• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કબરમાંથી જીવીત નીકળીને વિશ્વને ચોંકાવી દીધું આ લોકોએ

By Super
|

વિશ્વ અનેક અજબ-ગજબ બાબતોથી ભરેલું છે, દરેક પળે કંઇક એવું બનતું હોય છે, આપણે તેને સાંભળીને અથવા તો જોઇને અવાચક કે આશ્ચર્યમાં મુકાઇ જતા હોય છે. જીવન અને મૃત્યુંની બાબતમાં પણ કંઇક આવું જ છે, જ્યાં વિજ્ઞાન નીષ્ફળ જાય છે ત્યાં ચમત્કાર કામ કરી જતું હોય છે. જો કે, દરેક કેસમાં આવું થતું નથી પરંતુ વિશ્વમાં એવા અનેક કેસો બન્યા છે કે જેણે વિજ્ઞાનને ખોટું પાડીને વિશ્વને ચોંકાવી દીધું હતું.

જી હાં, આજે અમે અહીં એવા જ કેટલાક કેસ અંગે જણાવી રહ્યાં છીએ કે જેમને મૃત જાહેર કરવામાં આવ્યાના કેટલાક કલાકો કે પછી કેટલાક દિવસો પછી તેઓ ફરીથી જીવીત થઇ ઉઠ્યા હતા. જેમાં કેટલાક દફનાવતી વેળાએ કોફીનમાંથી બહાર આવ્યા હતા, તો કેટલાક કબરમાં દફનાવતી વખતે બોલી ઉઠ્યા હતા કે અમે જીવીત છીએ, તો કેટલાક એવા કેસ પણ બન્યા કે જેમને ફ્રિજમાં લાંબો સમય સુધી રાખવામાં આવ્યા પછી તેમના મૃત શરીરમાં જાન આવી ગઇ હતી. તો ચાલો તસવીરોના માધ્યમથી આવા જ કેટલાક કેસ અંગે માહિતી મેળવીએ.

જાગીને પાણી માંગ્યુ અને ફરીથી મરી ગયો

જાગીને પાણી માંગ્યુ અને ફરીથી મરી ગયો

આ ઘટનાએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. એક બાળકનું મૃત્યું થયા બાદ તેને દફનાવવામાં આવી રહ્યો હતો, તેને એક કોફિનમાં રાખવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કારની અન્ય વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક એ બાળક ઉઠ્યો અને તેણે તેના પિતાને કહ્યું કે શું પિતાજી મને થોડુંક પાણી મળશે? બાળક દ્વારા આવું કહેવામાં આવતાં માતા-પિતા ઝુમી ઉઠ્યાં હતા, તેમને એમ હતું કે તેમનો બાળક જીવીત છે, જો કે, બાળક આટલું કહીને ફરીથી મૃત્યું પામ્યો હતો.

કબરમાંથી બહાર આવ્યોને લગાવ્યો હત્યાનો આરોપ

કબરમાંથી બહાર આવ્યોને લગાવ્યો હત્યાનો આરોપ

આ ઘટના યમનની છે, જ્યાં 65 વર્ષના વ્યક્તિને હૃદય રોગનો હુમલો થયો હતો, જેમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા બાદ તેને મુસ્લિમ વિધિથી દફનાવવામાં આવ્યો હતો, તેના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પર માટી નાંખવામાં આવી રહી હતી, એ જ સમયે તે વ્યક્તિ જીવીત થઇ ગયો હતો અને તેણે કબરમાં તેના પર માટી નાખી રહેલા લોકો પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને મારી નાંખવા માગે છે અને તેથી જ તેને જીવતો દફનાવી રહ્યાં છે.

મૃત જન્મેલી બાળકી થઇ જીવીત

મૃત જન્મેલી બાળકી થઇ જીવીત

આ કિસ્સો અર્જેન્ટિનાનો છે, જ્યાં એક માતાએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો, તેઓને જ્યારે જણાવવામાં આવ્યું કે તેમની બાળકી મૃત જન્મી છે ત્યારે તેઓ તેનું મોઢુ પણ જોવાનું નક્કી નહોતું કર્યું અને બાળકીને ફ્રિજરમાં મુકી દેવામાં આવી હતી, પરંતુ માતાની લાગણીને જોઇને પરિવારજનો અંતિમ વખત એ મૃત જન્મેલી બાળકીનો ચહેરો જોવા માટે ગયા હતા, જેવો ફ્રિજનો દરવાજો ખોલવામાં આવ્યો તો માતાએ જોયું કે બાળકી જીવીત છે, ત્યારબાદ માતા-પિતાએ આ બાળકીનું નામ લુઝ મિલાગ્રોસ( લાઇટ મિરેકલ્સ) રાખ્યું હતું.

