છત્તીસગઢના જંગલમાં દેખાયું કાળા કલરનું દર્લભ પ્રાણી, શું તમે ક્યારેય જોયું?
બિલાસપુરઃ છત્તીસગઢના વન વિભાગના અધિકારીઓએ સાત વર્ષ બાદ બિલાસપુર જિલ્લાના અચનકમાર ટાઈગર રિઝર્વમાં એક દુર્લભ બ્લેક પેંથર જોવા મળ્યો. અચનકમાર ટાઈગર રિઝર્વના નાયબ ડાયરેક્ટર વિજયા રાત્રેએ કહ્યું કે "સાત વર્ષ બાદ અમે પહેલીવાર બ્લેક પેંથર જોયો. જો કે, સુરક્ષા કારણોસર અમે તેના સ્થળનો ખુલાસો નથી કર્યો." અગાઉ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના ઉદંતી- સીતાનદી ટાઈગર રિઝર્વમાં એક કાળો પેંથર જોવા મળ્યો હતો.

સાત વર્ષ બાદ આ જાનવર જોવા મળ્યું
કબિની વન્યજીવ અભ્યારણ, ડંડેલી વન્યજીવ અભ્યારણ, ભદ્રા વન્યજીવ અભ્યારણ, ભદ્રા વન્યજીવ અભ્યારણ અને શરાવતી વન્યજીવ અભ્યારણમાં કાળા પેંરનુ નિવાસ સ્થાન હોવાનું કહેવાય છે. બ્લેક પેંથરોની કોઈ બીજી પ્રજાતિ નથી. વર્ષ 2018માં અચાનકમારના જંગલોમાં જ લાગેલ કેમેરા 4 કાળા ચિત્તા દેખાયા હોવાની જાણકારી મળી હતી. ગરિયાબંદના જંગલોમાં પણ કાળા ચિત્તા જોવા મળ્યા હતા. હવે અચાનક મળેલ કાળું પેંથર ચર્ચાનો વિશય બન્યું છે.

વાઘ માટે લગાવેલ ટ્રેપ કેમેરામાં રેકોર્ડ થયો
વન્ય પ્રાણીઓને ચાહનારાઓ આને લઈ વિવિધ પ્રકારનો અંદાજો લગાવી રહ્યા છે. જંગલના અંદરના ભાગમાં વાઘની ગણતરી માટે કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યા છે. જેમાં જ બ્લેક પેંથરની તસવીર પણ કેદ થઈ. રિઝર્વના ઉપ સંચાલકે જણાવ્યું કે ચિત્તામાં મૈલેનિન વધુ હોવાથી તે કાળો દેખાય છે. કાળા ચીત્તા અથવા કાળા તેંદુઆ અથવા બ્લેક પેંથર પણ કહેવાય છે, કોઈ અલગ પ્રજાતિથી નહિ.

જાણો કયા કારણે તેમનો રંગ કાળ હોયો
તે સામાન્ય ચીત્તા જ હોય છે, બસ તફાવત એટલો જ કે કાળા ચીત્તા મેલાનિસ્મથી ગ્રસિત હોય છે. મેલાનિસ્ત એક ઉત્પરિવર્તન એટલે કે જીનમાં સ્થાઈ બદલાવ થવા છે, જેના કારણે તેમના શરીરમાં સામાન્યથી વધઉ માત્રામાં કાળા ધબ્બા બને છે. જેને પગલે દિવસના ઉજાશમાં તે બહુ કાળા દેખાય છે.
અમેરિકાના ટૉપ વૈજ્ઞાનિકે ચેતવણી આપી, કહ્યું- કોરોનાની વેક્સીન ક્યારેય નહિ બને