For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિ શિંગણાપુર મંદિરમાં કેમ મહિલાઓના પ્રવેશ પર છે પ્રતિબંધ?

|
Google Oneindia Gujarati News

અહમદનગરના જાણીતા શનિ શિંગણાપુરના મંદિરમાં પ્રવેશને લઇને મહિલાઓ અને મંદિરના અધિકારીઓ વચ્ચે જંગ છેડાઇ ચૂકી છે. મહિલાઓ હવે આ 400 વર્ષ જૂની પરંપરાને તોડવામાં માટે પ્રતિબદ્ધ થઇ ગઇ છે. તેમનું કહેવું છે કે કેમ તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે તો સામે પક્ષ મંદિરના પ્રશાસનવાળા અને સ્થાનિક લોકો તેની વર્ષોથી ચાલતી પરંપરા ગણાવે છે.

મંગળવારે પણ રણરાગિની ભૂમાતા બ્રિગ્રેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઇ અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી આવેલી લગભગ 1500 મહિલાઓએ આ મંદિરમાં જવાની તૈયારી બતાવી હતી. પણ શનિ મંદિરના 70 કિલોમીટર પહેલા જ તેમની અટક કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ મહિલાઓ શનિના ચબૂતરા પર ચઢીને ભગવાનને સસરોનું તેલ ચઢાવવા માંગતી હતી. પણ મહિલાઓનો ચબૂતરા પર ચઢવાને વર્જિત માનવામાં આવે છે. ત્યારે શું છે આ મંદિરની વિશેષતા અને કેમ ત્યાં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડર...

માનક મંદિર

માનક મંદિર

શનિ શિંગણાપુરનું મંદિર ખૂબ જ પ્રસિદ્ઘ અને માનક છે. અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

સ્વયંભૂ મૂર્તિ છે કાળા રંગની

સ્વયંભૂ મૂર્તિ છે કાળા રંગની

શનિ ભગવાનની આ સ્વયંભૂ મૂર્તિ કાળા રંગની છે. 5 ફૂટ 9 ઇંચ ઊંચી અને 1 ફૂટ 6 ઇંચ પહોળી આ મૂર્તિ સંગેમરમરના એક ચબૂતરા પર ખુલ્લામાં જ બિરાજમાન છે.

છત્ર નથી કોઇ માને

છત્ર નથી કોઇ માને

અહીં શનિ દેવ પર કોઇ છત્ર નથી રાખવામાં આવ્યું. તાપ, વરસાદ અને તોફાનમાં શનિ દેવની આ મૂર્તી ખુલ્લી જ રહે છે.

કોઇ ઘરમાં દરવાજો નથી

કોઇ ઘરમાં દરવાજો નથી

આ ગામમાં લગભગ ત્રણ હાજર લોકો રહે છે. પણ આ ગામમાં કોઇ પણ ઘરને દરવાજો નથી. મનાય છે કે આ ગામની પક્ષા સાક્ષત શનિ દેવ કરે છે.

ક્યારેય ચોરી નહીં

ક્યારેય ચોરી નહીં

જો કે આ ગામમાં આજ દિવસ સુધી કદી ચોરી નથી થઇ. અહીં અનેક આધુનિક મકાનો છે પણ લોકો તેમના દરવાજાને બંધ નથી કરતા.

મહિલાઓના પ્રવેશ બંધ

મહિલાઓના પ્રવેશ બંધ

મુંબઇના આ જાણીતા મંદિરમાં મહિલાઓ જઇ શકે છે. દૂરથી દર્શન પણ કરી શકે છે. પણ તેમના ચબૂતરા પર ચઢીને તેમને તેલ નથી ચઢાવી શકતી. કહેવાય છે કે આવું એટલા માટે નથી કરવામાં આવી કારણે મનાય છે કે આવું કરવાથી શનિ દેવ ક્રોધિત થઇ જાય છે.

400 વર્ષથી પરંપરા

400 વર્ષથી પરંપરા

હાલમાં જ અનીતા શેટે નામની મહિલાને આ મંદિરની ટ્રસ્ટી બનાવવામાં આવી છે. અને તે પણ આ મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરે છે. અને ઇચ્છે છે કે 400 વર્ષથી ચાલી આવતી આ પરંપરા ચાલુ રહે.

English summary
Shani Shingnapuris a village in the Indian state of Maharashtra. Situated in Nevasa taluka in Ahmednagar district, the village is known for its popular temple of Shani, the Hindu god associated with the planet (graha) Saturn.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X