India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દુનિયાની એકલોતી બેબી નેમર, બાળકોના નામ રાખવાના લે છે લાખો રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભારતમાં બાળકોના નામ માટે હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે સંસ્કાર છે. તેમાં બાળકોના નામ વૈદિક વિધિ અનુસાર જન્મ તારીખ પ્રમાણે રાખવામાં આવે છે. તે જ સમયે, ઘણી વખત લોકો તેમના બાળકોના નામ તેમના પ્રિય વ્યક્તિત્વ અથવા દેવતાના નામ પર રાખે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈએ પોતાના બાળકનું નામ રાખવા માટે કોઈ પ્રોફેશનલ બેબી નેમરની સર્વિસ લીધી હોય. તેના બદલામાં તે લોકોએ લાખો રૂપિયાની ફી ભરી હોય.

મહિલાએ બાળકોના નામ રાખવાને પસંદ કર્યુ કરીયર

મહિલાએ બાળકોના નામ રાખવાને પસંદ કર્યુ કરીયર

ઘણા નવા માતા-પિતાને તેમના બાળકનું નામ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. આ કારણે એક મહિલાને એક નવો વિચાર આવ્યો કે કેમ ન બાળકોના નામ બનાવવાનો બિઝનેસ શરૂ કરીએ. મહિલાએ આ કામને પોતાનું કરિયર બનાવ્યું અને પ્રોફેશનલ બેબી નેમર બની. આ મહિલાનું નામ છે ટેલર એ હમ્ફ્રે. 33 વર્ષીય ટેલર ન્યૂયોર્કમાં રહે છે. ગ્રાહકો તેમના બાળકોના નામ માટે તેમને 10,000 ડોલર (રૂ. 7.6 લાખ) સુધી ચૂકવે છે.

હવે દર વર્ષે લાખો રૂપિયા કમાય છે

હવે દર વર્ષે લાખો રૂપિયા કમાય છે

Taylor A Humphrey What's in a Baby Name ની સંસ્થાપક છે. જે એક બુટિક કન્સલ્ટન્સી છે જે માતા-પિતાના પ્રશ્નો અને જવાબોના આધારે બાળકના નામકરણની સંપૂર્ણ સમય સેવા પૂરી પાડે છે. ટેલરની સેવાઓ 1,500 ડોલર (રૂ. 1.14 લાખ) થી શરૂ થાય છે અને માંગના આધારે ભાવ વધે છે. ધ ન્યૂ યોર્કરના અહેવાલ મુજબ, જેની કિંમત 10,000 ડોલર છે, તે એક બાળકનું નામ રાખશે જે "માતાપિતાના વ્યવસાય સાથે ઓન-બ્રાન્ડ" હશે.

ટેલરે 2020 માં 100 થી વધુ બાળકોના નામકરણ કર્યા

ટેલરે શ્રીમંત માતાપિતા પાસેથી 150,000 ડોલર (અંદાજે ₹1,14 કરોડ)ની કમાણી કરીને 2020 માં 100 થી વધુ બાળકોના નામ રાખ્યા છે. ટેલરે 2015માં બિઝનેસ શરૂ કર્યો હતો. તે સમયે તે મફતમાં નામ સૂચવતી હતી. 2018 માં, તેને સમજાયું કે તેણી તેની નામકરણ સેવાઓની માંગને વિશિષ્ટ વ્યવસાયમાં ફેરવી શકે છે. ટેલરે સમજાવ્યું કે, જો તમે સૌથી વધુ લોકપ્રિય બાળકોના નામો જુઓ, તો તે આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને આપણી આકાંક્ષાઓનું પ્રતીક છે.

સર્વિસ માટે આપવાની રહેશે આ જાણકારી

માતાપિતાને તેમના બાળક માટે યોગ્ય નામ શોધવામાં મદદ કરવા માટે, ટેલર જૂના કુટુંબના નામો શોધવા માટે વંશાવળી તપાસ કરે છે. ત્યાં જ નામો બહાર આવે છે. ટેલરે એક દંપતિના બાળકનું નામ પાર્ક્સ રાખ્યું છે. તેની પાછળનો તર્ક એ હતો કે દંપતી વચ્ચે પ્રથમ ચુંબન પાર્કર નામના નગરમાં થયું હતું. જે પછી ટેલરે તે જગ્યાને તેના પ્રેમની નિશાની બનાવી દીધી અને તેની સાથે કાયમ માટે જોડાઈ ગઈ. તેના કામનો એક ભાગ તેમના બાળકોના નામકરણની પ્રક્રિયા દ્વારા માતાપિતાને સલાહ આપવાનું છે. પ્રોફેશનલ બેબી નેમર પ્રેરણા માટે ફિલ્મ ક્રેડિટ્સથી લઈને રોડ ચિહ્નો સુધી બધું જ સ્કેન કરે છે. તે નામોનો ડેટાબેઝ પણ જાળવી રાખે છે જે ઝડપથી ઘટી રહ્યા છે.

English summary
Baby Nemar takes millions of rupees to name children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X