અને ફ્રિજમાંથી બહાર નીકળો જીવીત વ્યક્તિ

અને ફ્રિજમાંથી બહાર નીકળો જીવીત વ્યક્તિ

દક્ષિણ આફ્રિકામાં એક 60 વર્ષની વ્યક્તિને અસ્થમાનો હુમલો આવ્યો હતો, તેના પરિવારજનો દ્વારા તે મરી ગયો હોય તેવું સમજીને હોસ્પિટલ સ્ટાફના બદલે એક ખાનગી ફુનરલ કંપનીને બોલવવામાં આવી હતી. આ કંપનીએ ઉક્ત વ્યક્તિના મૃતદેહને પોતાના ફ્રિજરમાં રાખ્યું હતું. 21 કલાક ફ્રિજરમાં રહ્યાં બાદ આ વ્યક્તિ અચાનક જીવીત થઇ ચૂક્યો હતો અને ઠંડીના કારણે તે બુમો પાડી રહ્યો હતો. એ સમયે ત્યાં કંપનીના બે માણસો સેવા બજાવી રહ્યાં હતા, આ પ્રકારના અવાજ સાંભળીને તેઓ એવુ માની બેઠાં હતા કે તે કોઇ ભુત છે, આ બન્ને કર્મીઓ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા અને કંપનીની બીજી ટીમને લઇને આવ્યા હતા, ત્યારબાદ ઉક્ત વ્યક્તિને ફ્રિજમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

કોફીનમાંથી અચાનક ઉઠી ચીની મહિલા

કોફીનમાંથી અચાનક ઉઠી ચીની મહિલા

95 વર્ષની એક મહિલા પોતાના ઘરમા પડી ગઇ હતી અને તેને માથાના ભાગે ઘણી ઇજાઓ પહોંચી હતી. લાંબા સમય સુધી તેના શરીરમાં કોઇપણ પ્રકારની હલન-ચલન નહીં થતા, તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને એક કોફીનમાં રાખવામાં આવી હતી. જે કે તેને દફનાવવામાં આવી નહોતી. કોફીનમાં થોડાક દિવસ રાખ્યા બાદ તેમના પાડોસીઓ દ્વારા તેને દફનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી અને એક પાડોસીએ કોફીનમાં નજર ફેરવી હતી, જેવો તે કોફીન પાસે ગયો કે તુરત આ 95 વર્ષિય મહિલા જાગી ગઇ હતી અને તુરત જ કહ્યું હતું કે મને જોરદાર ભુખ લાગી છે, લાગે છે કે હું ઘણા લાંબા સમયથી ઉંઘી રહી હતી. લોકોના આશ્ચર્યની પાર રહી નહોતી.

 અતિંમ સંસ્કાર વખતે જાગી રશિયન મહિલા

અતિંમ સંસ્કાર વખતે જાગી રશિયન મહિલા

49 વર્ષની ફાજીલ્યુ મુખમેજ્યાનોવ નામની રશિયન મહિલા પોતાના ઘરે પડી ગઇ હતી અન તેને છાતીમાં જોરદાર દુખાવો થયો હતો, તેને જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે ડોક્ટર્સે તેને જોરદાર હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવી મૃત જાહેર કરી હતી, બાદમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હતા, વિધિ દરમિયાન મહિલા અચાનક જીવીત થઇ હતી અને તેને ફરીથી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ આ મહિલા માત્ર 12 મીનિટ માટે જ જીવીત થઇ હતી, ડોક્ટર્સે ફરી તેને મૃત જાહેર કરી હતી.

શબપરીક્ષણ દરમિયાન ઉઠ્યો વેનેઝુએલિયન વ્યક્તિ

શબપરીક્ષણ દરમિયાન ઉઠ્યો વેનેઝુએલિયન વ્યક્તિ

કાર્લોસ કામેજો નામના વેનેઝુએલાના નાગરીકનું મોત 2007માં એક માર્ગ અકસ્માતમાં થયું હતું. જ્યારે તેની પત્ની તેના મૃતદેહની ઓળખ માટે આવી ત્યારે જાણે કે કોઇ ચમત્કાર થયો હતો તેમ આ નાગરીક પોતાના શબપરીક્ષણ દરમિયાન જાગી ગયો હતો. ડોક્ટર્સ દ્વારા તેને ચકાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું, પરંતુ શબપરીક્ષણ વખતે તે જીવીત થઇ ગયો હતો.

English summary
here is bizarre story about some people who coming back from the dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X