બિહારના યુવાને ટાટા નેનોને હેલિકોપ્ટર બનાવી દીધુ, પાયલટ બનવાનું સપનું
મજબૂત ઈચ્છા શક્તિ હોય તો વ્યકિત જીવનમાં કંઈ પણ કરી શકે છે. આજે અમે વાત કરીશું બિહારના એક યુવાનની કે જેનું સપનું પાયલટ બનવાનું હતુ પણ પણ ગરીબ હોવાને કારણે તેનું આ સપનું પૂરું થઈ શક્યુ નહિં. બિહારના છપરા ગામનો આ યુવાન મિથલેશ પ્રસાદ આજકાલ પોતાના એક અનોખા સંશોધનને કારણે ચર્ચામાં છે. આ યુવાનની મજબૂત ઈચ્છા શક્તિને કારણે તેણે પોતાના સપનાને સાચુ કરવામાં પાછી પાની કરી નથી.

પાયલટ બનવાની ઈચ્છા
મિથલેશની ઈચ્છા બાળપણથી જ પાયલટ બનવાની હતી પણ આર્થિક કારણોને કારણે તે પોતાનું આ સપનું પૂરું કરી શક્યો નહિં. જો કે મિથલેશે પાયલટ બનવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને થોડા પૈસા ભેગા કરી એક નેનો કાર ખરીદી.

જુગાડુ તકનીકથી ટાટા નેનોને બનાવ્યુ હેલિકોપ્ટર
મિથલેશ પોતાના સપનાની વાત કરતા જણાવે છે કે, તેણે પાયલટ બનવાના સપનાને પૂરં કરવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આર્થિક સ્થિતિ સારી ન રહેતા હંમેશા તેમાં અડચણ આવી જતી પણ હાર ન માનતા તેણે જુગાડ તકનીક દ્વારા ટાટા નેનો કારને જ હેલીકોપ્ટર બનાવી દીધુ. કારને હેલીકોપ્ટર બનાવવા માટે તેણે ગાડી પર પંખો લગાવ્યો અને આગળ પાછળનો ભાગ બદલી નાખ્યો.

આ ચૉપરની ચર્ચા દુનિયાભરમાં
એટલું જ નહિં તણે કારની અંદરનું ઈન્ટીરીયર પણ બદલાવી દીધુ. કારની અંદર તેણે એવા બટન લગાવ્યા જે હેલીકોપ્ટરમાં હોય છે. ગાડી બટન દબાવતા ચાલુ થાય છે અને આપોઆપ પંખા ચાલવા લાગે છે. તેના આ ચૉપરના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

માત્ર રૂપરેખા જ હેલિકોપ્ટરની
મિથલેશની ઈન્જીનિયરિંગ સ્કીલના હાલ ખૂબ વખાણ કરાઈ રહ્યા છે. સાથે જ સોશ્યલ મિડિયામાં પણ તેની આ અદ્ભૂત સંરચનાના વિડિયો વાયરલ થઈ રહ્યા છે.
મિથિલેશના આ સેમી હેલીકોપ્ટરને જોવા માટે આખા રાજ્યથી લોકો આવી રહ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે મિથલેશની આ કાર હેલિકોપ્ટરની રૂપરેખામાં
આવી તો ગણી પણ તે ઉડી શકતી નથી.

અગાઉ પણ પોતાની મહેચ્છા પૂરીં કરવા થયા છે આવા જુગાડ
મિથલેશ પહેલી એવી વ્યકિત નથી કે જેણે આવી શોધ કરી હોય, આ પહેલા પણ આવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે. થોડા સમય પહેલા પૂર્વોત્તર ચીનના ઝૂ યુ નામના ખેડૂતે પોતાના વિમાન ઉડાવવાના સપનાને પૂરું કરવા ઘઉંના ખેતરની મદદથી ટેક્સીથી એયરબસ A320 બનાવ્યુ હતુ. તેણે તેના

નિર્માણ પાછળ 372 યુએસડીની રકમ ખર્ચી હતી.
આવી જ એક ઘટના પાકિસ્તાનના પૉપકૉન વિક્રેતા મોહમ્મદ ફૈયાઝની છે. જેનું વાયુસેનામાં પાયલટ બનવાનું સપનું પૂરું ન થતા તેણે ફાઈટર પ્લેનનું નિર્માણ કર્યુ હતુ. જો કે પછી પોલીસે મોહમ્મદ ફૈયાઝને એક અનઅધિકૃત ટેક-વૉક કરવાથી રોકી દીધો હતો અને આ વિમાન જપ્ત કરી લીધુ હતુ. મોહમ્મદ ફૈયાઝે પોતાની જમનીનો એક ટુકડો અને પોતાની બચત ઉપરાંત બેંક લોન સાથે કુલ 90, 000 યુએસડી ખર્ચ કર્યો હતો.