ગજબ! બે દોસ્તોને થયો એક જ યુવતી સાથે પ્રેમ, બંનેના બાળકની મા બનવા તૈયાર મહિલા
નવી દિલ્લીઃ બૉલિવુડ ફિલ્મોમાં તમે લવ ટ્રાયેંગલ(Love Triangle)ની કહાની જરૂર જોઈ હશે. આવુ ત્યારે થાય છે જ્યારે બે લોકો એક જ વ્યક્તિને દિલ દઈ બેસે છે. આવી સ્થિતિમાં લડાઈ-ઝઘડા થવાથી પ્રેમનો અંજામ બહુ જ ખરાબ થવાની સંભાવના રહે છે. બૉલિવુડની ઘણી ફિલ્મો આનુ ઉદાહરણ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બ્રાઝિલ (Brazil)માં રહેતા બે પાક્કા દોસ્તોએ લડાઈ-ઝઘડો કર્યા વિના એક જ યુવતી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. રસપ્રદ વાત એ છે કે યુવતીએ પણ બંને દોસ્તોનો એક સાથે સ્વીકાર કરી લીધો છે.

બ્રાઝિલમાં લવ ટ્રાયેંગલનો અનોખો કિસ્સો
વાસ્તવમાં બ્રાઝિલના 40 વર્ષીય ડિનો ડિસૂઝા (Dino De Souza)અને 30 વર્ષના સૉલો ગોમ્સ (Saulo Gomes)લાંબા સમયથી પાક્કા દોસ્ત છે. કોરોના વાયરસ કાળમાં લૉકડાઉન ખુલ્યા બાદ તે 19 ઓગસ્ટ, 2019ના રોજ બાર્સિલોના (Barcelona)માં રજાઓ માણવા ગયા જ્યાં બંને દોસ્તોન મુલાકાત બેલોરુસ (Bélarus)ની રહેવાસી 27 વર્ષીય સુંદર ઓલ્ગા (Olga) સાથે થઈ. ઓલ્ગાને મળ્યા બાદ ડિનો ડિસૂઝા અને સૉલો તેને પોતાનુ દિલ દઈ બેઠા. આ દરમિયાન ઓલ્ગાને પણ બંને દોસ્ત ખૂબ ગમ્યા હતા.

યુવતીના કારણે ન તૂટવા દીધી દોસ્તી
આ લવ ટ્રાયેંગલની શરૂઆત એ વખતે થઈ જ્યારે ડિનો અને સૉલો બંને ઓલ્ગા સાથે ડેટ પર જવા માંગતા હતા. જો કે બંનેમાં પાક્કી દોસ્તી હતી અને તે નહોતા ઈચ્છતા કે ઓલ્ગાના કારણે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ થાય. પોતાની દોસ્તીના જાળવી રાખીને વિવાદ ઉભો કર્યા વિના આ સ્થિતિને ઉકેલવા માટે ડિનો અને સૉલોએ ઓલ્ગાનો સંપર્ક કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ ઓલ્ગાએ બંનેની પ્રપોઝલ એક્સેપ્ટ કરીને તેમની સાથે રહેવાનો નિર્ણય કર્યો.

નૉર્મલ કપલની જેમ રહે છે સાથે
હવે ડિનો અને સૉલો એક સાથે ઓલ્ગાને ડેટ કરી રહ્યા છે. ત્રણે નૉર્મલ કપલની જેમ સાથે રેસ્ટોરન્ટ પણ જાય છે. જો કે તેમને બહારના લોકોના વિચિત્ર રિએક્શનનો સામનો કરવો પડે છે પરંતુ હવે તે પોતાનુ ભવિષ્ય પ્લાન કરી રહ્યા છે. પોતાના રિલેશન વિશે વાત કરતા ડિનોએ કહ્યુ, હું અને સૉલો બાર્સિલોના ફૂટબૉલ મેચ જોવા ગયા હતા ત્યાં અમારી મુલાકાત ઓલ્ગા સાથે થઈ. અમે તેને ડ્રિંક્સ માટે પૂછ્યુ અને ત્યાંથી અમારી કહાની શરૂ થઈ ગઈ.

પરિવાર અને દોસ્તોને સમજાવવા પડ્યા
ડિનોએ આગળ કહ્યુ, 'અમારા માટે એ મુદ્દો નથી કે અમે ત્રણે લોકો રિલેશનશિપમાં છે, અમારા માટે પ્રેમ વધુ જરૂરી છે, અમારા લોકોમાં મજબૂત કેમેસ્ટ્રી છે. શરૂઆતમાં અમને ઘણા દોસ્તો અને પરિવારના લોકોથી મેસેજ મળી રહ્યા હતા. તે અમારા સંબંધ માટે કન્ફ્યુઝ હતા. તે સમજતા હતા કે છેવટે અમારી વચ્ચે શું ચાલી રહ્યુ છે. સીધી વાત છે કે અમારા રિલેશન સામાન્ય રિલેશનશિપથી અલગ છે. અમે પોતાના પરિવાર અને દોસ્તોને ઓલ્ગા વિશે જણાવ્યુ, લોકોના વિચારોમાં બદલાવ આવ્યો છે અને અમને હવે સપોર્ટ મળી રહ્યો છે. '

ઓલ્ગાથી બાળકોની પણ છે ઈચ્છા
ડિનોના જણાવ્યા મુજબ ત્રણે ફ્રાંસમાં એક સાથે એક જ ઘરમાં રહે છે. બંને દોસ્ત છેલ્લા દોઢ વર્ષથી ઓલ્ગાને ડેટ કરી રહ્યા છે. ડિનો અને સૉલો ઈચ્છે છે કે ઓલ્ગાથી તેમને બાળકો પણ થાય. ડિનોએ કહ્યુ કે ત્રણે મળીને આખી દુનિયા ફરવા માંગે છે અને પોતાનો બિઝનેસ વધારવા માંગે છે. હાલમાં ત્રણે એક સાથે ઘણા ખુશ છે અને લાઈફને ખૂબ જ સિમ્પલ રીતે જીવવા માંગે છે.
પાર્ટનરની રાશિ અનુસાર જાણો તેના કામુક અંગ અને કરો તેને ઈમ્પ્રેસ