હેલનું

સૌથી મોટું લિંગ બ્લૂ વ્હેલનું

આ સંગ્રહાલયમાં સૌથી મોટું લિંગ બ્લૂ વ્હેલનું છે. તે 170 સેન્ટીમીટર એટલે 67 ઇંચનું છે. વજન 70 કિલોગ્રામ. સંગ્રહાલયમાં હાથીનું લિંગ રાખવામાં આવ્યું છે, જેની લંબાઇ 1 મીટર છે.

સૌથી નાનું લિંગ

સૌથી નાનું લિંગ

આ મ્યૂઝિયમમાં હૈમ્સ્ટરનું સૌથી નાનું લિંગ રાખવામાં આવ્યું છે. જેની લંબાઇ માત્ર 2 મીલીમીટર છે. તેને જોવા માટે લેંસ લગાવવો પડે છે.

કેમિકલ ટ્રીટમેંટ

કેમિકલ ટ્રીટમેંટ

અહીં રાખવામાં આવેલા બધા લિંગ કેમિકલ ટ્રીટમેંટ બાદ પ્રદર્શિત કરવામાં આવે છે. કેટલાક સુકવીને દિવાલો પર લટકાવવામાં આવે છે તો કેટલાક ફોરમેલીનમાં રાખવામાં આવે છે.

જીવિત રહેતા તો જોવા માંગતા હતા પોતાનું લિંગ

જીવિત રહેતા તો જોવા માંગતા હતા પોતાનું લિંગ

અમેરિકાના એક વ્યક્તિએ સંગ્રહાલયને પત્ર લખ્યો છે તે મે મરતા પહેલાં પોતાનું લિંગ કપાવીને આ સંગ્રહાલયમાં જોવા માંગે છે.

મ્યૂઝિયમના સંસ્થાપકનું લિંગ

મ્યૂઝિયમના સંસ્થાપકનું લિંગ

સંગ્રહાલયના સંસ્થાપક સિગુરોરે પોતાનું લિંગ પણ મ્યૂઝિયમને દાન કરી દિધું છે. તેમને મ્યૂઝિયમમાં એક જગ્યા નક્કી કરી ત્યાં લખવામાં આવ્યું છે, ''જો મારી પત્ની મારા પહેલાં મરી ગઇ તો મારું લિંગ અહીં રાખવામાં આવશે, એટલે કે જીવતા જીવ લિંગ કપાવીને રાખી દેશે, પરંતુ હું પહેલાં મરી ગયો તો ખબર નહી શું થશે, પરંતુ મારી ઇચ્છા છે કે મારું લિંગ અહીં રાખવામાં આવે.''

English summary
The Icelandic Phallological Museum, located in Reykjavík, Iceland, houses the world's largest display of penises and penile parts of various species.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more