
મોટા સ્તન બન્યા મુસીબત, ફ્લાઈટમાં ન મળી આ મોડલને એન્ટ્રી
નવી દિલ્હી : ફિગર માટે છોકરીઓ શું નથી કરતી? ડાયેટિંગ, જિમ અને સર્જરી જેવી ઘણી વસ્તુઓ અજમાવીને તે પોતાનું ફિગર જાળવી રાખવામાં વ્યસ્ત રહે છે, પરંતુ કેટલીકવાર આ સર્જરી બેકફાયર થઈ જાય છે. ફિગર સારું થવાને બદલે બગડે છે. એવું જ કેનેડિયન મોડલ ડલ મેરી મેગડાલીન સાથે થયું હતું. મોડલને તેના બ્રેસ્ટ સાઈઝના કારણે એરપોર્ટ અપમાન અને શરમનો સામનો કરવો પડ્યો છે.

બ્રેસ્ટ સાઈઝને કારણે ફ્લાઈટમાં નો એન્ટ્રી
મોડલ ડલ મેરી મેગડાલીને આરોપ લગાવ્યો છે કે, તેના બ્રેસ્ટ સાઈઝમાં વધારો થવાને કારણે તેને ફ્લાઈટમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
તેને ફ્લાઈટમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો એટલું જ નહીં, તેના કપડાં પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. મોડલ ડાલ મેરીમેગડાલીને દાવો કર્યો છે કે, જ્યારે તે કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડલ્લાસ, યુએસએ પહોંચી ત્યારે એરલાઇન સ્ટાફ દ્વારા તેને બોર્ડિંગનોઇન્કાર કરવામાં આવ્યો હતો.

એરલાઈન્સ પર લગાવ્યો આરોપ
મેરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ માટે એરપોર્ટ પર પહોંચેલી સિક્યુરિટી ચેકઇન કર્યા પછી તે પ્લેનમાં બેઠી હતી, પરંતુ ફ્લાઈટમાં ચઢ્યા બાદએરલાઈન્સ સ્ટાફે તેને પ્લેનમાંથી ઉતરવાનું કહ્યું હતું. ક્રૂ મેમ્બરોએ તેને અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાંથી ઉતરવાનું જણાવ્યું અનેદલીલ કરી કે તેણે ફ્લાઈટ એટેન્ડન્ટની સૂચનાઓનું પાલન કર્યું નથી.
મેરીએ કહ્યું કે સ્ટાફે તેને કહ્યું કે તેણી પર હેડફોન પહેરવા અનેફ્લાઇટ એટેન્ડન્ટની સૂચનાઓનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ મેરીએ આરોપ મૂક્યો હતો કે, તેણીના સ્તનનુંકદ મોટું હોવાથી તેને ફ્લાઇટમાંથી ઉતારી લેવામાં આવી હતી. તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

કપડાં પર પણ ખરાબ કોમેન્ટ કરી
મેરીએ આરોપ લગાવ્યો હતો કે, તેના કપડા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેણે લેગિંગ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી, જેના પરએરપોર્ટ સ્ટાફે ખોટી ટિપ્પણી કરી હતી. મેરીએ ઈન્સ્ટાગ્રામ પર તેની સાથેના આ કૃત્ય પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને લખ્યું હતું કે, મારાફિગરના કારણે મને પ્લેનમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
પોતાની જાત પર આવી શરમ
મેરીએ જણાવ્યું કે, આ ફિગરને કારણે તે ઘણી શરમ અનુભવી રહી હતી. તેણે કહ્યું કે, મેં મારી સર્જરી 1 કરોડ રૂપિયાના ખર્ચે કરાવી છે.પોતાની પોસ્ટમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે, મારા દેખાવના કારણે મને પ્લેનમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. કૃપાકરીને ભેદભાવ કરવાનું બંધ કરો.
તેણે લખ્યું કે, હું આ સમયે શરમ અનુભવી રહી છું અને અમાનવીય વર્તનનો ભોગ બન્યા હોવાનું અનુભવી રહી છું. તમે મારા આ અનુભવનેઅનુભવી શકતા નથી. મેરીએ આ ઘટના બાદ એરલાઈન વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કરી છે. જોકે, એરલાઈન્સે તેમની સ્પષ્ટતાઆપતા કહ્યું કે, આવી કોઈ ઘટના બની નથી.