For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વિચિત્ર રિવાજો વિષે તમે કદી નહીં સાંભળ્યું હોય

|
Google Oneindia Gujarati News

ક્યારેક આપણે એટલા અજીબોગરીબ રિવાજો વિષે સાંભળીએ છીએ કે આપણને એક વાર નવાઇ લાગવા લાગે છે કે આવો રિવાજ ખરેખરમાં કોણે બનાવ્યો હશો.

પણ તમે કદી તેવું વિચાર્યું છે કે આજે જેને આપણે વર્ષોથી ચાલતી પરંપરા માનીએ છીએ તે એક સમયે પહેલી વાર જ કોઇ માન્યતા હેઠળ શરૂ થઇ હશે

વધુમાં આપણને ધણીવાર તેવું પણ લાગે છે કે તમામ અજીબો ગરીબ રિવાજો ખાલી આપણા ભારતમાં છે પણ તમને આજે અમે જે રિવાજો વિષે જણાવાના છીએ તે જાણીને તમને અચાનક આપણું ભારત સુધરેલું અને આધુનિક લાગે તો નવાઇ નહીં.

તો જુઓ દુનિયાના કેટલાક વિચિત્ર રિવાજો જે વિષે જાણીને તમને થોડી અરેરાટી તો થોડી નવાઇ જરૂરથી લાગશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

કાપી નાંખો તેને

કાપી નાંખો તેને

ઇન્ડોનેશિયામાં દાની નામના એક આદિવાસી સમુદાયમાં જ્યારે પરિવારમાં કોઇ વ્યક્તિની મોત થાય છે ત્યારે તે પરિવારની મહિલા તેની એક આંગળી કાપી નાંખે છે.

હાડકાનો સૂપ

હાડકાનો સૂપ

એમેઝોનના જંગલોમાં રહેતી યાનોમામો નામની પ્રજાતિમાં, જ્યારે તેમના પરિવારમાં કોઇ વ્યક્તિની મોત થઇ જાય છે ત્યારે તેના મૃત શરીરને પત્તાઓ લપેટીને 30-40 દિવસ સુધી તે રાખે છે અને જ્યારે જીવ-જંતુઓ તેનું માસ ખાઇ જાય છે અને તેના હાડકાઓનો સૂપ બનાવીને પરિવારજનો પીવે છે.

પ્રેમ માટે આગ પર ચાલો

પ્રેમ માટે આગ પર ચાલો

ચીની સંસ્કૃતિ મુજબ લગ્ન બાદ નવવધૂના ગૃહપ્રવેશ વખતે વરરાજાને નવવધૂને ખોળામાં ઉપાડી આગ પર ચાલવાનું હોય છે. તેવું મનાય છે કે આમ કરવાથી તેમના પાછળનું જીવન સુખમય પસાર થાય છે.

બાળકો પરથી કૂદકો

બાળકો પરથી કૂદકો

સ્પેનમાં નવજાત બાળકો પરથી ડેવિલના કપડા પહેરેલો એક માણસ કૂદકો મારે છે. તેવું મનાય છે કે આવું કરવાથી ડેવિલ આ બાળકોથી દૂર રહે છે. આ પ્રથાને અલ કોલાચો કહેવાય છે.

કોડા મારવા

કોડા મારવા

ચેક ગણરાજ્યમાં ઇસ્ટર દરમિયાન પુરુષોનો એક સમૂહ ઘરે ઘરે જઇને મહિલાઓને શોટીથી મારીને આશીર્વાદ આપે છે કહેવાય છે કે આમ કરવાથી મહિલાઓની પ્રજનન કરવાથી શક્તિ વધે છે.

બધાને વિશ કરો

બધાને વિશ કરો

તમારા બર્થ ડે પર ખાલી તમને જ નહીં તમારા સમગ્ર પરિવારને વિશ કરવામાં આવશે જો તમે નેધરલેન્ડના વતની હોવ તો. એટલું જ નહીં સમગ્ર પરિવાર આ દિવસે એક મોટું સર્કલ બનાવીને કેક અને ચાની મઝા પણ માણે છે.

તજનો લેપ

તજનો લેપ

ડેનમાર્કમાં જે માણસના લગ્ન 25 વર્ષની ઉંમર સુધી ના થાય તે વ્યક્તિને તેના પરિવારજનો અને મિત્રો તજનો લેપ લગાવે છે. અને આટલું ઓછું હોય તેમ જો 30 વર્ષ સુધી તેના લગ્ન ના થાય તો આ લોકો તેના પગથી માથા સુધી મરીનો પાવડર નાંખે છે.

English summary
cultures build us, molds our reality and shapes our future. But what are cultures? Do cultures and traditions ever evolve? Because even the things we call cultures and traditions now were at one point of time new discoveries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X