For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રી મેન અબ્દુલનો થશે ઉપચાર, જાણો કંઇ રીતે તે બન્યો આ બિમારીનો શિકાર

|
Google Oneindia Gujarati News

આજ કાલ દુનિયામાં તેવી અજીબો ગરીબ બિમારીઓ થઇ રહી છે જેના વિષે ના તો પહેલા આપણે કદી સાંભળ્યું છે ના તો આપણને તેના ઇલાજ વિષે ખબર છે. હાલ થોડા દિવસ પહેલા જ જિકા વાયરસે દુનિયામાં તેનો આતંક ફેલાવીને ચકચાર મચાવી દીધો. અને દુનિયાની સ્વાસ્થ સંસ્થાઓએ પણ આ રોગને લઇને એલર્ટ જાહેર કર્યો. ત્યાં આ તમામ ખબરોની વચ્ચે બાંગ્લાદેશના એક વ્યક્તિનું નામ સોશ્યલ મીડિયા પર ટ્રીમેનના નામ વાયરલ થયું. આ વ્યક્તિના હાથ અને પગ પર જાણે કે મૂળીયા કે વડવાઇઓ લટકી રહી હોય તેવું લાગતું હતું.

આ વ્યક્તિનું નામ અબ્દુલ છે. અને તે પોતાના શહેરમાં ટ્રી મેન નામે ઓળખાય છે. અબ્દુલે પહેલા તો આ રોગ માટે અનેક સારવાર કરી પણ કંઇ કારગર ના નીકળ્યું. અને જ્યાં સારવાર મળતી હતી તે તેના ખિસ્સાને પોસાય તેવી નહતી. જોકે હવે ઢાકાની મેડિકલ કોલેજની એક ટીમ અબ્દુલનું ઓપરેશન કરવા તૈયાર થઇ છે. અને અબ્દુલનું આ ઓપરેશન અને સારવાર મફતમાં કરી આપશે.

નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધીમાં ખાલી આવા 3 જ કેસ બહાર આવ્યા છે. અને આ રહસ્યમઇ બિમારી શું છે તે કેવી રીતે થાય છે. આવા રોગીને કેવી કેવી મુશ્કેલીઓ થાય છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

20 વર્ષથી છે આ બિમારી

20 વર્ષથી છે આ બિમારી

અબ્દુલને આ બિમારી પાછલા 20 વર્ષોથી છે. જેમાં તેના હાથ અને પગ લાકડી જેવા કડક થઇ ગયા છે અને તેમાં નવીને નવી શાખાઓ ફૂટી રહી છે. અબ્દુલની ઉંમર હાલ 30 વર્ષની છે.

અબ્દુલની આપવીતિ

અબ્દુલની આપવીતિ

અબ્દુલે જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેણે પોતાના હાથ પર ઉગતી આ લાકડી જેવી વસ્તુને કાપવાનો પણ પ્રયાસ કર્યો પણ તેને આમ કરતા ભારે દુખ થયું.

અબ્દુલનું જીવન જીવવું થયું મુશ્કેલ

અબ્દુલનું જીવન જીવવું થયું મુશ્કેલ

આ બિમારીને કારણે અબ્દુલ પોતાની જાતે ના તો ચમચી ઉપાડી શકે છે ના તો પોતાના દાંત સાફ કરવા ટૂથબ્રસ હાથમાં પકડી શકે છે. તેમને આ બધા માટે બીજા પર આશ્રિત રહેવું પડે છે.

ડોક્ટરનું શું કહેવું છે

ડોક્ટરનું શું કહેવું છે

મેડિકલ કોલેજના નિર્દેશક સામંત લાલ સેનના કહેવા મુજબ આ એક દુર્લભ રોગ છે. અને આવો કેસ તેમણે આખા બાંગ્લાદેશમાં પહેલા નથી જોયો. આ બિમારી હ્યુમન પૈપલિઓમા વાયરસના કારણે થાય છે. જો કે હવે ડોક્ટર મળીને અબ્દુલનો ફ્રીમાં ઇલાજ કરવાના છે.

શાના કારણે થાય છે આ બિમારી

શાના કારણે થાય છે આ બિમારી

આ બિમારી રોગ પ્રતિકારક શક્તિના દોષના કારણે થાય છે. આ વાયરસના અનેક પ્રકાર છે. પણ સૌથી સામાન્ય પ્રકારની લિંક સર્વાઇકલ કેન્સરથી જોડવામાં આવે છે.

6 મહિના સુધી ચાલશે સારવાર

6 મહિના સુધી ચાલશે સારવાર

ડોક્ટરોએ જણાવ્યું કે આ સર્જરી એક લાંબી પ્રક્રિયા છે. જેમાં અબ્દુલ પર અનેક ઓપરેશન કરવામાં આવશે. અને ઓછામાં ઓછા આ પ્રક્રિયા પૂરી થતા 6 વર્ષનો સમય લાગી શકે છે. જો કે સર્જરી અંગે ડોક્ટરો આશાવાદી છે અને માની રહ્યા છે કે અબ્દુલ બિલકુલ સાજો થઇ જશે.

પહેલો કેસ ઇન્ડોનેશિયામાં

પહેલો કેસ ઇન્ડોનેશિયામાં

અબ્દુલના પહેલા ઇન્ડોનેશિયાના કોસવારા નામના વ્યક્તિને પણ આ બિમારી થઇ હતી. પણ હવે આ વ્યક્તિનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને હવે તે ધણો સ્વસ્થ છે અને સરળતાથી ચાલી શકે છે.

English summary
A Bangladeshi man whose hands and feet have grown to resemble gnarled tree branches is to undergo surgery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X